Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રિપલ તલાક બિલમાં સુધારાને કેબિનેટની બહાલી

ત્રિપલ તલાક પર લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા બાદ કેન્દ્રીય કેબિનેટે આખરે ત્રિપલ તલાક બિલમાં સુધારાને લીલીઝંડી આપી દીધી છે. અલબત્ત તે બિનજામીનપાત્ર અપરાધ તરીકે જ રહેશે પરંતુ મેજિસ્ટ્રેટ દ્વારા તેમાં જામીન આપી શકાશે. કેન્દ્રની ભાજપ સરકાર ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા આને મોટી સફળતા તરીકે રજૂ કરવા માટે ઇચ્છુક છે. આજ કારણસર કેટલાક ફેરફાર પણ કરવામાં આવી રહ્યા છે. ઇન્સ્ટન્ટ ત્રિપલ તલાક બિલ હજુ પાસ કરવામાં આવ્યો નથી ત્યારે તેમાં સુધારાને કેન્દ્રીય કેબિનેટે લીલીઝંડી આપી દીધી છે. આ ગુના માટે મેજિસ્ટ્રેટ દ્વારા હવે જામીન આપી શકાશે. અલબત્ત આ ગુનો બિનજામીનપાત્ર તરીકે અકબંધ રહેશે. ડિસેમ્બર મહિનામાં જ લોકસભા દ્વારા એક બિલ પસાર કરવામાં આવ્યું હતું જેમાં ઇન્સ્ટન્ટ તલાક બિલને ક્રિમિનલ ગુના તરીકે ગણવાની જોગવાઈ કરવામાં આવી છે. જુદા જુદા વિરોધ પક્ષના સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા શ્રેણીબદ્ધ સુધારાઓને ફગાવી દેવામાં આવ્યા બાદ બિલ પાસ કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષો દ્વારા અનેક પ્રકારના વાંધાઓ હોવા છતાં આ બિલને એજ દિવસે પસાર કરવામાં આવ્યું હતું જે દિવસે આ રજૂ કરવામાં આવ્યું હતું. નિચલા ગૃહમાં સ્પષ્ટ બહુમતિ ભાજપ સરકાર પાસે હોવાથી આ બિલ એજ દિવસે પાસ કરવામાં આવ્યું હતું. ડ્રાફ્ટ બિલને મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર સુરક્ષા નામ આપવામાં આવ્યું છે. કોઇપણ વ્યક્તિ દ્વારા તલાક આપવાના કેસમાં કઠોર કાર્યવાહીની જોગવાઈ આમા કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક સ્વરુપમાં અથવા તો લેખિતમાં અથવા તો મૌખિકરીતે પોતાની પત્નિને તલાકના કેસમાં કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. આને સંપૂર્ણપણે ગેરકાયદે ગણવાની વાત કરવામાં આવી હતી. ડ્રાફ્ટ બિલમાં પણ જેલની સજાની જોગવાઈ રાખવામાં આવી છે. જેને વધારીને ત્રણ વર્ષ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત દંડની જોગવાઈ પણ રાખવામાં આવી છે. છેલ્લા સત્રમાં રાજ્યસભામાં આ બિલ પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીવ્ર ચર્ચા થઇ હતી. બંને પક્ષો પોતપોતાની માંગ ઉપર મક્કમ રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ દલીલ કરી હતી કે, આ બિલમાં ઘણી ખામીઓ રહેલી છે જેથી આ બિલને સ્થાયી સમિતિ પાસે મોકલવામાં આવે તે જરૂરી છે. કોંગ્રેસ પાર્ટીની એવી માંગ પણ હતી કે, પીડિત મહિલાના પતિને જેલમાં મોકલવાની સ્થિતિમાં મહિલાને ભથ્થુ આપવાના સંદર્ભમાં પણ સુધારા કરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક મંચ ઉપરથી ત્રિપલ તલાકના મુદ્દે કોંગ્રેસ ઉપર પ્રહાર કરી ચુક્યા છે. છ દિવસ પહેલા જ આઝમગઢમાં એક રેલી દરમિયાન મોદીએ કહ્યું હતું કે, શું કોંગ્રેસ પાર્ટી માત્ર મુસ્લિમ પુરુષોની પાર્ટી બની ગઈ છે. કોંગ્રેસ પાર્ટી જાણી જોઇને ત્રિપલ તલાકને લટકાવીને મુસ્લિમ મહિલાઓના વિકાસ આડે અચડણો ઉભી કરી રહી છે. રાજકીય પક્ષોના જોરદાર વિરોધ વચ્ચે અગાઉ ૨૮મી ડિસેમ્બરના દિવસે લોકસભામાં વોઇસ વોટથી આ બિલને પસાર કરવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ સુધી સજાની જોગવાઈ આમા કરવામાં આવી હતી. સૂચિત કાયદો જમ્મુ કાશ્મીર સિવાય તમામ જગ્યાએ અમલી બનનાર છે. ત્રિપલ તલાકને સજાપાત્ર બનાવવા અને બિનજામીનપાત્ર ગુના તરીકે બનાવવાની આમા જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદ કહી ચુક્યા છે કે, આ એક ઐતિહાસિક પગલું છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યા બાદ પણ ત્રિપલ તલાકના ૧૦૦થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. લોકસભામાં વિપક્ષના નેતાની જુદી જુદી માંગણીઓને તે વખતે ફગાવી દેવામાં આવી હતી. કાયદો અને ન્યાય અંગેની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ આ બિલને મોકલવાની તે વખતે કોંગ્રેસ માંગ કરી હતી. રાષ્ટ્રીય જનતા દળ, સીપીઆઈએમ, સમાજવાદી પાર્ટી અને અન્યોએ પણ આ બિલનો વિરોધ કર્યો હતો. બીજુ જનતાદળ દ્વારા પણ વિરોધ કરાયો હતો. આ તમામ પક્ષોએ કહ્યું હતું કે, ઉતાવળમાં બિલ પસાર કરાયું હતું. આ બિલમાં અનેક પ્રકારની ગંભીર જોગવાઈ રહેલી છે. જોગવાઈઓને લઇને વિરોધ રહ્યો છે.

Related posts

IAF Wing commander Tarun Chaudhri became first pilot to do wingsuit jump from altitude of 8500 feet

aapnugujarat

મહાબલેશ્વરમાં બસ ખીણમાં ખાબકી : ૩૩નાં મોત

aapnugujarat

બાબા બર્ફાનીનાં દર્શન કરવા ૪૫૪ ભક્તો રવાના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1