Aapnu Gujarat
બિઝનેસ

બ્રિટિશ ઓઈલ કંપની-રિલાયન્સ ભારતમાં ત્રણ વર્ષમાં ૨૦૦૦ પેટ્રોલ પંપ ખોલશે

બ્રિટિશ ઓઈલ કંપની બીપી અને રિલાયન્સ આગામી ત્રણ વર્ષમાં ભારતમાં ૨૦૦૦થી વધારે પેટ્રોલ પંપ ખોલવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ બંને કંપનીઓ આ બિઝનેસમાં કેટલી ભાગીદારી હશે તેના પર ચર્ચા કરવામાં આવી રહી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશમાં પહેલાથી જ ૧૩૪૩ પેટ્રોલ પંપનું સંચાલન કરી રહી છે. તો બીરીને ઓકટોબર ૨૦૧૬માં દેશમાં ૩૫૦૦ આઉટલેટ્‌સ ખોલવાનું લાઈસન્સ મળ્યું હતું. ઉલ્લેખીય છે કે ભારત દુનિયાના એવા કેટલાક માર્કેટમાંથી એક છે જયાં ક્રૂડની માંગ સતત વધી રહી છે. આ કારણે જ હવે આ ક્ષેત્રમાં પ્રાઈવેટ કંપનીઓ ઝડપથી પોતાને જમાવવા ઈચ્છે છે.
ભારતમાં ક્રૂડ વેચાણના બિઝનેસમાં અત્યાર સુધી સરકારી કંપનીઓનો કબ્જો છે. બીપી ક્રૂડની શોધ અને તેના ઉત્પાદનમાં પહેલાથી જ રિલાયન્સની પાર્ટનરશીપ છે. ફેબ્રુઆરી ૨૦૧૧માં લંડનની આ કંપનીએ રિલાયન્સના ક્રૂડ અને ગેસના ઉત્પાદનના કરારમાં ૩૦ ટકા પાર્ટનરશીપ પર અધિગ્રહણ કર્યું હતું.
આ ઉપરાંત બંને કંપનીઓ ઈન્ડિયા ગેસ સોલ્યૂશન પ્રાઈવેટ લિમિટેડમાં પાર્ટનરશીપ છે. આ કંપની દેશમાં ગેસની ખરીદી અને તેના માર્કેટિંગનું કામ કરે છે. રિપોટ્‌ર્સ મુજબ ૨૦૦૫માં ક્રૂડ ઓઈલ માર્કેટમાં રિલાયન્સની પાર્ટનરશીપ ૧૨ ટકા હતી. પરંતુ સરકારી કંપનીઓ તરફથી સબસિડી પર ક્રૂડ વેચવાના કારણે ૨૦૧૪માં કંપનીની બજારમાં પાર્ટનરશીપ ૦.૫ ટકાથી પણ ઘટી ગઈ. નુકસાનના કારણે કંપનીએ દેશભરમાં રહેલા પોતાના મોટા ભાગના આઉટલેટ્‌સ બંધ કરી દીધા.

Related posts

સેંસેક્સ ૧૫૧ પોઇન્ટ સુધરીને બંધ

aapnugujarat

વેલ્થની સાથે વેલનેસ ઇચ્છો છો તો ભારત આવો : મોદી : દાવોસ વિશ્વ આર્થિક મંચમાં મોદી છવાયા

aapnugujarat

સેન્સેક્સમાં ૨૨૨ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1