Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ડોનાલ્ડ ટ્રમ્પની મેક્સિકો દિવાલ ભંડોળ સામે ઈમિગ્રન્ટ્‌સ માટે યોજનાની ઓફર

અમેરિકામાં છેલ્લા એક માસથી ચાલી રહેલા ફેડરલ ગર્વન્મેન્ટ શટડાઉનનો અંત આણવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો સરહદે દિવાલ નિર્માણના ભંડોળ બદલ ઈમગ્રન્ટ્‌સ માટે યોજનાની ઓફર કરી છે. ટ્રમ્પે મેક્સિલો બોર્ડર પર દિવાલ બાંધવા ૫.૭ અબજ ડોલરના ભંડોળ બદલ યુએસમાં મેક્સિકોથી બાળક તરીકે લાવીને ગેરકાયદે વસવાટ કરનારા લોકોને સુરક્ષા પુરી પાડવાની યોજનાની ઓફર કરી હતી.ટ્રમ્પની આ ઓફરને ડેમોક્રેટ્‌સે ફગાવી દીધી હતી. યુએસ રાષ્ટ્રપતિએ કાયદો કડક બનાવવા સહિત બોર્ડર સુરક્ષા વધારવાના પગલાંનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ બન્ને પક્ષો માટે કોઠાસૂઝ મુજબનું સમાધાન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટી વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે મેક્સિકો વોલના મુદ્દે વધેલા અંતરને પગલે છેલ્લા એક માસથી સરકારી તંત્ર ઠપ થઈ ગયું છે. કેટલાક કર્મચારીઓ રજા પર ઉતરી ગયા છે જ્યારે કેટલાક પગાર વગર કામ કરી રહ્યા છે. યુએસ શટડાઉનમાં ૮ લાખ કર્મચારીઓ પ્રભાવિત થયા છે. યુએસના ઈતિહાસનું આ સૌથી લાંબુ શટડાઉન રહ્યું છે.ટ્રમ્પે વર્તમાન ઓફરમાં ડીપોર્ટેશનનો ખતરો લટકી રહ્યો છે તેવા ઈમિગ્રન્ટ્‌સ જૂથોને પણ સુરક્ષા આપવા ખાતરી આપી છે. વ્હાઈટ હાઉસ સ્પીચમાં ટ્રમ્પે જણાવ્યું કે, ‘બન્ને પક્ષોએ સમજીને આ મુદ્દે નિરાકરણ લાવવું જોઈએ. ઉગ્ર અવાજો સામે આપણું ભાવિ પરત મેળવવાનો સમય પાકી ગયો છે. તેઓ ખુલ્લી સરહદની માંગ કરી રહ્યા છે, જેનો મતલબ છે ડ્રગ્સ, માનવ તસ્કરી અને હિંસાને વેગ આપવો.’

Related posts

ईरान का सुपर टैंकर जब्त करने का US ने दिया आदेश

aapnugujarat

રોહિગ્યા સંકટ : મ્યાનમારનાં હિન્દુઓને મોદી સરકાર પાસેથી આશા

aapnugujarat

Coronavirus : China death toll increased to 106

aapnugujarat

Leave a Comment

UA-96247877-1