Aapnu Gujarat
બિઝનેસ

IPOથી ફંડ મેળવવા માટેનો આંક વધીને ૨૩,૬૭૦ કરોડvv

બ્લોકબસ્ટર પરફોર્મન્સ વચ્ચે ૧૮થી વધુ કંપનીઓ દ્વારા આ વર્ષના પ્રથમ છ મહિનામાં આઈપીઓ મારફતે ૨૩૬૭૦ કરોડ ઉભા કરવામાં આવી ચુક્યા છે. એક વર્ષઅગાઉના ગાળાની સરખામણીમાં આ રકમ બે ગણી થઇ ગઇ છે. ચિત્ર હજુ પણ ખુબ જ સાનુકુળ દેખાઈ રહ્યું છે. ૨૦૧૮ના બાકીના ગાળા દરમિયાન ચિત્ર આશાસ્પદ દેખાઈ રહ્યું છે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, લોધા ડેવલપમેન્ટ, રેલ વિકાસ નિગમ સહિત ૫૦થી વધુ કંપનીઓ આગામી મહિનાઓમાં આઈપીઓની તૈયારી કરી લેવામાં આવી છે. આ કંપનીઓ પૈકી ૨૮ કંપનીઓને હજુ સુધી તેમના પબ્લિક ઇશ્યુ રજૂ કરવા સેબીની મંજુરી મળી નથી જ્યારે ૧૮ કંપનીઓને રેગ્યુલેટરની મંજુરી પહેલાથી જ મળી ચુકી છે. માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે રહેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. જાન્યુઆરી-જૂનના ગાળા દરમિયાન આ વર્ષે ૧૮ કંપનીઓ દ્વારા તેમના સંબંધિત આઈપીઓ મારફતે કુલ ૨૩૬૭૦ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવી ચુક્યા છે જે વર્ષ ૨૦૧૭ના પ્રથમ છ મહિનાના ગાળામાં ૧૩ ઇશ્યુ દ્વારા ઉભા કરવામાં આવેલા ૧૨૦૦૦ કરોડના આંકડા કરતા ખુબ વધારે છે. સ્ટોક એક્સચેંજ પાસે રહેલા આંકડામાં પણ આ મુજબની વાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૬ના પ્રથમ છ મહિનાના ગાળામાં ૧૧ કંપનીઓ દ્વારા ૬૯૬૨ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા હતા. સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન જે કંપનીઓ દ્વારા ફંડ એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમાં બિઝનેસ ફેલાવવાની યોજના, લોનની ફેર ચુકવણી અને વર્કિંગ કેપિટલ જરૂરિયાતોનો સમાવેશ થાય છે. વધુમાં આઈપીઓ રુટ પસંદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બંધન બેંક, હિન્દુસ્તાન એરોનોટિક્સ, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી, વેરોક એન્જિનિયરિંગ, ઇન્ડોસ્ટાર કેપિટલ ફાઈનાન્સ, લેમનટ્રી હોટલ સૌથી મોટા આઈપીઓ તરીકે રહ્યા છે. અન્ય સરકારી કંપનીઓમાં ડાયનેમિક્સ, રાઇટ્‌સ અને મિધાની દ્વારા પણ ફંડ એકત્રિત કરવા માટે આઈપીઓની તૈયારી કરવામાં આવી છે. આઈપીઓ માર્કેટનું કદ સતત વધી રહ્યું છે. નવા નિયમો હેઠળ ઓફર માટે પ્રાઇઝબેન્ડ જાહેર કરવાની માટેની સમય મર્યાદા વર્તમાન પાંચ દિવસના બદલે ઘટાડીને બે દિવસ કરી દેવામાં આવી છે. ભારતમાં આઈપીઓ માર્કેટનું ચિત્ર ગુલાબી દેખાઈ રહ્યું છે.

Related posts

ક્રૂડથી એમએસપી વધારા સુધી અસરો દેખાશે

aapnugujarat

ऑटोमोबाइल समेत के सेक्टर्स में नहीं मिल रहीं नई नौकरियां

aapnugujarat

दुनिया में चीनी स्मार्टफोन की बाजार हिस्सेदारी ४८ फिसदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1