Aapnu Gujarat
ગુજરાત

વિરમગામના સિધ્ધનાથ મહાદેવ ખાતે સામાજીક સમરસતા મહાયજ્ઞ યોજાયો

વર્તમાન સમયમાં સામાજિક વાતાવરણ બગડી રહ્યું છે, જ્ઞાતિઓ જાતિઓ વચ્ચે વૈચારિક અંતર વધી રહ્યું છે, જે રાષ્ટ્ર હિતમાં નથી. આ વિષયનું ચિંતન મનન કરીને, સામાજિક સમરસતા સમિતિ વિરમગામ તાલુકા દ્વારા વિરમગામના સિધ્ધનાથ મહાદંવ મંદિરના પ્રાંગણમાં ૨૧ કુંડી સામાજિક સમરસતા મહાયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરમગામ પંથકની ૨૬ વિવિધ જ્ઞાતિઓના ૪૬ યુગલોએ ભાગ લઇને ધન્યતા અનુભવી હતી અને મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સહભાગી બન્યાં હતાં.
સામાજિક સમરસતા મહાયજ્ઞમાં પ.પુ. શ્રી રાકેશદાસ ખાકી, પંચદેવ હનુમાનજી મંદિર, વિરમગામ,પ.પુ. શ્રી વસંતદાસ કાળીદાસ સાધુ, માનવ સેવા આશ્રમ,સરસાવડી,પ.પુ. શ્રી ભાણદાસ બાપુ ગૂરૂ દલુરામ સાધુ,રાધાકૃષ્ણ મંદિર,ભરવાડી દરવાજા વિરમગામ, પ.પુ. શ્રી ભાર્ગવભાઇ દિનબંધુ મહારાજ,આનંદ આશ્રમ વનથળ,પ.પુ. શ્રી નરેન્દ્ર મહારાજ વનથળ, પ.પુ. શ્રી નરભેરામજી જીવણદાસ સાધુ, પારડા, પ.પુ. શ્રી હરિદાસ સાધુ સાણંદ સહિતના સંતો મહંતોએ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યાં હતાં. વિરમગામના સુપ્રસિદ્ધ પંડિતજી શ્રી ચંદ્રકાંત ભાઈ શુકલના (“જ્યોતિષ વિભૂષણ” એવોર્ડ થી સન્માનિત) આચાર્યપદે મહાયજ્ઞ સંપન્ન થયો, અને ૬૦૦થી વધુ લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો.
સૌરાષ્ટ્રના સામાજિક સમરસતા સંયોજક મહિપાલજી ઠાકુરે જણાવ્યુ હતુ કે, સરહદ ઉપરના સૈનિક સરહદની સુરક્ષા કરે છે તો દેશ સુરક્ષિત છે, જેવું સન્માન સરહદના સૈનિકને આપીએ છીએ તેવું સન્માન આપણાં સ્વચ્છતાના સૈનિકોને આપવું જોઇએ. આ દેશમાં પ્રેમ સિવાય બીજું કંઈ નથી. કેટલાક સ્વાર્થી લોકોએ મનમાની કરીને સમાજને તોડવાના પ્રયત્નો કર્યા છે. આપણે સર્વની વાત કરીએ છીએ, આપણે ક્યારેય ભારતનો જ વિજય થવો જોઇએ, વિરમગામનો જ વિજય થવો જોઇએ એવુ કહેતા નથી. આપણે જય ઘોષ કરીએ છીએ કે ધર્મનો જય થાય, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના થાય, વિશ્વનું કલ્યાણ થાય. કેટલાક વિઘટનકારી લોકો દ્વારા દેશને જાતિ જાતિમાં તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના માટે વિદેશથી બહુ મોટું ફંડિંગ આવી રહ્યું છે. ભગવા વસ્ત્રધારી સંતોનાં સાંનિધ્યમાં જાવ તો સારી વાતો મળશે, પ્રેમ મળશે, સાચી સંવેદના મળશે, સાચો પ્રસાદ મળશે, જે તમને આવશ્યક હશે પરંતુ સાંતાની પાછળ દોડશો તો આ દેશનો ઉધ્ધાર નથી થવાનો. આપણે એ વિદેશી ષડયંત્ર ભોગ ન બનીએ. આપણે સૌ એક વર્ણના છીએ, આપણે સૌ એક જાતિના છીએ, આપણે ભારતમાતાના સંતાન છીએ, આપણે સૌ સનાતની હીન્દુ છીએ.
સાર્દુલભાઇ રાજપાલે જણાવ્યું હતું કે, આપણી વેદ પરંપરા, શ્રેષ્ઠ સંસ્કૃતિ, સમગ્ર વિશ્વ કલ્યાણની ભાવના રાખે છે. વિદેશી તાકાતો હિન્દુત્વ ઉપર આકરા પ્રહારો કરી રહી છે. સમાજીક સમસ્યાઓનો જો કોઇ ઉપાય હોય તો તે સામાજિક સમરસતા છે. પ.પુ. શ્રી વસંતદાસ કાળીદાસ સાધુએ જણાવ્યું હતું કે, સિધ્ધનાથ મહાદેવના પ્રાંગણમાં સામાજિક સમરસતા રૂપી એક ભગીરથ કાર્ય થઇ રહ્યુ છે. આવા ધાર્મિકમાં સંતોના આર્શિવર્વાદ લેવાએ મહાનતા છે. શુદ્ધ વિચારો આવ્યા હોય તો જ આવું સામાજિક સમરસતાનું કાર્ય થાય. ૨૧ કુંડી સામાજીક સમરસતા મહાયજ્ઞ થાય.
પ.પુ. શ્રી નરેન્દ્ર મહારાજે જણાવ્યું હતું કે,વિરમગામ ખુબ જ ભાગ્ય શાળી છે કે આવા સારા કાર્યો કરવાનાં વિચાર આવે છે. સામાજિક સમરસતા એટલે બધી જ્ઞાતિઓ એક થઇને ચાલશે તો ભારતને કોઇ ખંડિત કરી શકશે નહીં. વેદમાં કહેવાયું છે કે સંઘની શક્તિને કોઇ તોડી શકશે નહીં. પ.પુ. શ્રી ભાણદાસ બાપુએ જણાવ્યું હતું કે, ૨૧ કુંડી સામાજીક સમરસતાનું કાર્ય બહુ સારૂ છે. સૌ એકતા રાખજો, આ જગતમાં બધુ જ છે પરંતુ કર્મ સારા હોય તો સારી વસ્તુ પ્રાપ્ત થાય. બધા એકતા રાખજો અને બીજાને પણ સમજવાજો.
સામાજિક સમરસતા સમિતિ વિરમગામ તાલુકાના સંયોજક ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે,બધાં હિન્દુઓ એક જ માતા (ભારતમાતા)ના સંતાન છે, કોઇ પણ હિન્દુ નીચો નથી, હિન્દુ રક્ષા એ આપણી દિક્ષા (સંકલ્પ) છે તથા સમાનતા એ આપણો મંત્ર છે. વિરમગામ ખાતે આયોજિત ૨૧ કુંડી સામાજિક સમરસતા મહાયજ્ઞમાં વિવિધ જ્ઞાતિના ૪૬ નવદંપતિઓએ ઉત્સાહભેર ભાગ લઇને સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. તમામ લોકોએ યજ્ઞમાં સાથે બેસીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

Related posts

ગરીબી હટાવોના નારા સાથે કોંગીએ ૫૫ વર્ષ રાજ કર્યું છે : પંડ્યા

aapnugujarat

મોદી સાહેબે ૩૭૦ની કલમને કલમના એક જ ઝાટકે સમાપ્ત કરી : અમિત શાહ

aapnugujarat

ડોકટર દંપતિના ઘરમાં તસ્કરો ત્રાટકયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1