Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ અને સોનિયા ગાંધીને ૧૦૦ કરોડ ચુકવવા ઈનકમ ટેક્સની નોટિસ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને ઈનકમ ટેક્સની નોટિસ મળી છે. આમાં સોનિયા અને રાહુલ ગાંધીને ૧૦૦ કરોડ રુપિયા ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. ઈનકમ ટેક્સ વિભાગે આ નોટિસ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની એસોસિએટ જર્નલ્સ લિમિટેડ સાથે સંબંધિત તેમની આવકના પરિક્ષણ બાદ જાહેર કરવામાં આવી છે. આવકવેરા વિભાગના ઓર્ડર અનુસાર ગાંધી પરિવારે ૩૦૦ કરોડ રુપિયાની ઈનકમ છુપાવી છે. આમાં ૧૦૦ કરોડ રુપિયાની ટેક્સની દેણદારી છે.
પ્રાપ્ત વિગતો અવુસાર આવકવેરા વિભાગે કહ્યું છે કે સોનિયા ગાંધીએ ૧૫૫.૪ કરોડ અને રાહુલ ગાંધીએ ૧૫૫ કરોડ રુપિયાની આવક ઓછી દર્શાવી છે. ઈનકમ ટેક્સ વિભાગ અનુસાર બીજીવાર આંકલન બાદ સામે આવેલી આ ઈનકમ આવકથી વધારે બતાવવામાં આવી છે. આઈટી અનુસાર વર્ષ ૨૦૧૧-૨૦૧૨માં રાહુલ ગાંધીએ પોતાની જાહેર કરેલી આવક માટે ૬૮.૧૨ લાખ ટેક્સ ચૂકવ્યો છે. તો આ સાથે આમાં આવકવેરા વિભાગના સુત્રોએ જણાવ્યું કે આમાં કોંગ્રેસ નેતા ઓસ્કર ફર્નાંડિસની આવક ૪૮.૯ કરોડ રુપિયા જણાઈ છે.
સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ટેક્સ મામલાઓને બીજીવાર ખોલવાની અરજી પર સુનાવણી થઈ. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સીનિયર એડવોકેટ પી. ચીદમ્બરમ સોનિયા ગાંધીના વકીલ તરીકે કોર્ટમાં પહોંચ્યા હતા. અહીંયા પી ચિદમ્બરમે જણાવ્યું કે તેમના વિરુદ્ધ ૪૪ કરોડ રુપિયાના કરની દેણદારી ખોટી રીતે દર્શાવવામાં આવી છે. ચિદમ્બરમે જણાવ્યું કે વિભાગના અધિકારી આંકલન વગર જ એ નિષ્કર્ષ પર આવી ગયા કે એસોસિએટ જર્નલ્સ લિમિટેડથી તેમના આંકલનથી જ એ નિષ્કર્ષ પર આવી ગયા કે એસોસિએટ જર્નલ્સ લિમિટેડથી તેમના કમાયેલા ૧૪૧ કરોડ રુપિયા બચી ગયા કારણકે તેને દર્શાવ્યા જ નહોતા.

Related posts

अकबरुद्दीन पर केस दर्ज

aapnugujarat

पंडित जवाहरलाल नेहरू की 131वीं जयंती : पीएम मोदी-राहुल गांधी समेत कई नेताओं ने दी श्रद्धांजलि

editor

बैलट पेपर से फिर चुनाव की मांग वाली याचिका पर SC का जल्द सुनवाई से इन्‍कार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1