Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧૦૦ રૂપિયાની નવી નોટ ટૂંકમાં બહાર પડશે

ભારતીય રિઝર્વ બેંક તરફથી ટૂંક સમયમાં જ ૧૦૦ રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવનાર છે. આને લઇને માહિતી આપી દેવામાં આવી છે. મહાત્મા ગાંધી સીરીઝની આ નવી નોટ ઉપર આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર રહેશે. કેન્દ્રીય બેંક તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ નવી નોટની પાછળના હિસ્સા પર ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત રાણકી વાવનો ફોટો રહેશે. રાણકી વાવ એક સ્ટેપવેલ છે. નોટ ઉપર તેના ચિત્રને રજૂ કરીને ભારતની વિરાસતને રજૂ કરવાના પ્રયાસ કરાયા છે. આ નોટનો કલર લવન્ડર રાખવામાં આવ્યો છે. આ નોટનું કદ ૬૬ એમએમ અને ૧૪૨ એમએમ રખવામાં આવ્યુ છે. નવી નોટની સાથે સાથે હાલમાં અમલી રહેલી તમામ ૧૦૦ રૂપિયાની નોટ યથાવતરીતે જારી રહેશે. નવી નોટ ટૂંક સમયમાં જ જારી કરવામાં આવનાર છે. નવી નોટ જારી થઇ ગયા બાદ તેના સપ્લાયને ઝડપથી વધારવામાં આવશે. દેવનાગરીલિપીમાં ૧૦૦ની વચ્ચે ગાંધીના ચિત્રને ડાબીબાજુએ રજૂ કરવામાં આવશે. મધ્યમાં ગાંધીજીનો ફોટો રહેશે. માઇક્રો લેટર્સમાં આરબીઆઈ, ભારત, ઇન્ડિયા અને ૧૦૦ રૂપિયા લખેલું રહેશે. મહાત્મા ગાંધીના ફોટાની જમણી બાજુએ પ્રોમિસ ક્લોઝ રહેશે. તેના નીચે ગવર્નરના હસ્તાક્ષર રહેશે. જમણી બાજુએ અશોક સ્તંભ રહેશે. હાલમાં નવી નોટ જારી કરવાનો સિલસિલો જારી રહ્યો છે. ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટ સૌથી પહેલા જારી કરવામાં આવી હતી. ત્યારબાદ હવે નવી ૧૦૦ રૂપિયાની નોટ પણ જારી કરવામાં આવી રહી છે. ૨૦૦ રૂપિયાની નવી નોટ અને ૫૦ રૂપિયાની નવી નોટ પણ જારી કરાઈ છે.

Related posts

चिदंबरम की याचिका पर सुप्रीम ने ED से मांगा जवाब

aapnugujarat

મન કી બાત : પ્લાસ્ટિક-પોલિથિનને છોડી દેવા મોદીનું સુચન

aapnugujarat

સંપત્તિ આપવાનો ઈનકાર કરી રહ્યા હતા માતા-પિતા, બેરોજગાર દીકરાએ ઠંડા કલેજે કરી નાખી હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1