Aapnu Gujarat
ગુજરાત

મહેફિલ માણતાં પીએસઆઈ ઝડપાયાં

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ પી. એસ. સિંગરખિયા બે ડાન્સર યુવતીઓ અને અન્ય યુવકો સાથે દાણીલીમડાના વેપારીની જન્મદિવસની સુરેન્દ્રનગર ખાતેના એક રિસોર્ટમાંથી દારૂની મહેફિલ માણતા ઝડપાતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. સુરેન્દ્રનગરના મોટી મજેઠી ગામે આવેલા રિસોર્ટમાં બજાણા પોલીસે દરોડો પાડી કુલ ર૧ શખ્સોને ઝડપી લીધા હતા, જેમાં નશામાં ચકચૂર બનેલા આઠ શખ્સો સામે દારૂ પીધેલાનો ગુનો દાખલ કરાયો હતો જ્યારે પીએસઆઈ સિંગરખિયા અને યુવતી સહિતના બાકીના ૧૩ લોકોનાં બ્લડ સેમ્પલ લઈને જવા દેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું હતુ કે, પીએસઆઈ રજા પર ન હોવા છતાં તેઓ દારૂની મહેફિલમાં હાજર હતા, જેને લઈ સુરેન્દ્રનગર પોલીસ અમદાવાદ પોલીસને જાણ કરશે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના મોટી મજેઠી ગામમાં આવેલા રિસોર્ટમાં અમદાવાદના દાણીલીમડામાં રહેતા ટાઇલ્સના વેપારી ઇરફાન રઝાક મેમણના જન્મદિવસની પાર્ટી મનાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પ્રશાંત સિંગરખિયા અને ચાર યુવતીઓ સહિતના નબીરાઓ સામેલ થયા હતા. બજાણા પોલીસે દરોડો પાડી અમદાવાદના ૧૧ લોકો સહિત ર૧ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પીએસઆઈ સહિતના લોકોનું મેડિકલ કરાવ્યું હતું, જેમાં નશામાં ચકચૂર બનેલા આઠ શખ્સો સામે ગુનો દાખલ કરાયો હતો, જયારે બાકીના ૧૩ લોકોનાં બ્લડ સેમ્પલ લઇ જવા દેવાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દીપક મેઘાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્ત્વની એજન્સીના જવાબદાર પીએસઆઇ રજા પર ન હોવા છતાં તેમના કાર્યક્ષેત્રથી બહાર હતા. આ મામલે અમદાવાદ પોલીસને રિપોર્ટ કરવામાં આવશે. પાંચ ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે, જેમાં એક ગાડી પીએસઆઈ લઈને આવ્યા હતા, તેની પણ તપાસ કરવામાં આવશે. પીએસઆઈ દારૂ પીધેલા ન હતા છતાં પણ તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે. આ બાબતે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, કોઈને પણ છોડવામાં આવશે નહીં. રિસોર્ટની સામે આવેલી હોટલમાં આ નબીરાઓ જમવાનું લેવા ગયા હતા. હોટલ માલિકે પૈસા માગતાં પૈસા આપવાની ના પાડીને બોલાચાલી કરી હતી. પોલીસને જાણ કરાતાં પોલીસ હોટલ પર આવી હતી. બાદમાં ખાનગી રીતે તપાસ કરતાં દારૂ પીધેલા ઝડપાયા હતા. પીએસઆઈ સિંગરખિયાની ગાડી પણ જપ્ત કરી લેવામાં આવી છે. બીજીબાજુ, શહેર ક્રાઇમબ્રાંચના પીએસઆઇ સિંગરખિયા દારૂની મહેફિલ માણતાં ઝડપાયાના સમાચારને પગલે અમદાવાદ સહિત રાજયના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે.

Related posts

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અનુદાનથી નારેશ્વર પોર અને માલસરમાં પ્રવાસી સુવિધાઓ વિકસાવાશે : મંત્રીશ્રી જશાભાઇ બારડ

aapnugujarat

યોગી ના બનો તો કઈ નહિ ઉપયોગી બનો સ્વામી વિવેકાનંદ નુ સૂત્ર ઇડર પોલીસ સ્ટેશનના પીઆઇ પ્રહલાદસિંહ વાઘેલાએ સાકાર કરી બતાવ્યું

editor

रामोल में बुटलेगर रघु सवा के भतीजे की क्रुर हत्या हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1