Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપની એક્સ્પાયરી ડેટ ખતમ થઇ ચુકી : મમતા

કોલકાતામાં વિપક્ષની પ્રચંડ રેલીમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, મોદી સરકારની એક્સપાયરી ડેટ ખતમ થઇ ગઈ છે. તમામ વિપક્ષી પક્ષો એક સાથે મળીને કામ કરવાનું વચન આપે છે. વડાપ્રધાન કોણ રહેશે તે અંગેનો નિર્ણય લોકસભા ચૂંટણી બાદ કરવામાં આવશે. વિપક્ષી નેતાઓ ઉપર સીબીઆઈ અને ઇડીના ચાલી રહેલા મામલા પર બોલતા મમતાએ કહ્યું હતું કે, જ્યારે આપે કોઇને પણ છોડ્યા નથી તો અમે લોકો આપને કેમ છોડીશું. કોલકાતામાં મમતા બેનર્જી દ્વારા પ્રાયોજિત રેલીમાં મમતા ખુબ જ ઉત્સાહિત દેખાયા હતા. ભાજપ અને મોદી ઉપર ખુબ પ્રહારો કર્યા હતા. મમતાએ કહ્યું હતું કે, કોઇના પર વ્યક્તિગત ટિપ્પણી કરવી અમારી સંસ્કૃતિ નથી પરંતુ અમે પણ તમામ ભેગા થઇને આપને છોડવા માંગતા નથી. જો આપની સાથે નથી તો એવા લોકો ચોર થઇ ગયા છે. તેમણે કહ્યું હતું કે, બંધારણમાં ફેરફાર કરવામાં આવે છે. ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવે છે. ભુગોળ બદલી નાંખવામાં આવે છે જ્યારે તમે તમામ ચીજો બદલી શકો છો તો અમે કેમ નહીં. મમતાએ કહ્યું હતું કે, ચૂંટણી પહેલા બે કરોડ લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું પરંતુ તેમની અવધિમાં કરોડો લોકો બેરોજગાર થયા છે. શાયરીના અંદાજમાં મમતાએ કહ્યું હતું કે, મુદઈ લાખ ચાહે તો ક્યાં હોતા હૈ વહી હોતા હૈ જો મંજુરે ખુદા હોતા હૈ. ગઠબંધન નેતાના પ્રશ્ન ઉપર મમતા બેનર્જીએ કહ્યું હતું કે, અમારે ત્યાં દરેક નેતા છે. ભાજપની પાર્ટી લીડરલેસ થઇ ગઈ છે. જ્યાં એક અધ્યક્ષ અને એક પીએમ નજરે પડે છે. પહેલા લોકો સીબીઆઈનું માન રાખતા હતા પરંતુ આ લોકોએ તેમની પ્રતિષ્ઠા ખરડી નાંખી છે. વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે મમતાએ કહ્યું હતું કે, અમારી ચિંતા એ નથી કે વડાપ્રધાન કોણ રહેશે. અમારી ચિંતા એ છે કે, ભાજપનું પતન થાય અને વડાપ્રધાન પદની ઉમેદવારી અંગે અમે નિર્ણય લઇશું. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા આજે ભાજપ વિરોધી પ્રચંડ રેલી યોજવામાં આવી હતી. જુદા જુદા પક્ષોના નેતાઓ એક દિવસ પહેલા જ એટલે કે શુક્રવારના દિવસે જ કોલકત્તા પહોંચી ગયા હતા. આ સંયુક્ત વિપક્ષી રેલીમાં મોટા ભાગના બિન એનડીએ પક્ષો સામેલ થયા હતા. રેલીમાં વિપક્ષી એકતાના દર્શન ચોક્કસપણે થયા હતા. દેશભરમાં વિરોધ પક્ષોના નેતાઓ પહોંચ્યા હતા. સંયુક્ત વિપક્ષી રેલી ઐતિહાસિક બ્રિગેડ પરેડ મેદાનમાં યોજાઇ હતી. આ રેલીમાં સામેલ થવા માટે પહેલાથી જ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, બસપના નેતા સતીશ મિશ્રા, એનસીપીના નેતા શરદ પવાર, ટીડીપીના નેતા ચન્દ્રાબાબુ નાયડુ અને ડીએમકેના નેતા સ્ટાલિન પહોંચી ગયા હતા. આ તમામ નેતાઓએ રાત્રે જ મમતા બેનર્જી સાથે બેઠક યોજી હતી. જેડીએસના નેતા અને કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામી, એચડી દેવગૌડા પણ પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા ખડગે પણ પહોંચી ગયા હતા. તેજસ્વી યાદવ, અજિત સિંહ પણ પહોંચ્યા હતા. ભાજપના અસંતુષ્ટ નેતા યશવંતસિંહા, શત્રુગ્ન સિંહા અને અરૂણ શૌરી પણ કોલકત્તા પહોંચી ગયા હતા. ઓરિસ્સા અને તેલંગણામાં શાક પક્ષના નેતા બીજુ જનતા દળે રેલીથી દુર રહેવાનો નિર્ણય કર્યો હતો. રાહુલ ગાંધી રેલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા ન હતા. તેમના તરફથી ખડગે પહોંચ્યા હતા. કોંગ્રેસ પોતે વિપક્ષી તાકાત તરીકે ઉભરી આવવા માટે ઇચ્છુક છે. રેલીનુ નેતૃત્વ કરી રહેલી મમતા બેનર્જીએ આજે રેલી પહેલા ગઇકાલે શુક્રવારના દિવસે તમામ નેતાઓની સાથે બેઠક યોજી હતી.

Related posts

શ્રીસંત પર આજીવન પ્રતિબંધ ઉઠાવવાનો કેરળ હાઈકોર્ટ દ્વારા આદેશ

aapnugujarat

प्रियंका ने कहा – भाजपा सरकार अर्थव्यव्स्था के मामले में इतनी भ्रमित क्यों है?

aapnugujarat

જમ્મુ અને કાશ્મીરમાં ખૂનની હોળી રમાઈ રહી છે : મહેબુબા મુફ્તી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1