Aapnu Gujarat
શિક્ષણ

‘કેટ’ પરીક્ષામાં હર્ષ મહેતા ૯૯.૯૮ પર્સેન્ટાઇલ સાથે પ્રથમ સ્થાન મેળવવામાં સફળ

આઇઆઇએમ સહિતની દેશની ટોચની મેનેજમેન્ટ ઉચ્ચ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાતી કોમન એડમીશન ટેસ્ટ (કેટ) ની પરીક્ષાનું પરિણામ જાહેર જાહેર થયું છે જેમાં અમદાવાદના હર્ષ મહેતાએ ૯૯.૯૮ પર્સેન્ટાઇલ મેળવી સમગ્ર ગુજરાતમાં પહેલો ક્રમાંક હાંસલ કર્યો છે. અમદાવાદના ૨૬ વિદ્યાર્થીઓએ ૯૯ કરતા વધુ પર્સેન્ટાઇલ મેળવી શહેર નું નામ રોશન કર્યું છે. આ ૨૬માંથી દસ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ શિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડતી ટાઇમ(ટ્રાયમ્ફન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ એજયુકેશન)ના આવ્યા હોઇ આજે ટાઇમ સંસ્થા દ્વારા કેટમાં ઝળકેલા દસ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓના પરિણામ થકી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. કોમન એડમીશન ટેસ્ટના પરિણામમાં ગુજરાતના આશરે ૪૦ વિધાર્થીઓ સફળ થયા હોવાનો અંદાજ છે. જેમાં ટાઈમ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યૂટના ૧૦ વિધાર્થીઓનો સમાવેશ થાય છે કે જેમણે ૯૦ ટકા થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા છે. આ વિદ્યાર્થીઓમાં અમદાવાદના હર્ષ મેહતા-૯૯.૯૮ પર્સેન્ટાઇલ, પાર્થય શાહ-૯૯.૮૭ પર્સેન્ટાઇલ, અક્ષય ખત્રી-૯૯.૮૩ પર્સેન્ટાઇલ, વિશાલ અગ્રવાલ-૯૯.૬૩ પર્સેન્ટાઇલ અને સ્વરીના જૈન-૯૯.૦૫ પર્સેન્ટાઇલનો સમાવેશ થાય છે. ટાઇમ એજયુકેશનમાંથી તૈયારી કરનાર અને ૯૯.૯૮ પર્સેન્ટાઇલ ગુજરાતના ટોપર હર્ષ મેહતાએ એરોસ્પેસ એન્જીનીયરીંગમાં બી ટેક કર્યું છે અને તે હાલ ઈસરો ખાતે સાયન્ટીસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યો છે. હર્ષ મહેતાએ પોતાના પરિણામનો શ્રેય ટાઇમ સંસ્થાના ફેકલ્ટી અને તેની તાલીમ અને માર્ગદર્શનને આપતાં જણાવ્યું હતું કે, હું હાલમાં ઇસરોમાં ફરજ બજાવી રહ્યો છું અને તેથી અભ્યાસ કરવા માટેનો ખૂબ જ મર્યાદિત સમય હોય છે. મેં મારી નોકરી પછી સાંજે ૭ થી ૯ બેચમાં ટાઇમ એજ્યુકેશનમાં સમય નોંધાવ્યો હતો અને મારા સમયની અનુકૂળતા પ્રમાણે ટ્રેનીંગ લીધી હતી. ટાઈમ એજ્યુકેશનના ફેકલ્ટી ખુબજ નિષ્ણાત અને તજજ્ઞ છે જેમણે અમને દરેક સમયે અમારા પ્રશ્નોના નિરાકરણમાં ખુબજ મદદ કરી છે. ઓલ ઇન્ડિયા મોક્સ પરીક્ષાઓ આપ્યા પછી મને સમજાયું કે, હું ક્યાં ઉભો છું. ટાઈમ દ્વારા પૂરા પાડવામાં આવેલા વિગતવાર વિશ્લેષણથી મને એવા વિષયો શોધવા માટે મદદ મળી અને તેના દ્વારા હું મારા નબળા મુદ્દાઓ પર કામ કરી શક્યો અને પરીક્ષામાં મારા સશક્ત વિષયોનો પણ પ્રયાસ કરી શક્યો.હું આઇઆઇએમ કોલકાતામાં જવા માંગુ છું અને સ્પેસ સેક્ટરમાં મારુ કરિયર બનાવવા માંગુ છું. કેમકે આ ફિલ્ડમાં જવા વાળા લોકો ખુબજ નહિવત છે. દરમ્યાન ટાઈમ એજ્યુકેશન અમદાવાદના ડિરેક્ટર અજય સાહુ એ જણાવ્યું કે, અમારી સંસ્થા કેટ અને એમબીએ માટે ઉત્કૃષ્ટ કક્ષાની ટ્રેનિંગ પુરી પાડે છે. ટોચની બી-સ્કૂલમાં જવાની તૈયારી કરવા માટે અમારી સંસ્થામાં વિદ્યાર્થીઓને દરેક પ્રકારનું જ્ઞાન મળી રહે તેની અમે ખાતરી રાખીએ છીએ. દર વર્ષે હજારો એમબીએ ઉમેદવારો માટે કેટ (કોમન એડમીશન ટેસ્ટ) માટેનો વર્ગખંડ કાર્યક્રમ સૌથી વધુ પસંદગીનો વિકલ્પ અપનાવે છે. અમે વિદ્યાર્થીઓને વ્યકિતગત રીતે તેમની નબળાઈ પર ધ્યાન કેન્દ્રિત કરીને એ દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ જેથી બાળકો વધુ માં વધુ સારું રિઝલ્ટ લાવી શકીએ. ઉલ્લેખનીય છે કે, ટાઇમ સંસ્થાની કોર ટીમ અને ફેકલ્ટીમાં આઇઆઇટી અને આઇઆઇએમ ગ્રેજ્યુએટ્‌સ સહિત ૪૦થી વધુ નિષ્ણાત તજજ્ઞોનો સમાવેશ થાય છે. એમ.બી.એની સ્ટડી કરવા માટે આપવામાં આવતી એન્ટ્રન્સ એક્ઝામ કેટનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ભારતમાંથી કુલ બે લાખ અને દસ હજાર વિદ્યાર્થીઓએ કેટની પરીક્ષા આપી હતી. આ વર્ષની કેટની પરીક્ષાને આઇઆઇએમ-કલકત્તાએ કન્ડક્ટ કરી હતી.આઇઆઇએમ ઉપરાંત ૨૦૦ થી ૨૫૦ જેટલી કોલેજમાં કેટનું પરિણામ માન્ય ગણાય છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

આતંક પીડિતોને એમબીબીએસ અને બીડીએસ કોર્સમાં એડમિશન માટે અનામત મળશે

aapnugujarat

બોલો…શિસ્ત શીખવાડવા શિક્ષકોએ બાળકોને કૂતરા સાથે એક રૂમમાં પુરી દીધા!!

aapnugujarat

એસવીઆઈટી – વાસદ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1