Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નેતાઓ નહીં સામાન્ય ગુજરાતી નક્કી કરશે કે કોંગ્રેસનો કોણ હશે ઉમેદવાર, રાહુલે લીધો મોટો નિર્ણય

લોકસભાની ચૂંટણીને આડે હવે ૩ મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે સત્તામાં વાપસી કરવા કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારોની પસંદગીને લઇને કોંગ્રેસ દ્વારા બેઠકો પણ શરૂ કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાવાના કારણે કોંગ્રેસે વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી માટે કોઇ કચાશ છોડવા નથી માંગતી.કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ આરંભી દેવાઇ છે.
લોકસભામાં સક્ષમ ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસ દ્રારા આ વખતે નવો કિમીયો અજમાવવામાં આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના શક્તિ પ્રોજેક્ટમાં જોડાયેલા લોકોનો મેસેજ મારફતે જવાબ લેવામાં આવી રહ્યો છે કે તેઓ કોને પોતાના ઉમેદવાર માટે પસંદ કરી રહ્યાં છે. મઘ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સીએમની પસંદગી માટે પણ રાહુલ ગાંધીએ શક્તિ પ્રોજેક્ટમાં જોડાયેલા લોકોને ફોન કરી તેમના અભિપ્રાય લીધા હતા. ત્યારે લોકસભાના ઉમેદવાર માટે પણ આ જ પેટર્ન અમલમાં મુકવામાં આવી છે.લોકસભાના ઉમેદવારની પસંદગીને લઈને પ્રદેશ કોંગ્રેસ દ્રારા જિલ્લા અને તાલુકા સંગઠનની બેઠકો અને કામગીરી પર રિવ્યુ બેઠકો યોજવામાં આવી રહી છે. તો તમામ જિલ્લાઓમાં અનુભવી અને સિનિયર આગેવાનોની પ્રભારી તરીકેની નિમણુક કરીને ઉમેદવારની પસંદગી માટે ટાસ્ક સોંપી દેવાયા છે.શક્તિ પ્રોજેક્ટના રજીસ્ટ્રેશન માટે નેતાઓએ લોકોના ઘરે-ઘરે જવું ફરજીયાત છે. કોના વિસ્તારમાથી કોણે વધારે રજિસ્ટ્રેશન કર્યા તેનું ધ્યાન પણ રાહુલ ગાંધી અને તેની ટીમ દ્વારા રાખવામાં આવી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસ અને દિલ્હી હાઇકમાન્ડ એમ બંને દ્વારા ઉમેદવારની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરાઇ છે. ત્યારે માપદંડોના આધારે ટિકીટ વહેંચાય છે કે પછી સારા નહીં પણ મારાને ટિકીટ આપવામાં આવે છે તે જોવું રહ્યું.અર્જુન મોઢવાડિયાના ઘરે થયેલી બેઠક તેમજ યુવા નૈતૃત્વથી કોંગ્રેસના પીઢ નેતાઓ નારાજ હોવાના અહેવાલ પર જવાબ આપતા રાજીવ સાતવે કહ્યુ કે, “અર્જુનભાઈ અને બાકીના નેતાઓને અમે જવાબદારી આપી છે. વિધાનસભા અને લોકસભામાં સૌથી વધારે બેઠકો લાવવાની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. આ માટે આગામી દિવસોમાં બેઠકોનો દૌર ચાલશે. જેમાં અમુક બેઠકમાં હું પણ હાજર રહીશ. નારાજગી હોવાની અફવા ભાજપ ફેલાવી રહી છે. ચૂંટણી પરિણામ પછી તમને ખબર પડી જશે કે કોંગ્રેસ કેટલી તાકાત સાથે ઉભરી છે.”ફરજ મુક્તની વાત ક્યાંથી શરૂ થઈ તેવા સવાલના જવાબમાં સાતવે જણાવ્યુ કે, “હું નથી જાણતો કે આ વાત ક્યાંથી શરૂ થઈ છે, પરંતુ હું ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતાડીને જ ગુજરાતમાંથી રજા લઈશ.”

Related posts

फिर भारतीय सीमा में घुसा पाकिस्तानी ड्रोन

aapnugujarat

राज्यपाल सम्मेलन में बोले PM – शिक्षा नीति में सरकार का दखल कम होना चाहिए

editor

હેડલી ઉપર હુમલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1