Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં નિવૃત્ત બેંક અધિકારીઓની બેઠક મળી

ટી.કે.પરમાર (પૂર્વ પ્રમુખ બેંક ઓફ બરોડા એમ્પલોયઝ યુનિયન) દ્વારા નિવૃત્ત બેંક અધિકારીઓની બેઠકનું આયોજન કરાયું હતું જેમાં પૂર્વ સાંસદ રતિલાલ વર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં શ્રી વર્માએ જણાવ્યું કે, આપણે સૌ ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં કારણે શિક્ષિત બન્યાં છીએ, નાની-મોટી સરકારી નોકરીઓ મેળવી છે તો કેટલાંક રાજકીય પદાધિકારીઓ બન્યાં છે ત્યારે આપણાં સૌની નૈતિક ફરજ થઈ જાય છે કે, આપણે દબાયેલા, કચડાયેલા અને છેવાડે બેઠેલાં અનુ.જાતિનાં લોકોની દેખરેખ રાખવી જોઈએ, તેમનાં બાળકો શિક્ષિત બને અને તેમનાં જીવનનું ઘડતર થાય તે માટે આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ. આ બેઠકમાં નિવૃત્ત બેંક અધિકારીઓએ પણ ઘણાં મહત્વનાં સૂચન કર્યાં હતાં જેમ કે જિલ્લે-જિલ્લે બેંક અધિકારીઓની બેઠક કરવી જોઈએ અને પોતપોતાનાં વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એક મહત્વનું સૂચન એ પણ હતું કે, બાળકોને વિદેશ ભણવા માટે તેમને પ્રોત્સાહન આપવું જોઈએ તથા તેમને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. હાલમાં જે બેંક કર્મચારીઓ નોકરી કરે છે તેમની પણ ઘણી સમસ્યા હોય છે જેનાં નિવારણ માટે રાજકીય અધિકારીઓએ અંગત રસ લઈને બેંકોના ચેરમેનો સાથે મુલાકાત કરી પડતર પ્રશ્નો છે તે હલ કરવા જોઈએ.
આ બેઠકમાં વિનોદભાઈ પરમાર, ધીરૂભાઈ જાદવ, સુરેન્દ્રભાઈ પરમાર, પરસોત્તમભાઈ વણકર, હરીભાઈ વણકર, જસવંતભાઈ પરમાર, જીવણલાલ બેંકર, બાબુભાઈ ધરવાડીયા, બાબુભાઈ પરમાર, કચરાભાઈ પરમાર, ગણપતભાઈ પરમાર, જ્યંતિલાલ મકવાણા, ગોવિંદભાઈ પરમાર, ચિંટુભાઈ ઘોષ સહિતનાં નિવૃત્ત અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

Related posts

સીએમ રૂપાણીએ ભાડભૂત યોજનાનો પ્રારંભ કરાવ્યો

editor

કલા- સંસ્કૃતિએ માનવ સંસ્કૃતિને ધબકતુ રાખતું માધ્યમ – કલેકટર યોગેશ નિરગુડે

editor

ગુજરાત વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસના સભ્યો વચ્ચે મારામારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1