Aapnu Gujarat
બ્લોગ

મનુષ્ય મનુષ્ય બને

આજે સમગ્ર દેશ અને ગુજરાતમાં માનવ-માનવ વચ્ચેનો ભેદ વધવા માંડ્યો છે. બીજાને દુશ્મન ગણવા માંડ્યાં છે. બીજાની સુખ-શાંતિ-સમૃદ્ધિ જોઈ જવાતી નથી એટલે જે પોતાનાથી વધારે સારો બનવા જાય છે તેની પર અત્યાચાર કરવામાં આવે છે, તેને અપમાનિત કરવામાં આવે છે, તેને જાહેરમાં માર મારી પોતાનું વર્ચસ્વ બતાવવા માંગે છે. આ વાત ધીરે ધીરે એટલી બધી વકરી ગઈ છે કે, મનુષ્ય પોતાની માનવતા ભૂલી ગયો છે. ભગવાને તો મનુષ્યને જન્મ આપ્યો છે. માણસનાં જન્મની પ્રક્રિયા બધાંના માટે એકસરખી છે પરંતુ પોતાને ક્યાં જન્મ લેવો તે એનાં હાથમાં હોતું નથી. ભગવાન તો માનવ અને પશુ-પક્ષી તરીકે જળચર નિશાચર અને સ્થળચર આ રીતનાં ત્રણ જાતની યોનિમાં જન્મ આપે છે પરંતુ મનુષ્યએ પોતાની જાતને અનેક ભાગમાં વહેંચી નાંખ્યો છે, તેમાં મનુષ્ય અદૃશ્ય થઈ ગયો પરંતુ દેખાવા માંડ્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ ચાર ભાગ માણસને એનાં કામ પ્રમાણે પાડવામાં આવ્યાં પરંતુ એ ભાગને દિવસો જતાં એનું વિકૃત રૂપ બની ગયું છે. લોકો જુદો વિચાર કરવા માંડ્યાં. બ્રાહ્મણ સમજવા માંડ્યાં કે હું સર્વશ્રેષ્ઠ છું પરંતુ એની એ માન્યતા ખોટી છે. આજે અનેક બ્રાહ્મણ દક્ષિણાના નામે ભીખ માંગે છે, તો ગણ્યાગાંઠ્યા બ્રાહ્મણ ઉચ્ચ કક્ષાએ નોકરીઓ કરે છે. બ્રાહ્મણ સમાજમાં પણ ગરીબો તો છે જ તેવી રીતે ક્ષત્રિય સમાજ પોતાની જાતને રક્ષક તરીકે ગણે છે. રાજા-મહારાજાઓનાં સમયમાં તેમને લડવાનું અને રાજ્યની રક્ષા કરવાની તેમની જવાબદારી હતી અને રાજ્ય તરફથી તેમને બધી સુવિધાઓ પણ આપવામાં આવતી હતી અને લડવા માટેનાં સાધનોમાં તે વખતે તલવાર, ધનુષ્ય અને ભાલો હતાં પરંતુ આજે ક્ષત્રિય સમાજમાં અનેક લોકો કોઈનાં બંગલાની બહાર ઉભા રહીને ચોકી કરે છે તો કેટલાંક મજુરી કરે છે, જેની પાસે જમીન છે તે ખેતી કરે છે અને આઝાદી પછી કોઈની પાસે રજવાડા રહ્યાં નથી. સર્વેને એક ગણવામાં આવ્યાં છે. ક્ષત્રિય સમાજમાં પણ અનેક લોકો દુઃખી પણ છે. વૈશ્ય સમાજને વેપારી સમાજ કહેવાય છે પણ શું આજે બધાં વૈશ્ય વેપાર કરે છે ? બધાં વૈશ્ય પાસે શું આજે દુકાનો છે ? પેઢીઓ છે ? તો જવાબ આવે છે ‘ના’. વૈશ્ય સમાજ પણ આજનાં સમયે કોઈ સરકારી નોકરીઓ કરે છે તો કોઈક નાની-મોટી પેઢીઓમાં નામું લખવા જાય છે, છૂટક ફેરી કરે છે તો ક્યાંક મજૂરી પણ પણ કરે છે, તેવી જ રીતે જે લોકો સમગ્ર સમાજનું સેવાનું કામ કરતાં હતાં, સમગ્ર સમાજને મદદરૂપ થતાં હતાં, રાજ્યમાં સ્વચ્છતા જળવાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતાં હતાં. કચરો ઉપાડવાનો હોય કે મરેલાં પ્રાણીઓને ઉપાડવાનાં હોય તે માટે રાજ્ય તરફથી આ બધાં કામ માટે વસ્તુઓ આપવામાં આવતી હતી જેમ કે ઝાડુ અને લારી, ખેંચી જવાનાં હોય તે માટે તે સહયોગી થતાં હતાં પરંતુ જ્યાં સુધી આ ભાગ પડ્યાં નહોતાં ત્યાં સુધી તો દરેક સમાજ પોતે જ આ બધું કામ કરતો હતો પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે, આ ભાગ કામનાં હિસાબે પડ્યાં પરંતુ કેટલાંક લોકોએ આ ભાગ ભગવાને પાડ્યાં છે તેમ કહીને મનુષ્યનાં મસ્તિષ્કમાં એવાં બી રોપી દીધાં કે તેને દૂર કરવા ઘણાં અશક્ય થઈ ગયાં છે, પછી જ્યોતિરાવ ફુલે, સાવિત્રીબેન ફુલે, રાજા રામમોહનરાય, બાળગંગાધર તિલક, મહાત્મા ગાંધી, મહારાજા સયાજીરાવ ગાયકવાડ સહિતનાં અનેક રાજકીય અને સાધુ-સંતોએ આ ભેદભાવને મસ્તિષ્કમાંથી નીકાળવા અનેક પ્રયત્નો કર્યાં પરંતુ આજે પણ ક્યાંકને ક્યાંક આ ભેદભાવ વિકૃત સ્વરૂપે દેખાય આવે છે. માનવજાતને અંગ્રેજીમાં ‘મેનકાઈન્ડ’ કહે છે. દુનિયાનાં અલગ-અલગ દેશોમાં મનુષ્યો તો છે જ પરંતુ આપણાં જેવાં ભેદભાવ ક્યાંય નથી. આપણાં જેવાં એક મનુષ્ય બીજા મનુષ્ય પર ઉંચનીચનાં બહાને અત્યાચારો કરતાં નથી. વિદેશોમાં પણ અહીંયા શુદ્ર ભાઈઓ જે કામ કરતાં હતાં તેનાં કારણે તેઓ અપમાનિત થાય છે તે જ કામ વિદેશોમાં પણ બધાં જ કરે છે પરંતુ ત્યાં કોઈ ભેદભાવ નથી, ત્યાં આપણાં જેવાં ચાર ભાગ નથી. સફાઈ કરીને આવનાર શેરીનો કચરો ઉપાડીને સંડાસ-બાથરૂમ સાફ કરીને આવનાર વ્યક્તિ અનેક મોટો અધિકારી હોય ત્યાં સાથે જ બેસે છે, સાથે જ જમે છે, કોઈ આભડછેટ જેવો કોઈ પ્રશ્ન નથી, એકબીજાની સાથે લગ્નગ્રંથિથી જોડાય છે પછી ગોરા હોય કે કાળા હોય બંન્ને એકબપીજા સાથે લગ્નગ્રંથિથી જોડાય છે અને તેમનાં બાળકો પણ બધાંની સાથે હળીમળીને રહે છે અને તેનાં માટે મહાન ચિંતકોએ પણ માનવજાતની અનેક વ્યાખ્યાઓ કરી છે. માનવશાસ્ત્રીઓએ, શિક્ષાવિદોએ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીમાં ભણાવતાં પ્રોફેસરોએ પણ મનુષ્ય જાત કોને કહેવાય અને એનું કર્તવ્ય શું છે એ માટે જુદી જુદી વ્યાખ્યાઓ આપેલ છે જેમ કે,
(1) ‘Obviously I’m a Mild Mannered Man With An Unending Love For Humankind, And I Only Ever See The Best In People.’
(2:) ‘Yet Knowledgeable Economist Agree That These Restrictions Are Bad For Humankind.’
(3) ‘It Should Have Made Us All Proud To Be Of Such Brotherhood Of Humankind.’
(4) ‘They Are The Enemies Of Democracy And The Enemies Of All Humankind.’
માણસ ચોક્કસપણે માને છે કે, તેને પોતે નમ્રતાથી દરેકની સાથે વ્યવહાર કરવો જોઈએ. દરેકની સાથે સમાનતાનાં ભાવથી વર્તવું જોઈએ અને મનુષ્ય એકબીજાને એટલો બધો પ્રેમ કરે કે તેનો કોઈ અંત ના હોય, એટલું જ નહીં પણ મનુષ્ય સારોમાં સારો છે તેનામાં કોઈપણ જાતની ખામી ના જુવે તેવું વિદેશોમાં લોકો વિચારતાં હોય છે. મનુષ્ય કોઈપણ મનુષ્ય માટે આર્થિક, સામાજિક કે ધાર્મિક કોઈપણ જાતનું અવરોધ ના હોવો જોઈએ જેને જે ધર્મ પાળવો હોય એ પાળે, જેને જે વ્યવસાય કરવો હોય એ કરે અને જેને જેટલી આર્થિક સદ્ધરતા મેળવવી હોય એટલી મેળવે તેમાં કોઈને પણ વાંધો ના હોવો જોઈએ અને આ રીતે આપણાં સૌમાં ભાતૃભાવ પૂરો ભરેલો હોવો જોઈએ, ન કોઈની સાથે વૈરમનસ્ય, ના ઉંચ-નીચ પરંતુ આપણે સૌ ભાઈ છીએ એ રીતની માનસિકતા મનુષ્ય તરીકે આપણે કેળવવી જોઈએ, જે લોકો ઉપરોક્ત જે વિચારો વ્યક્ત થયાં તે પ્રમાણે માનવ-માનવ વચ્ચે વ્યવહાર નથી કરતાં તેઓ માનવ જાતનાં દુશ્મન તો છે જ એટલું જ નહીં પરંતુ ભારતની લોકશાહીનાં પણ દુશ્મનો છે. લોકશાદી દેશમાં આવાં કોઈ ભેદભાવ ન હોવાં જોઈએ. આ રીતનું ચિંતન વર્ષોથી દુનિયાનાં બુદ્ધિજીવી લોકો કરતાં આવ્યાં છે અને તેનું અનુસરણ દુનિયામાં મોટાભાગનાં લોકો કરે છે પરંતુ આપણે ત્યાં હજુય અત્યાચારો મટતાં નથી, માનવ-માનવ વચ્ચેનો ભેદ મટતો નથી, ધાર્મિક વિસમતા મટતી નથી, અમીર-ગરીબનાં ભેદ મટતાં નથી અને તેનાં પરિણામે આપણો દેશ આજે પણ યુનાઈટેડ નેશન્સમાં જુદા-જુદા કારણોથી ટીકાપાત્ર બન્યો છે અને આપણે દુનિયા આગળ શર્મિંદા બનવું પડે છે, નીચે જોવું પડે છે.
જો જન્મ લેવો મનુષ્યનાં હાથમાં હોત તો દરેક ટાટા, બિરલા, દાલમિયા, અંબાણી, અદાણીનાં ઘરે જ જન્મ લેવાની ઈચ્છા રાખે અને જો મનુષ્યનુું ચાલતું હોતો ગમે તે રીતે પણ તેમનાં ઘરમાં તેઓ જન્મ લેત પણ આવું શક્ય નથી તેથી છેલ્લે આપણે એટલું જ વિચારીએ આપણે મનુષ્ય છીએ. ચાલો આપણે મનુષ્ય બનીએ.

Related posts

વિજ્ઞાનનો ચમત્કારઃ હવે માણસના શરીરમાં ધડકશે જાનવરનું હૃદય!!

aapnugujarat

આગામી ચુંટણી ટ્રમ્પ માટે પડકાર સમાન

aapnugujarat

વિશ્વમાં વાયુ પ્રદૂષણના કારણે ૩૦ લાખ લોકોનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1