Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાયબરેલીમાં મોદીના કાર્યક્રમને લઇ ઉત્સુકતા

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢ જેવા ત્રણ મહત્વપૂર્ણ રાજય હાથમાંથી ગુમાવી દીધા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ચૂંટણીને લઇને જોરદાર કવાયત અને તૈયારી શરૂ કરવામાં લાગી ગયા છે. જેના ભાગરૂપે હવે મોદી આવતીકાલથી ઝંઝાવતી તૈયારીમાં લાગી જનાર છે. જેના ભાગરૂપે આવતીકાલે રવિવારે મોદી ગાંધી પરિવારના ગઢ ગણાતા રાયબરેલીમાં પહોંચનાર છે. મોદી રાયબરેલીમાં પહોંચ્યા બાદ આદુનિક કોચ ફેક્ટરીની મુલાકાત લેનાર છે. આ પ્રોજેક્ટને મોદી સરકાર પોતાની ફ્લેગશીપ સ્કીમ મેક ઇન ઇન્ડિયાની મોટી સફળતા તરીકે નિહાળે છે. અહીંના પ્રવાસ મારફતે મોદી વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટેની તૈયારીની પણ શરૂઆત કરશે. રેલવે મંત્રાલયના અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારત હવે શાનદાર ક્વાલિટીના કોચના નિર્માણ અને નિકાસના માર્કેટમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. એટલુ જ નહીં કોરિયા, જાપાન, ચીન, જર્મની અને તાઇવાન જેવા દેશોના નિષ્ણાંતો પણ અહીં આવીને ગયા છે. એક અધિકારીએ કહ્યુ હતુ કે અમે આના મારફતે અન્ય દેશો માટે પણ મેન્યુફેકચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. જાણકાર લોકો કહી રહ્યા છે કે કેટલાક દેશ બારતને કોચના મામલામાં મેન્યુફેકચરિંગ હબ તરીકે ઉપયોગ કરી શકે છે. આ ફેક્ટરીમાં ઉત્પાદન છેલ્લા ચાર વર્ષના ગાળામાં ૧૦ ગણુ વધી ચુક્યુ છે.ગાંધી પરિવારની બે સીટો રાયબરેલી અને અમેઠી પર ભાજપની નજર પહેલાથી જ રહી છે. કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાની, મનોજ સિંહા અને અરૂણ જેટલી અનેક લોકલક્ષી યોજનાઓ રજૂ કરીને અમેઠી અને રાયબરેલીને લઇને ઉદારતા દર્શાવી ચુક્યા છે. કુમાર વિશ્વાસ પોતે પણ આમ આદમી પાર્ટીની ટિકિટ પર અમેઠીમાંથી ચૂંટણી લડી ચુક્યા છે. દિનેશ સિંહે કહ્યુ છે કે તેઓ અમેઠીમાં લાંબા સમયથી લોકોની વચ્ચે રહીને તેમની સેવા કરી છે. તેઓ કોંગ્રેસના વફાદાર સેનિકની જેમ કામ કરી ચુક્યા છે. પરંતુ કોઇ પ્રોજેક્ટ માટે ગાંધી પરિવારે ક્યારેય કોઇ રસ દર્શાવ્યો નથી. તેમને કહ્યુ છે કે તેઓ ભાજપમાં સામેલ થઇ ચુક્યા છે. જો ભાજપ દ્વારા ટિકિટ આપવામા ંઆવશે તો ખુશી થશે.મોદી રાહુલ ગાંધીના ગઢ અમેઠી અને સોનિયા ગાંધીના ગઢ રાયબરેલીમાં ગાબડા પાડવા માટે આ વખતે જોરદાર રીતે કમર કસી ચુક્યા છે. આવી સ્થિતીમાં સોનિયા ગાંધીના મતવિસ્તારમાં મોદીની યાત્રાને લઇને કોંગ્રેસ પાર્ટીએ પણ ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. મોદીના કાર્યક્રમોને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે.

Related posts

ઈમરજન્સી વેળા કોંગ્રેસે દેશને જેલ બનાવી હતી : મોદી

aapnugujarat

જનધન ખાતા ધારકો માટે ૧૫મીએ અનેક જાહેરાતો

aapnugujarat

મ.પ્ર.-રાજસ્થાનમાં કોંગ્રેસ સાથે જોડાણ ન કરવા માયાની જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1