Aapnu Gujarat
ગુજરાત

નોટબંધી : જૂની નોટો જમા કરવા સંબંધિત ૧.૫ લાખ કેસની તપાસ, ગુજરાત મોખરે

એકતરફ નોટબંધીની નિષ્ફળતાને લઈને રાજકીય પક્ષો મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે, તો બીજી તરફ ઈનકમ ટેક્સવિભાગ દ્વારા નોટબંધી બાદ બેંક ખાતાઓમાં મોટી રકમ જમા કરાવનાર ૧.૫ લાખ કેસની તપાસ ચાલી રહી છે. આ તમામ કિસ્સાઓમાં મોટી સંખ્યામાં ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટો જમા કરવામાં આવી તેનો સ્ત્રોત શું છે તે અંગેની સ્પષ્ટ માહિતી નથી. આ એવા લોકો છે જેમણે પહેલાં આ પ્રકારની કોઈ આવકની જાહેરાત કરી ન હતી. દિલચસ્પ વાત તો એ છે કે, આ મામલે વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૧૮-૧૯ દરમિયાન વડાપ્રધાન મોદીના હોમ ગ્રાઉડ ગુજરાતના લોકો સૌથી આગળ છે.આવકવેરા વિભાગે વર્ષ ૨૦૧૭- ૧૮ દરમિયાન બેંકોમાં મોટા પ્રમાણમાં નાણાં જમા કરવા મામલે ૨૦,૦૮૮ કેસોની તપાસ શરુ કરી છે. આ તમામ મામલાઓ નોટબંધી (૮ નવેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૧૬) દરમિયાન મોટા પ્રમાણમાં નાણાં જમા કરવાના છે. વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૧૮-૧૯ દરમિયાન જૂની નોટો જમા કરવા સંબંધિત સૌથી વધુ મામલાઓ ગુજરાતમાંથી નોંધાયા છે.વર્ષ ૨૦૧૮ ૧૯ દરમિયાન આવકવેરા વિભાગ પાસે તપાસ માટે ૧,૩૪,૫૭૪ કેસ આવ્યા હતાં. વર્ષ ૨૦૧૭ ૧૮ દરમિયાન આવક વેરા એક્ટ ૧૯૬૧ની કલમ ૧૪૨ (૧) હેઠળ ૨,૯૯,૯૩૭ જમાકર્તાઓને નોટિસ મોકલવામાં આવી હતી. આ લોકોએ નોટબંધી દરમિયાન જંગી પ્રમાણમાં નાણાં જમા કરાવ્યા હતાં, પરંતુ ઈનકમ ટેક્સ રિટર્ન ન હતું ભર્યું.નોટબંધી બાદ કાળા નાણાં પર અંકુશ લાદવા માટે આવક વેરા વિભાગ દ્વારા નાણાં ખાતામાં નાણાં જમા કરવા સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યાં હતાં. જેમ કે,એન્યુઅલ ઈન્ફોર્મેશન રિટર્ન રુલ્સમાં ફેરફાર જેવા પગલાંઓને કારણે જે લોકોના આવકનો સ્ત્રોત સ્પષ્ટ ન હતો અને મોટી રકમ જમા કરાવી હતી તેવા ખાતેદારોને વિભાગે સરળતાથી ઓળખ કરી લીધી હતી.સંસદમાં એક સવાલના જવાબમાં રાજ્ય નાણાં પ્રધાન શિવ પ્રતાપ શુક્લાએ આ મામલે રાજ્યવાર આંકડાઓ જાહેર કર્યાં હતાં. જેમાં વર્ષ ૨૦૧૮ ૧૯ દરમિયાન આ મામલે સૌથી આગળ ગુજરાત રહ્યું હતું. ત્યાર બાદ કર્ણાટક, ગોવા ,તમિલનાડુ, આધ્ર પ્રદેશ, અને તેલંગણાનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૭ ૧૮ દરમિયાન તામિલનાડુ સૌથી આગળ હતું, ત્યાર બાદના ક્રમે ગુજરાત હતું.

Related posts

બીઆરટીએસ કોરીડોરમાં એસટી પર પણ પ્રતિબંધ

aapnugujarat

રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા શરૂ

editor

साबरमती सेन्ट्रल जेल से दो मोबाइल फोन मिले

aapnugujarat

Leave a Comment

UA-96247877-1