Aapnu Gujarat
ગુજરાત

લોક રક્ષક દળની પરીક્ષા મામલે હાઇકોર્ટમાં પિટીશન, પરીક્ષા રદ કરવાની માંગણી

લોક રક્ષક દળની પરીક્ષા મામલે સર્જાયેલા વિવાદ મામલે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પાંચ જેટલા પરીક્ષાર્થીઓ દ્વારા હાઈકોર્ટમાં પરીક્ષા રદ કરવા બે અલગ અલગ પિટીશન દાખલ કરવામાં આવી છે.
બારિયા ગીતાએ ૨૧૨૨ નંબરની પિટીશન દાખલ કરાવી છે. ગીતાને છ ડિસેમ્બરે આપેલ પરીક્ષામાં અધૂરું પેપર આપવામાં આવ્યું હતું. જેથી ન્યાય માટે તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બીજી તરફ ૨૧૨૩ નંબરની પિટીશન ચાર પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. જેમણે લોક રક્ષક દળની પરીક્ષા રદ કરી નવેસરથી લેવા માંગણી કરી છે.તેમનો મત છે કે ૬ ડિસેમ્બરે લેવાયેલ પરીક્ષામાં બારકોડ લગાવવામાં આવ્યા ન હતા. જેથી પરીક્ષાની ગુપ્તતા ન જળવાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે અરવલ્લી જિલ્લાના જિલ્લા પંચાયતના સભ્ય કીર્તિ પટેલે પરીક્ષા રદ કરવા સીએમઓ અને પીએમઓને પણ લેખિત રજૂઆત કરી છે. હવે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી પરીક્ષા રદ કરવા માંગણી કરી છે. પત્રમાં કીર્તિ પટેલે લખ્યું કે ફરીથી લેવાયેલી પરીક્ષામાં ગુપ્તતા જળવાઇ નથી.
પરીક્ષામાં બારકોડ સ્ટીકરનો ઉપયોગ નહી થતા મોટી ક્ષતિ હતી. પરીક્ષા વિભાગની આ ભૂલને લીધે ૯ લાખ ઉમેદવારો સાથે મજાક કરવામાં આવી છે.
પાંચ જેટલા પરીક્ષાર્થીઓ દ્વારા હાઈકોર્ટમાં પરીક્ષા રદ કરવા બે અલગ અલગ પિટીશન દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું. પેપર ફૂટી જતાં ૬ જાન્યુઆરીએ ફરી પરીક્ષા યોજાઇ હતી. જોકે ફરીથી યોજાયેલી પરીક્ષામાં વિવાદ થયો છે.

Related posts

દરેક ગામને સુવિધાથી સંપન્ન ગામ બનાવાશે : મુખ્યપ્રધાન

aapnugujarat

સ્કૂલ ફી માફીનો જાહેર કરેલો પરિપત્ર રદ્દ કર્યો, ગુજરાત સરકારને હાઈકોર્ટની લપડાક

editor

ગુજરાતના ૫ નેશનલ હાઈવે અને ૧૫૩ સ્ટેટ હાઈવે બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1