Aapnu Gujarat
ગુજરાત

સરકાર માત્ર હિંદુત્વની વાતો કરે છે : તોગડિયા

વિશ્વ હિંદુ પરિષદ છોડ્‌યા પછી પ્રવિણ તોગડિયા કેન્દ્ર સરકાર સામે જાણે લડી લેવાના મુડમાં છે. આજે સૌરાષ્ટ્રની પ્રથમ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની બેઠકમાં રાજકોટ ખાતે તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે સરકારે ચૂંટણી પ્રચારમાં રામ મંદિરનું વચન આપ્યું તું પણ આ તો ત્રિપલ તલાકનો કાયદો લાવ્યા. સરકાર માત્ર હિંદુત્વની વાતો કરે છે અને મુસ્લિમોને લ્હાણી કરે છે. સરકારના ચૂંટણી પ્રચારમાં હિંદુત્વ સાથે રામ મંદિરના સપના દેખાડ્‌યા હતા હવે મુસ્લિમો તરફી ઢળીને ત્રિપલ તલાકના કાયદાઓ લેવામાં પડ્‌યા છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની સૌરાષ્ટ્રની પ્રથમ બેઠકમાં પ્રવિણ તોગડીયાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રવિણ તોગડિયાએ જણાવ્યું કે, વચનો હિન્દુત્વનાં આપ્યા જેમાં રામ મંદિર બનાવવાનું વચન આપી કાયદો ત્રિપલ તલાકનો લાવ્યા, પહેલા પુરૂષોતમ માસ પસંદ હતો હવે રમઝાન મહિનો પ્રિય લાગવા લાગ્યો અને હદ્દ તો ત્યારે થઇ કે, કાશ્મીર હિંદુ બ્રાહ્મણોની ચિંતા કરવાની હોય તેના બદલે હવે રમઝાન મહિનામાં આંતકવાદીઓને પોલીસની ગોળી ન લાગે તેની ચિંતા કરવા લાગ્યા. રામ મંદિર બનાવવાને બદલે હવે રામનું મ્યુઝીયમ બનાવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રવિણ તોગડીયાએ ખેડૂતો માટે દેશવ્યાપી ખેડૂત આંદોલન કરવાની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું કે, દેશનાં અન્નદાતા ખેડૂતો દુઃખી અને અપમાનીત છે. જેથી આગામી તા.૧૫ ઓગષ્ટથી મહારાષ્ટ્રમાં દેશનાં ૧૬૨ સંગઠનો ખેડૂત માટે દેશવ્યાપી અભિયાન શરૂ કરવા જઇ રહ્યા છે. આગામી નવેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં પણ ખેડૂતોનું આંદોલન શરૂ કરવામાં આવશે. જેમાં રામમંદિર અને ખેડૂતોને પોષણક્ષમ ભાવનાં મુદ્દાઓને લઇને સરકારને ઘેરવાનાં પ્રયાસો કરવામાં આવશે. પ્રવિણ તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ સીધા અને આકરા પ્રહારો કર્યા હતા. તોગડિયાએ આક્ષેપ લગાવ્યો હતો કે, દેશનાં ખેડૂતોને દોઢ ગણા ટેકાનાં ભાવ આપવાનું વચન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ની ચૂંટણીમાં આપ્યું હતું. ખેડૂતોને ટેકાનાં ભાવ મળવા જોઇએ એટલા મળ્યા નથી. પાછલી સરકારો દર વર્ષે રૂપીયા ૫૦નો ટેકાનાં ભાવમાં વઘારો કરતી જ્યારે નરેન્દ્ર મોદીએ ચાર વર્ષ સુધી ટેકાનાં ભાવમાં વધારો ન કર્યો અને હવે ૨૦૦ રૂપિયાનો વધારો કર્યો છે. જે પાછલી સરકાર કરતી તે જ કર્યું છે. ખેડૂતોને દોઢ ગણા ટેકાનાં ભાવ આપવામાં સરકાર નિષ્ફળ નિવડી હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો હતો. દરમ્યાન આગામી તા.૨૫ ઓગષ્ટથી પાટીદાર અનામત આંદોલનનાં પ્રણેતા હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર બેસવાનાં છે ત્યારે પ્રવિણ તોગડિયાએ તે મુદ્દે જણાવ્યું કે, કોઇ પણ જ્ઞાતીનાં યુવાનોને રોજગારી અને શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે અને સરકાર તેમાં નિષ્ફળ જતા દેશભરમાં આંદોલનો ચાલી રહ્યા છે. પાટીદાર, મરાઠા, બ્રાહ્મણ, કોળી અને અનુસુચિત જાતિ સહિતની જ્ઞાતીઓનાં યુવાનોને ૧ કરોડ યુવાનોને રોજગારીનું વચન આપવામાં આવ્યું હતું તેની સામે ૧૦ લાખ રોજગારી પણ આપી નથી. દેશનાં યુવાનો પાસે રોજગારી ન હોવાથી આંદોલનો થઇ રહ્યા છે, જે ન્યાયની લડત છે.

 

Related posts

નર્મદા પરિક્રમામાં ધોમધખતા તાપમાં ઉમટી જનમેદની

aapnugujarat

યાત્રાધામ બોર્ડમાં અન્ય ધર્મોને સમાવવા પ્રશ્ને હાઈકોર્ટ દ્વારા જવાબ મંગાયો

aapnugujarat

અમદાવાદમાં હજુ ૮૧ વરસાદ ઓછો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1