Aapnu Gujarat
ગુજરાત

એસટીના કર્મચારીઓની ઓનલાઈન હાજરી પૂરાશે

હવેથી રાજ્ય વાહન વ્યવહાર નિગમ, અને એસટી નિગમના તમામ કર્મચારીઓએ પોતાની હાજરી પૂરાવવા માટે જીપીએસ લોકેશન શેર કરવું પડશે.  વિભાગીય નિયામક-પરિવહન અધિકારી અને તમામ ડેપો મેનેજરે લોકેશન આપવા પડશે. તમામ લોકોએ સવારે અને સાંજે હાજરી પૂરાવવી પડશે.હાજરી પુરાવવા વોટ્‌સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દીવાળીનો સમય નજીક આવ્યો છે. ત્યારે આ સમયગાળા દરમિયાન બહોળા પ્રમાણમાં એસટી સેવાનો મુસાફરો ઉપયોગ કરશે અને તેની સ્થિતીને ધ્યાનમાં રાખીને મોનિટરિંગની કામગીરી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગના તમામ અધિકારીઓની જીએપીએસ લોકેશન આધારીત હાજરીની ચકાસણી કરવામાં આવશે. આથી વિભાગીય નીયામક શ્રી, વિભાગીય પરિવહન અધિકારી, વિભાગીય યાંત્રીક ઈજનેર, સહિત તમામ ડેપો મેનેજરોએ જીપીએસ લોકેશન સવારે ૦૯ઃ૦૦ કલાકે તેમજ સાંજે ૧૯ઃ૦૦ કલાકે વ્હોટ્‌સઅપ નંબર ૭૨૨૬૯૯૦૪૨૪ પર ફરજિયાત મોકલવાના રહેશે.

Related posts

एएमटीएस के ड्राइवरों की लगातार तीसरे दिन हड़ताल

aapnugujarat

કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલો નકલી PSI ઝડપાયો

aapnugujarat

સરસપુરમાં લાખો શ્રદ્ધાળુ જમશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1