Aapnu Gujarat
મનોરંજન

સિદ્ધાર્થ મલ્હોત્રા કરણ જોહર કેમ્પને અલવિદા કરશે…!!?

ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની શોધ સમાન અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા હવે કરણ જોહર કેમ્પ છોડવાની તૈયારી કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. ૨૦૧૨માં કરણે એને આલિયા ભટ્ટ અને વરુણ ધવન સાથે પોતે ડાયરેક્ટ કરેલી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યરમાં ચમકાવ્યો હતો. ત્યારપછી પણ કરણે એને એક કરતાં વધુ ફિલ્મમાં તક આપી હતી. પરંતુ આલિયા ભટ્ટ અને વરુણ ધવનની તુલનાએ સિદ્ધાર્થ પાછળ રહી ગયો હતો અને છેલ્લાં છ સાત વરસમાં એ એક પણ સુપરહિટ કહેવાય એવી ફિલ્મ આપી શક્યો નથી. બીજી બાજુ વરુણ અને આલિયા અત્યારે ટોચના કલાકારો ગણાતા થઇ ગયાં છે. સિદ્ધાર્થને અત્યાર સુધીમાં એની પ્રતિભા પુરવાર કરવાની ઘણી તક મળી હતી. એક વિલન, કપૂર એન્ડ સન્સ, બાર બાર દેખો, અ જેન્ટલમેન, બ્રધર,ઇત્તેફાક અને ઐયારી જેવી ફિલ્મો મળી હોવા છતાં એ એક પણ હિટ આપી શક્યો નથી એટલે સ્વાભાવિક રીતે જ કરણ જોહરને પણ એની પ્રતિભા વિશે શંકા જાગવા માંડી હતી અને એણે એક કરતાં વધુ વખત સિદ્‌ને કહ્યું હતું કે તું ફરી એકવાર એક્ટિંગ સ્કૂલ જોઇન કરી લે. આથી કંટાળેલા સિદે હવે કરણ જોહર કેમ્પ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે.

Related posts

‘मणिकर्णिका रिटर्न्‍स : द लीजेंड ऑफ दिद्दा’ में दिखेंगी कंगना

editor

મને સોફ્ટ પોર્ન ફિલ્મની ઓફર થઈ હતી : કંગના રાણાવત

aapnugujarat

રાધિકા આપ્ટે ડબલ રોલમાં નજરે પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1