Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ચંદા કોચર સંદર્ભે પેનલનો હેવાલ બે મહિનામાં આવશે

આઈસીઆઈસીઆઈ બેંકના ચેરમેન જીસી ચતુર્વેદીએ કહ્યું છે કે, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર ચંદા કોચરને ચાલુ રાખવાના સંદર્ભમાં નિર્ણય જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણ પેનલના અહેવાલ બાદ લેવામાં આવશે. તેમની સામે આ પેનલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અઢી મહિનાની અંદર અહેવાલ સોંપવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ દ્વારા આ પેનલનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે જે કોચર સામે કરવામાં આવેલા આક્ષેપોમાં તપાસ કરી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા લોન મંજુર કરવામાં કોચર દ્વારા ચોક્કસ પ્રકારની તરફેણની રણનીતિ અપનાવવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવી ચુક્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, અહેવાલ પેન્ડિંગ છે ત્યાં સુધી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપવી યોગ્ય રહેશે. આરબીઆઈના ધારાધોરણના કારણે હાલમાં ઘણી બેંકોને નુકસાન થઇ રહ્યું છે. ચંદા કોચરના સંદર્ભમાં શ્રીકૃષ્ણ પેનલનો અહેવાલ બે મહિનામાં આવી જશે. પ્રથમ ત્રિમાસિક ગાળાના નુકસાનના આંકડામાં જણાવવામાં આવ્યું હતું કે, બેડલોન માટે ઉંચી પ્રોવિઝિનિંગના કારણે આઈસીઆઈસીઆઈ બેંકને ૧.૧૯ અબજ રૂપિયાનું નુકસાન થયું હતું. ફેબ્રુઆરી મહિનામાં જારી કરવામાં આવેલા આરબીઆઈના પરિપત્રમાં બેંકોને કેટલીક સૂચના આપવામાં આવી હતી. ચતુર્વેદીએ આશા વ્યક્ત કરી હતી કે, પાવર પ્રોજેક્ટના સંદર્ભમાં ટૂંકમાં જ કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે. ચંદા કોચરને લઇને સેબી દ્વારા પણ તપાસ કરવામાં આવી રી છે. અર્થશાસ્ત્રી અને પૂર્વ મુખ્ય આર્થિક સલાહકારનું કહેવું છે કે, ઇચ્છિત ઉદ્દેશ્યોને હાસલ કરવા માટે બેંકોના રાષ્ટ્રીયકરણને લઇને પણ સમીક્ષા થઇ શકે છે. યુકો બેંકના એમડી અને સીઈઓ રવિ કૃષ્ણનનું કહેવું છે કે, વર્તમાન લઘુત્તમ મૂડીના ધારા ધોરણ વધારે કઠોર છે.

Related posts

राहुल के इस्तीफे पर बोली मैडम सिद्धू-यह उनका निजी फैसला

aapnugujarat

પેટ્રોલ – ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી હાલ નહીં ઘટે : ઉંચી કિંમતથી પરેશાની

aapnugujarat

મદ્રાસ હાઈકોર્ટમાંથી ૧૦૦ કેસોની ફાઈલ ગાયબ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1