Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહિલાએ પજવણી કરી રહેલા યુવકનું ગુપ્તાંગ કાપી નાખ્યું

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક મહિલાએ તેને પરેશાન કરી રહેલા એક ૨૭ વર્ષીય યુવકનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાએ આ માટે બે અન્ય વ્યક્તિની મદદ લીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મંગળવારે રાત્રે થાણેના નંદીવાલી ખાતે આ બનાવ બન્યો હતો. મળતી માહિતી પ્રમાણે પીડિત યુવક અને ૪૨ વર્ષીય મહિલા એક જ વિસ્તારમાં રહે છે. આ કેસમાં પોલીસે મહિલા અને પુરુષની ઓળખ જાહેર કરી નથી. મહિલાએ પોલીસને જણાવ્યું કે યુવકે છેલ્લા થોડા દિવસોથી તેણીનો ગેરફાયદો ઉઠાવી રહ્યો હતો, તેમજ તેનો પીછો કરી રહ્યો હતો.
જે બાદમાં મહિલાએ આ યુવકને શબક શીખવવાનું નક્કી કર્યું હતું અને પ્લાન ઘડી કાઢ્યો હતો. આ માટે મહિલાએ ૨૨ વર્ષીય તેજસ મહાત્રે અને ૨૫ વર્ષીય પ્રવીણ કેનિયાની મદદ લીધી હતી. પ્લાન પ્રમાણે મહિલાએ મંગળવારે રાત્રે યુવકને એક અવાવરું જગ્યા પર બોલાવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવક મહિલાની બતાવેલી જગ્યા પર પહોંચ્યો ત્યારે તેજસ અને પ્રવીણે તેની સાથે મારપીટ કરી હતી. આ દરમિયાન મહિલાએ યુવકનું ગુપ્તાંગ વાઢી નાખ્યું હતું. ત્રણેયને સ્થાનિક કોર્ટે ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

PNB घोटालाः नीरव मोदी की जमानत याचिका ब्रिटेन की अदालत ने सातवीं बार की खारिज

editor

રાહુલ ગાંધી સપ્ટેમ્બરમાં યુરોપિયન દેશોના પ્રવાસે જશે

aapnugujarat

धारा 370 को हटाकर देश की सुरक्षा खतरे में डाली : राहुल गांधी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1