Aapnu Gujarat
રમતગમત

૭૨૧ કરોડમાં રીયલ મેડ્રિડ છોડીને જુવેન્ટસ જશે રોનાલ્ડો

પોર્ટૂગલનો સ્ટાર ફૂટબોલ ક્રિસ્ટ્રીયાનો રોનાલ્ડો ૧૦ વર્ષ પછી સ્પેનિશ ફુટબોલ ક્લબ રીયલ મેડ્રિડને છોડીને હવે ઈટાલીની દિગ્ગજ ફુટબોલ ક્લબ જુવેન્ટ્‌સ સાથે જોડાશે. અત્યાર સુધી આને લઈને માત્ર અટકળો લગાવવામાં આવતી હતી પરંતુ મંગળવારે સત્તાવાર રીતે આ ટ્રાન્સફરની જાહેરાત કરી દેવામાં આવી છે.
રોનાલ્ડો ૧૦૦ મિલિયન યૂરો (લગભગ ૮ અબજ રૂપિયા)ની મોટી રકમ ટ્રાન્સફર ફિસ સાથે જુવેન્ટ્‌સ ક્લબમાં સામેલ થશે. રીયલ મેડ્રિડ દ્વારા આ વખતે યૂએફ ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યા પછી આ સમાચાર આવી રહ્યા હતા કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે આ દિગ્ગજ સ્પેનિશ ફુટબોલ ક્લબને છોડીને અન્ય ક્લબમાં સામેલ થઈ શકે છે. શરૂઆતમાં યૂરોપીય મીડિયામાં આ સમાચાર આવ્યા હતા કે, રોનાલ્ડો અને ઈટાલિયન ક્લબ વચ્ચે વાતચીત ચાલી રહી છે.
મંગળવારને રીયલ મેડ્રિડ ક્લબ તરફથી સત્તાવાર રીતે સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી હતી કે, રોનાલ્ડો અને રીયલ મેડ્રિડનો સાથ અહી સુધી જ હતો. આ ટિ્‌વટ સાથે સ્પેનિશ ક્લબે રોનાલ્ડોનો આભાર વ્યક્ત કર્યો અને અલવિદા કહ્યું છે.
ફેસબુક પર પણ ક્લબમાં આ જાણકારી આપી અને આના સાથે જ રોનાલ્ડોનું નિવેદન પણ આપ્યું છે જેમાં તમેને ટીમને અલવિદા કહ્યું છે. રોનાલ્ડો આનાથી પહેલા મેનચેસ્ટર યુનાઈટેડ ક્લબનો હિસ્સો હતા અને ૨૦૦૯માં ૮૦ મિલિયન પાઉન્ડની ટ્રાન્સફ્ર ફિ સાથે તેઓ રીયલ મેડ્રિડમાં સામેલ થયો હતો.

Related posts

पिच नहीं, बल्लेबाजों का प्रदर्शन खराब था : कोहली

editor

ચૈન્નઈ સુપરકિંગ્સમાં ધોનીની વાપસી

aapnugujarat

खुद के बजाय दूसरों की गलतियों से सीखें पंत : क्लूजनर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1