Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બાબરી ધ્વંસ થઇ હતી તે દિવસે બંધારણ પણ ધ્વંસ થયું હતું : શરદ યાદવ

લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવે બાબરી મસ્જિદ વિધ્વંસ અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, જે દિવસે બાબરી મસ્જિદ ધ્વંસ થઇ હતી, તે વખતે માત્ર એક માળખું તોડાયું નહતું, તે દિવસે ભારતનું બંધારણ પણ ધ્વંસ કરાયું હતું. જેને કારણે બંધારણની પવિત્રતા પણ ઓછી થઇ છે. કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગ દ્વારા આયોજીત બંધારણ દિવસ સમારોહમાં યાદવે આ અંગે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, અયોધ્યામાં જે તોડવામાં આવ્યું હતું તે માત્ર એક માળખુ નહતું. આ સાથે બંધારણ અને બંધારણની તમામ મર્યાદાને તોડવામાં આવી હતી. શરદ યાદવે ૨૫ નવેમ્બરે અયોધ્યામાં આયોજીત વીહીપની ધર્મ સંસદ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, બાબા સાહેબનું બંધારણ આસ્થા નહીં, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવે છે. જેના હેઠળ સંસદ કયારેય બહાર થતી નથી, પરંતુ હવે સંસદ બહાર થઇ રહી છે.

Related posts

નવી સિરિઝના જીડીપી ડેટા પર કોંગ્રેસનું બેવડું માપદંડ

aapnugujarat

મહારાષ્ટ્ર બંધ : હિંસક વિરોધ પ્રદર્શન બાદ બંધ પરત લેવાયું

aapnugujarat

અયોધ્યા રામ જન્મભૂમિના વિવાદિત નિવેદન પર નેપાળમાં ઘેરાયા PM ઓલી

editor

Leave a Comment

UA-96247877-1