Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલની કિંમતમાં વધારો થયો

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારાનો સીલસીલો આજે પણ જારી રહ્યો હતો. પેટ્રોલની કિંમતમાં સતત ચોથા દિવસે વધારો કરાયો હતો. જ્યારે ડિઝલની કિંમતમાં પણ ૧૧માં દિવસે વધારો કરાયો હતો. ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ દિલ્હી, કોલકતા અને મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં ૨૩ પૈસા જ્યારે ચેન્નાઈમાં ૨૪ પૈસાનો વધારો લીટરદીઠ કર્યો હતો. ડિઝલની કિંમત દિલ્હીમાં ૨૯ પૈસા અને કોલકતામાં ૩૦ પૈસા વધી ગઈ હતી. મહાનગરોમાં ડિઝલની કિંમતો સતત વધી રહી છે. દિલ્હીમાં ડિઝલની કિંમત ૨૯ પૈસા અને કોલકતામાં ૩૦ પૈસા તેમજ મુંબઈ અને ચેન્નાઈમાં ૩૧ પૈસા વધી હતી. જ્યારે કોલકતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ ક્રમશઃ ૭૦.૯૫, ૭૩.૦૫, ૭૬.૫૮ અને ૭૩.૬૫ રૂપિયા રહી હતી. આવી જ રીતે ચારેય મહાનગરમોમાં ડિઝલની કિંમતો ક્રમશ : ૬૫.૪૫, ૬૭.૨૩, ૬૮.૫૩ અને ૬૯.૧૪ રૂપિયા પ્રતિ લીટર રહી હતી. ચુંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં થઈ રહેલા વધારાને લીધે મોદી સરકારને સામાન્ય લોકોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. જોકે કિંમતોમાં વધારો જારી રખાયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો શરૂ કરાયો છે. દેશના જુદા જુદા ભાગોમાં વધારો થતા લોકોના બજેટ પર અસર થનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ગયા વર્ષે ચોથી ઓક્ટોબર સુધી કેટલાક મહિના સુધી કિંમતોમાં જોરદાર વધારો થયો હતો. દિલ્હીમાં એક વખતે પેટ્રોલની કિંમત ૮૪ રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. મુંબઇમાં કિંમત ૯૧ રૂપિયા સુધી પહોંચી હતી. જો કે ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીના ગાળા દરમિયાન કિંમતોમાં ઘટાડો થયો હતો. છેલ્લા કેટલાક સમય સુધી ઘટાડો જારી રહ્યો હતો. શુક્રવારના દિવસે તેલ કિંમતમાં ત્રણ ટકા સુધીનો વધારો રહ્યો હતો. વર્લ્ડ સપ્લાયમાં કાપ મુકવામાં આવ્યા બાદ ઓપેક દેશોના વલણઁની નોંધ લેવામાં આવી હતી. અમેરિકા અને ચીન વચ્ચે વૈશ્વિક વેપારને લઇને ખેંચતાણ પણ જારી છે. આંતરરાષ્ટ્રીય તેલ માર્કેટમાં કિંમતોમાં હવે વધી રહી છે. કારણ કે સાઉદી અરેબિયા તેમજ રશિયા જેવા દેશોએ તેલ ઉત્પાદન ઘટાડી દેવા માટે કેટલાક પગલા લીધા છે. ભારતીય બજારમાં આંતરાષ્ટ્રીય કિંમતોની સીધી અસર જોવા મળે છે. ભારત મોટા ભાગે અથવા તો ૮૦ ટકા તેલની આયાત પર આધારિત છે.

Related posts

INX मीडिया केस: चिदंबरम के आवास पहुंची CBI

aapnugujarat

બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છે : અમિત શાહ

aapnugujarat

‘मन की बात’ में बोले पीएम मोदी- नए कृषि कानून से किसानों को मिले अवसर और अधिकार

editor

Leave a Comment

UA-96247877-1