Aapnu Gujarat
બિઝનેસ

અમેરિકા ભારતને કરન્સી દેખરેખ યાદીમાંથી દૂર કરશે

અમેરિકા સાથે મુખ્ય ટ્રેડિંગ પાર્ટનરની કરન્સી મોનિટરિંગની યાદીમાંથી ભારતને દૂર કરવામાં આવશે એમ ટ્રેઝેરી  ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું. નવી દિલ્હી દ્વારા કેટલીક ચિંતાઓ દર્શાવવામાં આવતાં તે દિશામાં પગલાં લેવાતાં અને કેટલીક બાબતોને આધારે આ પગલું લેવામાં આવશે.
એપ્રિલમાં ભારતને વિદેશી હૂંડિયામણની નીતિ અંતર્ગત અમેરિકાએ કરન્સી મોનિટરિંગ યાદીઓમાં મૂક્યું હતું. આ યાદીમાં ચીન, જર્મની, જાપાન, દક્ષિણ કોરિયા અને સ્વિત્ઝર્લેન્ડ રહ્યા હતા જેની સાથે ભારતને મૂકવામાં આવ્યું હતું.ટ્રેઝેરી ડિપાર્ટમેન્ટે તેના છેલ્લા રિપોર્ટમાં સમાન યાદી જાળવી રાખી હતી પણ બુધવારે કહ્યું હતું કે, ભારતની વર્તમાન નીતિ છેલ્લા છ મહિના દરમિયાન રહી હતી તે યથાવત્‌ રહેશે તો આગામી દ્વિ-વાર્ષિક રિપોર્ટમાંથી દૂર કરવામાં આવશે. ભારતના સંજોગો નોંધનીય બદલાયા છે, જે મુજબ સેન્ટ્રલ બેન્કે ૨૦૧૮ના છેલ્લા છ મહિનામાં વિદેશી હૂંડિયામણનું વેચાણ જૂન ૨૦૧૮ના અંતે પૂરા થતા ચાર ત્રિમાસિક ગાળાની સરખામણીએ વધ્યું હતું જે ઘટીને ચાર અબજ ડોલર હતું અથવા જીડીપીના ૦.૨ ટકા ગણાય એમ ટ્રેઝેરી વિભાગ દ્વારા તેના અર્ધ-વાર્ષિક અમેરિકા સાથે મુખ્ય ટ્રેડિંગ પાર્ટનરના માઈક્રો ઇકોનોમીક એન્ડ ફોરેન એક્સ્ચેન્જ પોલિસી રિપોર્ટમાં જણાવ્યું હતું. રિપોર્ટમાં જણાવાયું હતું કે, ૨૦૧૭થી નોંધનીય ફેરફાર જોવાયા હતા જ્યારે જીડીપીના બે ટકાથી વધુ ફોરેન એક્સ્ચેન્જની ચોખ્ખી ખરીદી કરવામાં આવી હતી. તાજતેરમાં વેચાણથી ફોરેન પોર્ટફોલિયો પ્રવાહમાં ફેરફારથી થયો છે. ભારતમાંથી ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં વિદેશી રોકાણકારોએ પોર્ટફોલિયો કેપિટલ પાછી ખેંચી હતી.રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ડોલર સામે રૂપિયો આશરે સાત ટકા કરતાં વધુ તૂટ્યો હતો. અમેરિકા સાથે ભારતના આપસી વેપાર ઘણા મોટા છે અને જૂન ૨૦૧૮ સુધીના ચાર ત્રિમાસિક ગાળામાં તે ૨૩ અબજ ડોલરથી વધુ રહ્યા હતા જ્યારે કે ભારતની જીડીપીના ચાલુ ખાતાની ખાધ ૧.૯ ટકાની રહી હતી. આને કારણે ૨૦૧૫નાં ધોરણો અનુસાર હવે ભારતે ત્રણમાંથી એક નિયમનું પાલન કરવાનું રહે છે. હવે જો આ સ્થિતિ આગામી રિપોર્ટ બનાવવામાં આવે ત્યાં સુધી યથાવત્‌ રહેશે તો ભારતને મોનેટરિંગ લિસ્ટમાંથી દૂર કરવામાં આવશે એમ ટ્રેઝેરીએ જણાવ્યું હતું.

Related posts

એસબીઆઈ ગ્રાહક નેટ બેન્કિંગથી રોજ ૨૫ હજાર મોકલી શકશે

aapnugujarat

ચંદા કોચર સંદર્ભે પેનલનો હેવાલ બે મહિનામાં આવશે

aapnugujarat

HyperX Exhibits a Superb Gaming Experience In Ahmedabad

aapnugujarat

Leave a Comment

UA-96247877-1