Aapnu Gujarat
ગુજરાત

પ્રેસના સિમ્બોલની આડમાં દારૂ ભરેલી ટેક્ષી ઝડપાઈ

થરાદ પોલીસએ થર્ટી ફર્સ્ટમાં લઈ જવાતા દારૂ પર સપાટો બોલાવ્યો છે. જેથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. થરાદ પાસેથી “પ્રેસ” લખેલી તુફાન ટેક્ષી ઝડપાઇ છે. થરાદ પોલીસે માંગરોળ નજીકથી પ્રેસના સિમ્બોલની આડમાં વિદેશી દારૂ ભરેલી તુફાન ટેક્ષી તેમજ પાયલોટીંગ સ્કોર્પિયો સાથે બે શખ્સોને ઝડપી પાડયા છે. રાજસ્થાનથી ગુજરાતમાં માંગરોળ નજીકથી વિદેશી દારૂ ભરેલ તુફાન ટેક્ષી અને સ્કોર્પિયો સાથે બે શખ્સોને ઝડપી જેલ હવાલે કર્યો છે.તુફાન ટેક્ષીમાં ૨૭ પેટી અને તેમજ પાયલોટિંગ સ્કોર્પિયો સાથે ૭ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસ મથકે કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

आबू में अहमदाबाद के ७ सहित २८ लोग जुआ खेलते हुए गिरफ्तार

aapnugujarat

રાજપથ ક્લબ નજીક કન્સ્ટ્રકશન સ્ટ્રકચર તૂટી પડતાં મજુરનું મોત

aapnugujarat

અબડાસા-લખપતમાં ખનિજ ચોરો સામે તવાઇ આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1