Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રશિયાએ હાઈપરસોનિક મિસાઈલ સિસ્ટમનું પરીક્ષણ કર્યુ

રશિયા દ્વારા નવી હાઈપરસોનિક મિસાઈલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. રશિયાની નવી હાઈપરસોનિક મિસાઈલ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે વખતે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિન પણ હાજર હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે અવંગાર્ડ મિસાઈલ સિસ્ટમના સફળ પરીક્ષણ સંદર્ભે જણાવ્યું છે કે પુતિન રાષ્ટ્રીય સંરક્ષણ કેન્દ્ર પહોંચ્યા હતા અને તેમણે સિસ્ટમના પરીક્ષણને શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પરીક્ષણ સ્ટ્રેટજીક મિસાઈલ ફોર્સના સૈનિકોના દોમ્બારોવસ્કી લોન્ચિંગ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું છે. કામચટકા મિસાઈલ પરીક્ષણ ક્ષેત્રના કુરામાં મિસાઈલે બનાવવામાં આવેલા લક્ષ્યાંકને ભેદવામાં સફળતા મેળવી હતી. પુતિને અવંગાર્ડ મિસાઈલના નિર્માણકર્તા, પરીક્ષણમાં સામેલ લોકો અને સંરક્ષણ મંત્રાલયને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ધન્યવાદ આપ્ય હતા.
મહત્વપૂર્ણ છે કે પુતિને પહેલા જ દાવો કર્યો હતો કે અવંગાર્ડ મિસાઈલ સિસ્ટમ હાલની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ધડમૂળથી બદલી નાખશે. આ નવી હાઈપરસોનિક મિસાઈલ સિસ્ટમના આખરી પરીક્ષણ બાદ પુતિને કહ્યું હતું કે રશિયા પાસે હવે નવા પ્રકારનું સ્ટ્રેટજીક વેપન ઉપલબ્ધ છે અને અવંગાર્ડ સિસ્ટમ ૨૦૧૯થી ઉપયોગમાં લઈ શકાશે.
માર્ચમાં પોતાના વાર્ષિક સંબોધનમાં પુતિને કહ્યુ હતુ કે અવંગાર્ડ સિસ્ટમ નવી જનરેશનની ઈન્વિસિબલ વેપનરીમાં સામેલ થશે. આ હાઈપરસોનિક મિસાઈલ અવાજથી ૨૦ ગણી વધુ ઝડપથી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે તે કોઈપણ ડિફેન્સ સિસ્ટમને ભેદવા માટે સક્ષમ છે.

Related posts

Any use of force by US against Iran would lead to disaster : Putin

aapnugujarat

ASEAN Summit : External Affairs minister S Jaishankar discusses bilateral ties with Thai, New Zealand

aapnugujarat

Baghdadi Killed in US Army Top-Secret Operation

aapnugujarat

Leave a Comment

UA-96247877-1