Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકાએ હોલિવૂડ ફિલ્મ સાઈન કરી…!!?

અમેરિકન બૉયફ્રેન્ડ નિક જોનાસ સાથે સગાઇ કરવાની સાથે સાથે પ્રિયંકા ચોપરા સલમાન ખાનની ફિલ્મ ભારત પડતી મુકવાના કારણે પણ ચર્ચામાં છે. પ્રિયંકાના આ નિર્ણયથી ભાઇજાનના ફેન્સ ખૂબ જ નારાજ છે. બોલીવુડ માંથી ઘણા લાંબા સમય સુધી ગાયબ રહેલી પ્રિયંકાએ રૂપેરી પડદે વાપસી કરવાની આ તક ગુમાવી દીધી છે. પરંતુ તમને તે જાણીને ગુસ્સો આવશે કે પ્રિયંકા ચોપરા બોલીવુડની ફિલ્મો છોડીને હોલીવુડની ફિલ્મો સાઇન કરી રહી છે. પ્રિયંકાના હાથે વધુ એક હોલીવુડ પ્રોજેક્ટ લાગ્યો છે અને તે ‘કાઉબૉય નિન્જા વાઇકિંગ’માં ક્રિસ પેટની ગર્લફ્રેન્ડના પાત્રમાં જોવા મળશે.
એક અહેવાલ અનુસાર યુનિવર્સલના આ મોટા પ્રોજેક્ટમાં પ્રિયંકા અને પ્રેટની કેમેસ્ટ્રી દર્શાવવામાં આવશે. હોલીવુડમાં ‘ક્વૉન્ટિકો’ વેબ સિરિઝ દ્વારા ફેમસ બનેલી એક્ટ્રેસ તાજેતરમાં જ ‘અ કિડ લાઇક જેક’માં જોવા મળી હતી. અગાઉ તે બેવૉચમાં નજરે પડી હતી. પ્રિયંકાએ ભારત ફિલ્મ છોડ્યાં બાદ તેના અને નિકના લગ્નની ચર્ચાએ જોર પકડ્યુ છે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ફિલ્મ ભારતમાં પ્રિયંકા ચોપરાનું સ્થાન કેટરિના કૈફને સાઇન કરવામાં આવી છે. અલી અબ્બાસ ઝફરે સોમવારે જ કેટરિનાના નામનો ખુલાસો કરી દીધો હતો. હવે સલમાન ખાને ટિ્‌વટ કરીને બાર્બી ડૉલ કેટરિનાનું ભારતમાં ખાસ અંદાજમાં સ્વાગત કર્યુ છે.

Related posts

पद्मावती के खिलाफ बेंगलुरु से मुंबई तक विरोध प्रदर्शन

aapnugujarat

૨૦૨૧ની શરૂઆત બોલિવૂડ માટે ખરાબ થશે

editor

ખુબ ઓછી ફિલ્મો છતાં પણ મલાઇકા ન્યુજમેકર્સ તરીકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1