Aapnu Gujarat
Uncategorized

ઇણાજ ગામે સાવત્રી સખી મંડળ દ્રારા ઉજવ્યો દશાબ્દી કાર્યક્રમ

વેરાવળ તાલુકા ના ઇણાજ ગામે “મીશન મંગલમ ” યોજના અંતરગત ચાલતા સાવત્રી સખી મંડળ ને દશ વર્ષ પૂર્ણ થઇ આવતા “દશાબ્દી ” ની ઉજવણી કરવામાં આવેલ ….
આ દશાબ્દી ઉજવણી પ્રસંગે અતિથિ વિશેષ તરીફ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉષાબેન કુસકીયા તથા મંત્રી યાસમીનબેન ચૌહાણ તથા વેરાવળ મહિલા કોંગ્રેસ પ્રમુખ જિજ્ઞાશાબેન રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંડળના પ્રમુખ કાજલબેન ભજગોત્તર ને સરાહનીય કામગીરી બાદલ સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા આ મંડળ એ ઉભું કરેલ ભંડોળ રૂ।.1,76,000 આ મંડળ ની 14 મહિલાઓને સરખે હિસ્સે રોકડ સ્વરૂપે ઉષાબેન કુસકીયા ના વરદ હસ્તે ચુકવવામાં આવેલ હતા..
આ તકે સાવત્રી સખી મંડળ ની બહેનો..
1) કાજલબેન ભજગોત્તર (2) ગંગાબેન બામણીયા (3) રાણીબેન રાઠોડ (4) જયાબેન બામણીયા (5) જીવીબેન રાઠોડ (6) દેવાઈબેન રાઠોડ (7) પ્રેમીબેન રાઠોડ (8) લક્ષ્મીબેન રાઠોડ (9) પુરીબેન રાઠોડ (10) લક્ષ્મીબેન રાઠોડ (11) સવીતાબેન ભજગોત્તર (12) હંસાબેન ભજગોત્તર (13) મંગીબેન ભજગોત્તર (14) પુષ્પાબેન પરમાર ઉપસ્થિત રહ્યાં હતા તેમજ આ ગામે આવેલ અન્ય સાંઈનાથ સખી મંડળ ને પણ પાંચ વર્ષ પૂર્ણ થઈ આવતા પ્રમુખ શ્રી રાજીબેન રાઠોડે તમામ સખી મંડળ ની હોદેદારો સાથે હાજર રહી ને એકઠું કરેલ 87 હજાર નું ભંડોળ નું વિતરણ કરવામાં આવેલ હતું આ તકે મહિલાઓ પ્રત્યે સદૈવ તત્પર રહેનાર અને મહિલાઓના કાયમી માર્ગદર્શક એવા જિલ્લા કૉંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયાનું બંને સખી મંડળો ની તમામ બહેનો એ ફુલહાર થી સ્વાગત કરી જીલ્લાભરાની બહેનોને હંમેશા પ્રોત્સાહિત કરવા બાદલ અભિનંદન પાઠવ્યા હતા

મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

રાજકોટની સેન્ટ મેરીઝ સ્કૂલમાં રાખડી બાંધીને આવવાની મનાઈ ફરમાવાઈ

aapnugujarat

Inside Martina, a Shake Shack-Like Approach to Pizza

aapnugujarat

વેરાવળ ખાતે જિલ્લા સંપર્ક કેન્દ્ર હેલ્પ લાઇન નંબર ૧૯૫૦ ડાયલ કરવાથી મતદાન નોંધણી-મતદાન મથક ચૂંટણી પ્રક્રીયા વિશે જાણકારી મળી શકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1