Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપી-બિહારના લોકોના કારણે એમપીના યુવાનોને નોકરી મળતી નથી : કમલનાથ

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બનતાંની સાથે જ કમલનાથ વિવાદના વમળમાં ઘેરાઇ ગયા છે. તેમણે રાજ્યમાં સ્થાનિક યુવાનોને નોકરી નહીં મળવા પાછળ બીજા રાજ્યના લોકોને જવાબદાર ગણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે બિહાર અને યુપીના લોકોના કારણે મધ્યપ્રદેશના સ્થાનિક લોકોને નોકરીઓ મળતી નથી.વાસ્તવમાં મુખ્યપ્રધાન કમલનાથે પ્રથમ દિવસે જ ઉદ્યોગો માટે નવી રાહત નીતિની જાહેરાત કરી છે.
આ નીતિ હેઠળ રાજ્યના ઉદ્યોગોમાં ૭૦ ટકા રોજગાર એમપીના યુવાનોને જ આપવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો મધ્યપ્રદેશમાં હવે માત્ર એવા જ ઉદ્યોગોને રાહત મળશે જે ૭૦ ટકા રોજગાર સ્થાનિક યુવાનોને આપશે.કમલનાથે આ નીતિની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે યુપી અને બિહાર જેેવા રાજ્યના લોકો અહીં આવે છે, પરંતુ તેના કારણે સ્થાનિક લોકોને રોજગાર મળતો નથી. મેં આ સંબંધિત ફાઇલને મંજૂરી આપી દીધી છે અને હવે જે ઉદ્યોગો ૭૦ ટકા સ્થાનિક યુવાનોને રોજગાર આપશે તેમને જ ઇન્સેન્ટિવ મળશે.
કમલનાથના આ નિવેદન પર ભાજપ ભડકી ઊઠ્યો છે. ભાજપે તેમના પર પ્રદેશવાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો છે. બિહારના લોકો અંગે કોંગ્રેેસ નેતા કમલનાથનું આ નિવેદન સખત શબ્દોમાં વખોડવા લાયક છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદે ટિ્‌વટ કરીને જણાવ્યું છે કે સત્તા પર આવ્યાને હજુ બે દિવસ પણ થયા નથી ત્યાં કોંગ્રેસ પાર્ટીનો ઘમંડ બહાર આવવા લાગ્યો છે અને તેનું અસલી ચારિત્ર્ય સામે આવી રહ્યું છે. કોંગ્રેસે સત્તા સંભાળતાની સાથે જ મધ્યપ્રદેશમાં પ્રદેશવાદના બીજ રોપવાનું શરૂ કરી દીધું છે.અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાનપદ ખુરશી સંભાળ્યાના માત્ર થોડા કલાકોમાં જ કમલનાથે ખેડૂતોના દેવા માફીની ફાઇલ પર સહી કરી દીધી નથી. ચૂંટણી દરમિયાન કોંગ્રેસે એવું વચન આપ્યું હતું કે જો એમપીમાં અમારી સરકાર આવશે તો અમે ખેડૂતોનાં દેવાં ૧૦ દિવસની અંદર માફ કરી દઇશું.મુખ્યપ્રધાન કમલનાથે કોંગ્રેસના આ વચનનો તાબડતોબ અમલ કરીને ખેડૂતોને રાષ્ટ્રીયકૃત અને સહકારી બેન્કો દ્વારા આપવામાં આવેલ રૂ.બે લાખ સુધીના અલ્પકાલીન પાક લોન માફ કરી દીધી હતી. આ ઉપરાંત કમલનાથે કન્યા વિવાહ યોજના હેઠળ આપવામાં આવતી રકમ વધારીને રૂ.પ૧,૦૦૦ કરી દીધી છે. એમપીમાં તેમણે ચાર ગારમેન્ટ પાર્ક બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.

Related posts

मोदी सरकार के ड्रीम प्रोजेक्ट को झटका दे सकती है ठाकरे सरकार

aapnugujarat

दिल्ली में किशोरी के साथ उनके दोस्तो ने किया गैंगरेप

aapnugujarat

અગ્નિ-૫ મિસાઇલ સેનામાં સામેલ કરી લેવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1