Aapnu Gujarat
બ્લોગ

ભૂમિ પેડનેકર : અનાયાસે અભિનેત્રી નથી બની

‘દમ લગા કે હઈશા’, ‘ટોઈલેટઃ એક પ્રેમકથા’ અને ‘શુભ મંગલ સાવધાન’જેવી ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતાથી દર્શકોને આશ્ર્‌ચર્યચકિત કરી નાખનારી ભૂમિ પેડણેકર હવે ફરી એક વખત દર્શકોની મુલાકાતે આવી રહી છે, પણ આ બંને ફિલ્મોમાં તેણે કરેલા રોલ કરતાં એકદમ જ અલગ અને હટકે રોલમાં. ભૂમિની ચંબલ પર બનાવવામાં આવી રહેલી ફિલ્મ ‘સોન ચિરિયા’માં ચંબલમાં રહેનારી ૧૯૭૦ની મહિલાનો રોલ કરી રહી છે. આ રોલ માટે ભૂમિએ ખૂબ મહેનત કરવી પડી હતી અને એ વિશે વાત કરતાં તે કહે છે કે ‘કોઈ પણ રોલ કરવો એટલે મારા માટે હું કોણ છું એ ભૂલીને સ્ટોરીમાં રહેલાં કેરેક્ટરને મારી અંદર નવેસરથી ઉછેરવું. આ આખી પ્રક્રિયા ખૂબ જ અઘરી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રક્રિયાને પરકાયા પ્રવેશ કહી શકાય.દરેક કલાકારની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે એ જ રીતે દરેક કેરેક્ટરની ડિમાન્ડ પણ અલગ અલગ હોય છે. મારા આ રોલ માટે પણ મને સંપૂર્ણપણે એકાંતવાસ જોઈતો હતો. મેં બહારની દુનિયા સાથેના તમામ સંપર્ક કાપી નાંખીને માત્ર મારા કેરેક્ટરને સમજવાનો પ્રયાસ કર્યો અને હું શું બનવાની છું એના પર આખું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, કહે છે ભૂમિ. આ આખા સમયગાળા દરમિયાન ભૂમિ માત્ર પરિવારના નજીકના લોકોને જ મળી હતી અને તે પોતાની જાતને એક રેસ્ટલેસ ઍક્ટર ગણાવે છે. વધુ વાત કરતાં તે જણાવે છે કે ‘જ્યાં સુધી હું પૂરી રીતે મારા કેરેક્ટરમાં નથી પ્રવેશી જતી ત્યાં સુધી મને ખુદને જ સંતોષ નથી થતો, કે નથી મને માનસિક શાંતિ મળતી. હું મારા કેરેક્ટર સાથે ત્રીસ દિવસ જેટલો સમય વિતાવું છું. ‘સોન ચિરિયા’માં હું જે મહિલાનું પાત્ર કરી રહી છું એને જાણવા સમજવા માટે મારે ખૂબ મહેનત કરવી પડી છે. ચંબલ માટે મેં ફ્લાઈટ પકડી એ પહેલાં મેં મારા પરિવાર સાથે વાત કરી હતી.તમારા ચાહકો અને તમારી પસંદગીના લોકો સાથે સંપર્ક તોડી નાખવાનું ખૂબ જ અઘરું છે અને એથી પણ અઘરું છે ઈન્ટરનેટ અને સોશિયલ લાઈફથી દૂર દૂર ભાગવું. પર ક્યા કરે, કુછ પાને કે લિયે કુછ ખોના ભી તો પડતા હૈ…’એવું વધુમાં કહે છે ભૂમિ પેડણેકર. કૅરેક્ટરની તૈયારી કરી લીધા બાદ પણ ભૂમિ ચંબલમાં શૂટિંગ શરૂ કરતાં પહેલાં એક અઠવાડિયા સુધી રહી જેથી તે ત્યાંના વાતાવરણ, લોકો અને રીતભાતથી પૂર્ણપણે પરિચિત થઈ જાય. ‘ઈશ્કિયા’ અને ‘ઉડતા પંજાબ’ જેવી ફિલ્મો કરનારા અભિષેક ચૌબે આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે જ્યારે રણવીર શૉરી અને આશુતોષ રાણા ભૂમિ સાથે અભિનય કરતાં જોવા મળશે. આ ફિલ્મમાં મધ્ય પ્રદેશના ડાકુઓના ગૌરવ અને શાનની ઝલક જોવા મળશે. આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સોન ચિરિયા’નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે જેમાં સુશાંત સિંહ રાજપૂત, ભૂમિ પેડનેકર, મનોજ વાજપેયી અને રણવીર શૌરી મુખ્ય ભુમિકામાં જોવા મળશે.‘સોન ચિરિયા’ ફિલ્મની સ્ટોરી ૧૯૭૦ના સમયની છે જ્યારે ચંબલની ઘાટીઓમાં ડાકુઓનો આતંક અને તેમનું જ રાજ ચાલતુ હતું. ફિલ્મનું ટ્રેલર જોઇને કહી શકાય કે અભિષેક ચૌબે દ્વારા નિર્દેશિત આ ફિલ્મ લૂંટારાઓની સ્ટોરી પર બનેલી એક બોલ્ડ અને પાવરપેક ડ્રામા છે. ટ્રેલરમાં જણાવવામાં આવ્યું છે કે ચંબલની ઘાટીઓમાં ખૂંખાર ડાકુઓનો કેવો આતંક હતો. અહીં રાજ કરવા માટે અનેક ગેંગ્સ વચ્ચે ખૂની જંગ લડાતી હતી. તેવામાં સરકાર આ લૂંટારાઓના રાજનો અંત લાવવા માટે ચંબલ સાફ અભિયાન પર છે.ટ્રેલરમાં સુશાંત સિંહ ડાકૂના કિરદારમાં જોવા મળી રહ્યો છે અને તેનો જબરદસ્ત અંદાજ પહેલા પણ પડદા પર જોવા મળ્યો છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે સુશાંત ન્યાયનો સાથ આપવા માટે પોતાના જ લોકોની વિરુદ્ધ થઇ જાય છે. ફિલ્મમાં ભૂમિ પેડણેકર પણ છે જે ડાકુઓના પરિવારનો હિસ્સો છે.ફિલ્મના ટીઝરમાં મનોજ વાજપેયી માન સિંહના કિરદારમાં જોવા મળી રહ્યાં છે અને આ જ કિરદારમાં તે ૧૯૯૪માં આવેલી ફિલ્મ ‘બેંડિટ ક્વિન’માં પણ નજરે પડી ચુક્યાં છે. જે ફૂલન દેવીની બાયોપિક ફિલ્મ હતી. મજેદાર વાત એ છે કે ફિલ્મ ચંબલના રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવી છે જે ફિલ્મને જાનદાર બનાવે છે.જણાવી દઇએ કે આ ફિલ્મને અભિષેક ચૌબેએ ડાયરેક્ટ કરી છે જે આ વર્ષે ૮ ફેબ્રુઆરીએ રીલીઝ થવા જઇ રહી છે.ગભગ ૩ વર્ષ પહેલાં ભૂમિ પેડનેકરે ‘દમ લગા કે હઈશા’ના માધ્યમથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, તેમાં તેણે એક જાડી દુલહનનું પાત્ર ભજવ્યું હતું, જેને પોતાના પતિની અસુરક્ષા સામે લડવું પડે છે. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી.ગત વર્ષે ભૂમિ બે ફિલ્મમાં જોવા મળી, જેમાં એક અક્ષયકુમારની ઓપોઝિટ ‘ટોઈલેટ-એક પ્રેમકથા’ અને બીજી આયુષ્માન ખુરાના સાથે ‘શુભ મંગલ સાવધાન’ હતી. આ બંને ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સારી રહી. આવનારા સમયમાં ‘ઉડતા પંજાબ’ના નિર્દેશક અભિષેક ચૌબેની ફિલ્મ ‘સોન ચિરિયા’માં તે સુશાંતસિંહ રાજપૂત સાથે જોવા મળશે. ભૂમિ કહે છે કે ગયા વર્ષે મારી બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી, સાથે તેને સમીક્ષકો તરફથી પણ પ્રશંસા મળી. મારા માટે આ ઘણી મોટી વાત છે.જ્યારે તમે કોઈ પણ ફિલ્મ સાઈન કરો છો ત્યારે તમને આશા હોય છે કે તે ફિલ્મ તમારી અપેક્ષા પર ખરી ઊતરશે. ભૂમિ એમ પણ કહે છે કે મારી બે ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું. મેં કદાચ આ જ જોવા માટે આખી જિંદગી કામ કર્યું. હું મારી જાતને લકી માનું છું, કેમ કે મને આ પ્રકારનાં પાત્ર ભજવવાનો મોકો મળ્યો. આ બંને ફિલ્મોનો લોકો પર સારો પ્રભાવ પડ્યો. આ ફિલ્મો ઇતિહાસનો હિસ્સો બની જશે.અત્યાર સુધી ભૂમિએ કરેલી ત્રણેય હટકે ફિલ્મો હતી. તે કહે છે કે સાચું કહું તો મેં આ ફિલ્મોની સ્ક્રિપ્ટ પસંદ કરી ન હતી, પરંતુ આ સ્ક્રિપ્ટે મને પસંદ કરી. ‘દમ લગા કે હઈશા’ મને મળી તે માટે હું મારી જાતને નસીબદાર માનું છું. આ રોલ ખૂબ જ રિસ્કી હતો, પરંતુ જ્યારે તમે ઇન્ડસ્ટ્રીનો ભાગ બનવાની ચાહત રાખો છો ત્યારે તમારે આવા રોલ કરવા પડે છે. એક અભિનેત્રી તરીકે મેં લોકોનો વિશ્વાસ જીતી લીધો છે.’’ફોર્બ્સ ઈન્ડિયા અંડર ૩૦ ’’ ની યાદીમાં ભૂમિ પેડણેકરનું નામ પણ છે. અભિનેત્રીએ બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. આ પ્રતિનિધિમંડળના ’હેડ’ કરણ જોહર હતો. હવે એની આગામી ફિલ્મ સન ચિરિયાનું શૂટીંગ આખરી તબક્કામાં છે. આમા એણે સુશાંત સુંઘ રાજપૂત સાથે જોડી જમાવી છે.ભૂમિ કહે છે કે અભિનયના ક્ષેત્રમાં પગ મૂકતા પહેલા એણે ’યશ રાજ ફિલ્મ્સ’ માં છ વર્ષ આસિસ્ટન્ટ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ એક મોટો સ્ટુડિયો હોવાને કારણે ફિલ્મના અન્ય પાસાઓથી એ પરિચિત થઈ અને ૨૦૧૫માં ’’દમ લગા કૈ હૈશા’’ દ્વારા અભિનયના ક્ષેત્રમાં પર્દાપણ કર્યું. એ કહે છે કે એની ’’ટોઈલેટ એક પ્રેમ કથા’’ હીટ ગઈ ત્યારે એને એટલો આનંદ નહોતો થયો જેટલો બર્લિન ફેસ્ટિવલમાં ભારતના પ્રતિનિધિ તરીકે થયો હતો. આ તક એને કારકિર્દીની શરૃઆતમાં મળી એટલે આ સન્માન એના માટે હમેશાં ખાસ હશે. આ માન એના દ્વારા અભિનિત ફિલ્મો થકી મળ્યું એટલે એ વધુ ખુશ છે. એ જે ફિલ્મો સાથે સંકળાયેલી હતી એમા એના યોગદાનને કારણે આ ગૌરવ પ્રાપ્ત થયું એ બાબત એના માટે સ્પેશ્યલ છે.હવે એ ધીમે ધીમે બોલીવૂડમાં પોતાનું નક્કર સ્થાન જમાવતી જાય છે. એ માટે ઈશ્વરની આભારી છે. એ કહે છે કે એ જે ઈચ્છતી હતી, જંના એ સપના જોતી હતી એ બધુ હકીકતમાં થઈ રહ્યું છે. ભૂમિ કહે છે ’ફોર્બ્સ ૩૦ અંડર ૩૦’ ની યાદીમાં સ્થાન મળવાનું એને ગૌરવ છે. પરંતુ એને એ એક મોટી સિધ્ધિ નથી માનતી. નવોન્મેષ, રમત-ગમત અને મનોરંજનના વિશ્વની જુદી જુદી પ્રતિભાશાળી હસ્તીઓની યાદીમાં સ્થાન મેળવવાનું એનું સપનું હવે પૂરું થયું છે. એણે અંગત અને વ્યવસાયિક જીવનમાં જે પસંદગીઓ કરી હતી એ યોગ્ય હતી એનો એને સંતોષ છે.ભૂમિ કહે છે કે બોલીવૂડમાં એ માત્ર સાડા ત્રણ વર્ષ જૂની છે. પરંતુ અભિનયના ક્ષેત્રમાં એનું આગમન આકસ્મિક નહિ પરંતુ ગણતરીપૂર્વકનું છે. બહુ નાની ઉંમરે એણે અભિનયના ક્ષેત્રમાં પ્રવેશવાનું સપનું જોયું હતું. આ ક્ષેત્રમાં આવતા પહેલા સિનેમાના સર્વગ્રાહી પાસાઓને સમજવા એણે યશરાજ પ્રોડક્શનમાં જુદી જુદી જવાબદારીઓ નિભાવી હતી. એની મહેનતના મીઠાં ફળ હવે એને મળી રહ્યા છે. એની આગામી ’’સોન ચિરિયા’’ પાસેથી એને ઘણી આશાઓ છે.

Related posts

દેશનો વિકાસ શિક્ષણ વિના શક્ય નથી

aapnugujarat

આને કહેવાય પાક્કા ગુજરાતી.

aapnugujarat

बहुत ही सुन्दर मैसेज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1