Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૨૦ માટે કૃષિ વિભાગની ચેતવણી, દૂધ અને ઘઉંના ઉત્પાદનમાં થશે ઘટાડો

હવામાન પરિવર્તનને લીધે ગ્લોબલ વોર્મિંગની ભારતમાં અસર અને પડકારોની માત્રામાં ફળ અને શાકભાજી જ નહીં, દૂધ પણ છે. હવામાન પરિવર્તનનાં ભારતીય કૃષિ પર અસર સંબંધી અભ્યાસ આધારિત કૃષિ મંત્રાલયના અહેવાલ અનુસાર, જો તાત્કાલિક સંભાળ નહીં રાખવામાં આવે તો તેની અસર રૂપે ૨૦૨૦ સુધીમાં ૧.૬ મેટ્રિક ટન દૂધ ઉત્પાદનમાં ઘટાડો થશે.અહેવાલમાં ચોખા સહિત અનેક પાકના ઉત્પાદનમાં ઘટાડો અને ખેડૂતોની આજીવિકા પર પણ અસર કરશે એવી વાત છે. પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય સંલગ્ન સંસદના અંદાજીત સમિતિના અહેવાલમાં જણાવાયું છે કે આ અહેવાલના હવાલાથી અંદાજ છે કે જો ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં નહીં લઈએ તો દુધ ઉત્પાદનમાં આ ઘટાડો ૧૦ ગણો વધીને ૧૫ મેટ્રિક ટન થઈ જશે.ભાજપ સાંસદ મુરલી મનોહર જોશીની અધ્યક્ષતા સમિતિ દ્વારા સંસદમાં કરવામાં આવેલ રજૂઆત મુજબ દૂધ ઉત્પાદનમાં સૌથી વધુ ઘટાડો ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં જોવા મળશે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે, આ રાજ્ય દિવસના સમયમાં તીવ્ર ગરમીમાં હશે અને આ કારણોસર પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો એ પશુઓની ઉત્પાદકતા પર સીધી અસર કરશે.અહેવાલ અનુસાર, હવામાન પરિવર્તનને કારણે ગ્લોબલ વોર્મિંગનાં કારણે ખેતી પર પણ અસર થશે અને એના કારણે ખેડૂતોની આજીવિકા પર પણ પ્રભાવ પડશે. અહેવાલ મુજબ જેની પાસે ચાર હેકટરથી ઓછી કૃષિ ભૂમિ હશે એ ખેડૂતને ભરણ પોષણ કરવામાં ફાફા પડી જશે.ઉલ્લેખનીય છે કે સરકારી આંકડા અનુસાર ભારતમાં ખેતી આધારિત આશરે ૮૫ ટકા પરિવારો પાસે લગભગ પાંચ એકર સુધીની જ જમીન છે. આમાં ૬૭ ટકા સીમંત ખેડૂતો છે, જેની પાસે માત્ર ૨.૪ એકર જમીન છે. પાક પર અસર વિશે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૦ સુધીમાં ચોખાના ઉત્પાદનમાં ચારથી છ ટકા, બટેટાનાં પાક પર ૧૧ ટકા, મકાઈના પાક પર ૧૮ ટકાનો ઘટાડો જોવા મળશે.
આ ઉપરાંત એક ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં વધારો થશે એટલે ઘઉંની ઉપજમાં ૬૦ લાખ ટન સુધીનો ઘટાડો થશે. ફળ ઉત્પાદન પર ગ્લોબલ વૉર્મિંગની અસર મુજબ સફરજનના પાકનું પરિવહન હિમાચલ પ્રદેશમાં સમુદ્ર સપાટીથી ૨૫૦૦ મીટરની ઊંચાઈ પર થાય છે. અત્યાર સુધી તે ૧૨૫૦ મીટર ઉંચાઈ પર થતુ હતું.તેવી જ રીતે, ઉત્તર ભારતમાં હવામાન પરિવર્તનને લીધે કપાસનું ઉત્પાદન થોડું ઓછું થશે, જ્યારે મધ્ય અને દક્ષિણ ભારતમાં વધારો થવાની સંભાવના છે. તે જ સમયે, પશ્ચિમ દરિયાઇ ક્ષેત્ર કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર તથા પૂર્વ ઉત્તર રાજ્યો, અંદામાન નિકોબાર અને લક્ષદ્વીપમાં નાળિયેરનું ઉત્પાદન ઓછુ થવાની શક્યતા છે.ભવિષ્યની આ તકલીફને ધ્યાનમાં રાખીને મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે સમિતિને ભલામણ કરેલ છે કે અનિયંત્રિત ખાતરના ઉપયોગથી બચો અને ભૂગર્ભ જળદ્રોહ અટકાવવામાં આવે. યોગ્ય પાણી વ્યવસ્થાપનની સહાયથી રિસાયસત સિંચાઇ સાધન વિકસિત કરવા એ જ એકમાત્ર ઉપાય છે. તેના માટે જૈવિક અને ઝીરો બજેટ ખેતીને પ્રોત્સાહન આપવાનું કહેવામાં આવ્યું છે.

Related posts

पूर्व पीएम वाजपेयी की पुण्यतिथि : राष्ट्रपति, पीएम समेत कई नेताओ ने दी श्रद्धांजलि

aapnugujarat

पश्चिम बंगाल के लोकनाथ बाबा मंदिर में भगदड़, चार श्रद्धालुओं की मौत

aapnugujarat

લોકસભા ચૂંટણીમાં મોદી વિરુદ્ધ તમામ વચ્ચે ટક્કર : શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1