Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત-વિન્ડીઝ વચ્ચે પ્રથમ વનડે મેચ માટે તખ્તો તૈયાર

જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલથી પાંચ વનડે મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે ગુવાહાટી ખાતે રમાનાર છે. ડે નાઇટ મેચને લઇને કરોડો ચાહકો રોમાંચિત છે. હાલમાં જ રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયા જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. વિન્ડીઝ લડાયક દેખાવ કરવાના મુડમાં દેખાઇ રહી છે.શ્રેણીમાં અનેક નવા રેકોર્ડ ભારતીય ખેલાડીઓ કરનાર છે.પ્રથમ ક્રમાંકિત ખેલાડી વિરાટ કોહલીને વન ડે ક્રિકેટમાં દસ હજાર રન પૂર્ણ કરવાની તક રહેલી છે. કોહલીએ હજુ સુધી ૨૧૧ વનડે મેચોમાં ૫૮.૨૦ રનની સરેરાશ સાથે ૯૭૭૯ રન કર્યા છે. તેને ૧૦ હજાર રનની સિદ્ધી સુધી પહોંચવા માટે માત્ર ૨૨૧ રનની જરૂર છે. તે પાંચ વનડે મેચોની શ્રેણીમાં આ સિદ્ધી હાંસલ કરે તેવી શક્યતા છે. વિરાટ કોહલી હાલમાં જે રીતે ફોર્મમાં ચાલી રહ્યો છે. તે જોતા તેના માટે આ કામ બિલકુલ મુશ્કેલ દેખાઇ રહ્યો નથી. વિરાટ કોહલી હજુ સુધી આ રનમાં ૩૫ સદી અને ૪૮ અડધી સદી કરી ચુક્યો છે. તેની પાસે અડધી સદીની અડધી સદી બનાવવા માટેની પણ તક રહેલી છે. વિરાટ કોહલી હાલમાં વનડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ૧૩માં સ્થાને છે. મહેન્દ્ર સિંહ ધોની પણ વનડે ક્રિકેટમાં ૧૦૧૨૩ રન કરી ચુક્યો છે.શિખર ધવનને પણ પાંચ હજાર રન પૂર્ણ કરવાની તક રહેલી છે. શિખર ધવન હજુ સુધી ૧૧૦ મેચોમાં ૪૮૨૩ રન કરી ચુક્યો છે. રવિન્દ્ર જાડેજાને પણ નવી સિદ્ધી હાંસલ કરવાની તક રહેલી છે. રોહિત શર્માને હજુ પણ કેટલાક રેકોર્ડ કરવાની તક રહેલી છે. છગ્ગા મારવાના મામલે તે હવે ગાંગુલ અને સચિન તેન્ડુલકરને પાછળ છોડી શકે છે. રોહિત શર્માએ હજુ સુધી વનડે ક્રિકેટમાં ૧૮૮ મેચોમાં ૧૮૬ છગ્ગા લગાવ્યા છે. સચિન તેન્ડુલકરના ૧૯૫ અને સૌરવ ગાંગુલીના ૧૯૦ છગ્ગા ફટકારી દેવાના રેકોર્ડને તે વર્તમાન વેસ્ટ ઇન્ડિઝની સામેની શ્રેણીમાં તોડી શકે છે. તે હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. રોહિત શર્મા વનડે સ્પેશિયલ બેટ્‌સમેન તરીકે ગણવામા ંઆવે છે. વનડે મેચોમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પણ તેના નામ પર છે. તે ત્રણ બેવડી સદી વનડે ક્રિકેટમાં ફટકારી ચુક્યો છે.જે એક રેકોર્ડ છે. સચિનને પાછળ છોડી દેવા માટે રોહિત શર્માને વધુ ૧૦ છગ્ગાની જરૂર છે. તે પાંચ મેચોની શ્રેણીમાં આ સિદ્ધી હાંસલ કરી શકે છે. ભારતમાં સૌથી વધારે છગ્ગા ફટકારી દેવાનો રેકોર્ડ તો મહેન્દ્રસિંહ ધોનીના નામ પર છે. ધોનીએ ૩૨૭ મેચોમાં ૨૧૭ છગ્ગા ફટકારી દીધા છે. ધોની વનડે ક્રિકેટમાં બેસ્ટ ફિનિશર તરીકે ઓળખાય છે. તેની શક્તિશાળી બેટિંગના કારણે ભારતે અનેક રેકોર્ડ પહેલા પણ કર્યા છે. વ્યક્તિગત રેકોર્ડને લઇને પણ ભારતીય ખેલાડી સજ્જ છે. મેચને લઇને ગુવાહાટીમાં તમામ તૈયારી કરી લેવામાં આવી છે.હાલમાં ટેસ્ટ શ્રેણીમાં ભારતે વિન્ડીઝ પર ૨-૦થી જીત મેળવી છે. જેથી વનેડ શ્રેણીમાં પણ ટીમ ઇન્ડિયા ધરખમ દેખાવ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હાલમાં હૈદરાબાદમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પણ જીતીને ભારતે નવોે ઇતિહાસ સર્જ્યો હતો. ભારતે વેસ્ટઇન્ડિઝ ઉપર હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૂર હતી. જે ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી. આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં ભારતે અફગાનિસ્તાનને બેંગલોરમાં એક ઈનિંગ્સ અને ૨૬૨ રને હાર આપી હતી. ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો બંને દેશો વચ્ચે હજુ સુધી હૈદરબાદ ટેસ્ટ બાદ કુલ ૯૬ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૨૦ અને વેસ્ટ ઇન્ડિઝે ૩૦ ટેસ્ટ મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ડ્રો રહી છે.વન ડે શ્રેણી રોમાંચક બનશે.

વન-ડે રેકોર્ડ : વિન્ડીઝે ૬૧, ભારતે ૫૬ મેચ જીતી છે
ગુવાહાટીમાં આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પાંચ વન ડે મેચોની શ્રેણીની પ્રથમ ડે નાઇટ વનડે મેચ રમાનાર છે. તેમની વચ્ચે રમાયેલી મેચોના ઇતિહાસ પર નજર કરવામા ંઆવે તો વેસ્ટ ઇન્ડિઝનો દેખાવ ભારત કરતા પ્રમાણમાં સારો રહ્યો છે. જો કે વિન્ડીઝનો સુવર્ણ યુગ હતો ત્યારે વિન્ડીઝે મોટા ભાગની મેચોમાં ભારત સામે જીત મેળવી હતી. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિન્ડીઝની ટીમ મોટા ભાગે ભારતની સામે હારી છે. તેમની વચ્ચે હજુ સુધી કુલ ૧૨૧ મેચો રમાઇ રહી છે. જે પૈકી ૬૧માં વેસ્ટ ઇન્ડિઝની જીત થઇ છે. ભારતની ૫૬ મેચોમાં જીત થઇ છે. એક મેચ ટાઇ અને ત્રણ મેચો પરિણામવગરની રહી છે. તેમની વચ્ચે પ્રથમ મેચ પ્રુડેન્શિયલ વર્લ્ડ કપમાં રમાઇ હતી. નવમી જુન ૧૯૭૯માં આ મેચ રમાઇ હતી. એજબેસ્ટન ખાતે રમાયેલી આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ગ્રુપ બીની મેચમાં નવ વિકેટે જીત મેળવી હતી. તેમની વચ્ચે છેલ્લી મેચ છટ્ઠી જુલાઇ ૨૦૧૭ના દિવસે જમૈકા સબિના પાર્ક ખાતે રમાઇ હતી જેમાં ભારતે આઠ વિકેટે જીત મેળવી હતી. છેલ્લે શ્રેણીમાં ભારતે જીત મેળવી હતી. હવે ફરી શ્રેણી શરૂ થઇ રહી છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો આંકડા ખુબ રોમાંચક રહ્યા છે. જો કે છેલ્લા ૧૬ વર્ષમાં સ્થિતી બદલાઇ ગઇ છે અને આ વર્ષોમાં ભારતનુ પ્રભુત્વ રહ્યુ છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો બંને દેશો વચ્ચે હજુ સુધી કુલ ૯૬ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૨૦ અને વેસ્ટ ઇન્ડિઝે ૩૦ ટેસ્ટ મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ્‌ ડ્રો રહી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા ભારતીય ટીમ પર પ્રભુત્વ ધરાવતી હતી. જ્યારે ક્લાઇવ લોઇડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી ત્યારે તેમની ટીમ ખુબ શક્તિશાળી હતી. એ વખતે ભારતીય ટીમ પ્રમાણમાં નબળી હતી. વેસ્ટ ઇન્ડિઝના બોલરોનુ પ્રભુત્વ રહેલુ હતુ.વિન્ડીઝની ટીમમાં માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટસ અને અન્ય બોલરો હતા. જે શક્તિશાળી હતા. તેમની સામે રમવામાં તો દરેક બોલરોને તકલીફ પડતી હતી. બંને ટીમો ગુવાહાટી પહોંચી ગયા બાદ જોરદાર તૈયારીમાં લાગી હતી. હોલ્ડરના નેતૃત્વમાં વિન્ડીઝની ટીમ પણ લડાયક દેખાવ કરવા માટે ઇચ્છુક છે. ટેસ્ટ શ્રેણીમાં હારી ગયા બાદ વનડેમાં આ ટીમ પ્રમાણમાં સારો દેખાવ કરી શકે છે.

Related posts

મોહંમદ શમીની પત્ની દ્વારા ૧૦ લાખના ભથ્થાની માંગ

aapnugujarat

२८ पर्सेंट रेट वाले स्लेब पर फिर से विचार होगा : जीएसटी काउंसिल की बैठक ९-१० नवम्बर को होगी

aapnugujarat

આઇસીસી પેનલમાં બે ભારતીય અમ્પાયરોનો સમાવેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1