Aapnu Gujarat
રાષ્ટ્રીય

શિક્ષણ ક્ષેત્રમાં ફાળવણીમાં વધારો કરવાની નિષ્ણાંતો દ્વારા માંગ કરાઈ

કેન્દ્રીય બજેટ આડે વધારે સમય રહ્યો નથી ત્યારે જુદા જુદા ક્ષેત્ર દ્વારા અને સંગઠન દ્વારા માંગ કરવામાં આવી રહી છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાંતો દ્વારા કેટલીક માંગ કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્ર માટે ફાળવણીને વધારી દેવા માટે ભલામણ કરી છે. સાથે સાથે જીએસટી હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે વધારે ટેક્સ રાહતો આપવા માટેની પણ માંગ કરી છે. નાણામંત્રી અરુણ જેટલીને લખવામાં આવેલા પત્રમાં કેટલીક માંગ કરવામાં આવી છે. જીએસટીને અમલી કરવામાં આવ્યા બાદ રજૂ કરવામાં આવનાર બજેટને લઇને તમામ તૈયારી ચાલી રહી છે. આ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે મોદી સરકાર માટે પણ આ બજેટ અતિ મહત્વપૂર્ણ સાબિત થનાર છે. વર્તમાન અવધિમાં મોદી સરકાર અંતિમ બજેટ રજૂ કરનાર છે જેમાં તમામ વર્ગના લોકોને ખુશ કરવા માટે અરુણ જેટલી પર પડકાર રહેશે. નાણામંત્રી અરુણ જેટલી અને વડાપ્રધાન પોતે પહેલાથી જ કહી ચુક્યા છે કે, સબકા સાથ સબકા વિકાસને ધ્યાનમાં લઇને બજેટ રજૂ કરવામાં આવશે. ચૂંટણીની કોઇ અસર તેમાં દેખાશે નહીં. રિચર્સ સંસ્થાઓને વેગ આપવામાં આવે તેવી રજૂઆત થઇ રહી છે. મર્યાદિત ટેક્સ મુક્તિના મામલામાં પણ ધ્યાન આપવામાં આવે તેમ કહેવામાં આવ્યું છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શૈક્ષણિક સંસ્થાઓએ એક સ્પષ્ટ અને અસરકારક કમિટિ બનાવવી જોઇએ જે જરૂરી સૂચનો કરી શકે છે.
મોટાભાગની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અને ખાનગી યુનિવર્સિટીઓ જે કેન્દ્ર અને રાજ્યોના નિયમો મુજબ આગળ વધી રહી છે તેમની સામે ગંભીર પ્રકારની નાણાંકીય સમસ્યા છે. તેમની પાસે પુરતા પ્રમાણમાં નાણા નથી. સાથે સાથે છુટછાટ પણ મળી રહી નથી.ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ નવા ટેક્સ બોજને ઉપાડવાની સ્થિતિમાં નથી.

Related posts

६ जुलाई को अपने संसदीय क्षेत्र वाराणसी आएंगे मोदी

aapnugujarat

પ્રવિણ તોગડિયાએ કહ્યું રામજન્મભૂમિ આંદોલન શરુ કરનાર એક કોંગ્રેસી નેતા હતા

aapnugujarat

સિટિઝનશીપ બિલ, ત્રિપલ તલાક બિલ અટવાઈ પડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1