Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં લગભગ સવા બે કરોડ બાળકો શાળામાં ભણવા માટે નથી જતા : રિપોર્ટ

પાકિસ્તાનમાં લગભગ સવા બે કરોડ બાળકો શાળામાં ભણવા માટે નથી જઈ શકતા. શાળામાં ભણવા નહીં જઈ શકનારા બાળકોમાં મોટા ભાગની છોકરીઓ છે. આ અંગેની માહિતી એક આંતરરાષ્ટ્રીય અધિકાર સમૂહ દ્વારા જાહેર કરવામાં આવી છે. હ્યુમન રાઈટ વૉચે આ અઠવાડીયે ‘હું મારી દીકરીનું પેટ ભરું, કે તેને ભણાઉ : બાળકીઓની શિક્ષામાં પડતી તકલીફો’ નામના એક રિપોર્ટમાં આ માહિતી જાહેર કરી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘જુલાઈ ૨૦૧૮માં ચૂંટાઈ આવેલી નવી સરકારે પોતાના ઘોષણાપત્ર (ઢંઢેરા)માં કહ્યું હતું કે સવા બે કરોડ બાળકો શાળાએ નથી જઈ શકતા. ખાસ કરીને છોકરીઓ શાળાએ જવાથી વંચિત રહી જાય છે.’ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાનમાં પ્રાથમિક શાળામાં જવાની ઉંમરની ૩૨ ટકા બાળકીઓ શાળાએ નથી જઈ શકતી. જ્યારે આ મામલામાં છોકરાઓનું પ્રમાણ છોકરીઓ કરતા ઓછુ છે.
શાળામાં ભણવા જવાની ઉંમર ધરાવતા ૨૧ ટકા બાળકો શાળાએ જઈ શકતા નથી. છઠ્ઠા ધોરણ સુધી આવતા-આવતા તો ૫૯ ટકા છોકરીઓને શાળામાંથી બહાર થઈ જવું પડતું હોય છે. કુલ છોકરીઓમાંથી ફક્ત ૧૩ ટકા છોકરીઓ જ નવમાં ધોરણ સુધી પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે. રિપોર્ટ અનુસાર, ૨૦૧૭માં પાકિસ્તાનમાં શિક્ષણ વિભાગ માટે જીડીપીના ૨.૮ ટકાથી પણ ઓછો ખર્ચો થતો હતો.

Related posts

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદોઃ આજીવન રાજકારણથી દૂર રહેશે નવાઝ શરીફ

aapnugujarat

ઓસ્ટ્રેલિયામાં હવે પાણીની પણ ચોરી !!!

aapnugujarat

ભારતીય નેવીના આઇએનએસ શારદાએ એડન ખાડીમાં શિપને ચાંચિયાઓથી બચાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1