Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગુજરાત કેડરના ૧૮ આઇએએસ પીએમઓમાં

નરેન્દ્ર મોદી સરકારમાં ગુજરાત કેડરના દોઢ ડઝનથી વધારે આઇએએસ અધિકારી મહત્વપૂર્ણ હોદ્દા પર હાલમાં ફરજ બજાવી રહ્યા છે. માહિતી અધિકાર હેઠળ એકત્રિત કરવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યુ છે કે કેન્દ્ર સરકારમાં તૈનાત રહેલા ૪૯૨ આઇએએસ અધિકારી પૈકી ૧૮ ગુજરાત કેડરના અધિકારી છે. તેમની સંખ્યા આશરે ચાર ટકાની આસપાસ છે. જો કે તેમની ગોઠવણી સૌથી મહત્વપૂર્ણ ગણાતા હોદ્દા પર કરવામાં આવેલી છે.
વેબસાઇટ ધ પ્રિન્ટના કહેવા મુજબ આ ૧૮ અધિકારી પૈકી ચાર વડાપ્રધાનની કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે જ્યારે નાણાં મંત્રાલયમાં અને બે કેન્દ્રિય ગૃહ મંત્રાલયમાં ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત કેડરની ૧૯૮૮ બેંચના આઇએએસ અધિકારી અરવિન્દ કુમાર શર્મા પીએમઓમાં વધારાના સચિવ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ પીએમઓમાં તૈનાત ગુજરાત કેડરના સૌથી વરિષ્ઠિ આઇએએસ અધિકારી તરીકે છે. જ્યારે વર્ષ ૧૯૯૬ની બેંચના ગુજરાત કેડરના અધિકારી રાજીવ ટોપ્નો પણ વડાપ્રધાનના અંગત સચિવ તરીકે રહેલા છે. વર્ષ ૨૦૦૪ની બેંચના આઇએએસ અધિકારી રાજેન્દ્ર કુમાર પીએમઓમાં નિર્દેશક તરીકે છે. વર્ષ ૨૦૦૯ની બેંચના એસઆર ભાવસ્વર પીએમના ઓએસડી તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ચાર અધિકારી ઉપરાંત વર્ષ ૧૯૭૨ની બેંચના સેવાનિવૃત અધિકારી પીકે મિશ્રા પીએમના વધારાના મુખ્ય સચિવ તરીકે રહેલા છે. મોદી સરકારે વર્ષ ૨૦૧૪માં તેમની ગોઠવણી પાંચ વર્ષના ગાળા માટે કરી હતી. આ પહેલા વર્ષ ૨૦૦૧તી વર્ષ ૨૦૦૪ સુધી તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેમના મુખ્ય સચિવ તરીકે રહ્યા હતા. આ ઉપરાંત પણ ગુજરાતના અનેક અધિકારી કેન્દ્રમાં મહત્વના હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે.
અનિલ ગોપીશંકર, ગુરૂપ્રસાદ મોહાપાત્રા, અનિચા કરવાલ, પણ કેન્દ્રમાં ફરજ બજાવી રહ્યા છે. અનિતા કરવાલ સીબીએસઇના અધ્યક્ષ તરીકે રહ્યા છે. આવી જ રીતે નરેન્દ્ર મોદીએ ગુજરાત કેડરના કેટલાક અન્ય અધિકારીને પણ કેન્દ્રમાં બોલાવીને તેમને મોટી જવાબદારી સોંપી દીધી છે. વર્ષ ૧૯૮૪ની બેંચના આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને સીબીઆઇમાં નાયબ નિર્દેશક બનાવી દેવામાં આવ્યા છે. વર્ષ ૧૯૮૭ની બેંચના એકે શર્મા અને વર્ષ ૧૯૮૮ની બેંચના પ્રવીણ સંહાને પણ મોદી સરકારે મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. પ્રવીણ સિંહા સીબીઆઇમાં સંયુક્ત નિર્દેશકના હોદ્દા પર કામ કરી રહ્યા છે.
એ.કે. શર્મા પર હાલમાં જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે વિજય માલ્યાના મામલામાં લુક આઉટ નોટીસને તેમના દ્વારા કમજોર કરી દેવામાં આવી હતી. જેના કારણે માલ્યાને ફરાર થવામાં મદદ મળી હતી.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે શર્મા મોદીના ખાસ માણસ તરીકે છે. ગુજરાત કેડરના સૌથી વરિષ્ઠ અને વર્ષ ૧૯૮૧ની બેંચના હસમુખ અધિયા હાલમાં કેન્દ્રિય નાણાં સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ જ મંત્રાલયમાં અતનુ ચક્રવર્તિ પણ છે. ગીરિશ ચન્દ્ર મુર્મ મહત્વપૂર્ણ હોદ્દા પર છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયમાં પણ વી થિરુપુગ્ગા અને પ્રવીણભાઇ ખોડાભાઇ સોલંકી ફરજ બજાવી રહ્યા છે. મોદી સરકારમાં ગુજરાત કેડરના અચ્છે દિન હોવાની ચર્ચા કેન્દ્રિચ વર્તુળોમાં વારંવાર સાંભળવા મળે છે. બીજી બાજુ વિરોધ પક્ષો દ્વારા વારંવાર આરોપ કરવામાં આવે છે કે મોદી પોતાની ઇચ્છાથી અધિકારીઓની નિમણૂંક કરી છે.

Related posts

मायावती खिलाफ क्यों चुप्पी साधे हुए हैं अखिलेश यादव

aapnugujarat

કુમારસ્વામીના શપથ પર ૪૨ લાખનો ખર્ચ થયો

aapnugujarat

सोने के दाम में गिरावट, चांदी की कीमत भी आई नीचे

editor

Leave a Comment

UA-96247877-1