Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નિરવ મોદી વિરૂદ્ધ રેડકોર્નર નોટિસ જારી

ઇન્ટરપોલે અબજોપતિ ફરાર જ્વેલર્સ નિરવ મોદીની સામે આખરે રેડકોર્નર નોટિસ જારી કરી દીધી છે. નિરવ મોદી પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડીના મામલામાં તપાસનો સામનો કરી રહ્યો છે. બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક કૌભાંડના મામલામાં નિરવ મોદી તપાસનો સામનો કરી રહ્યો છે. ફરાર થયેલા નિરવ મોદી સામે જારી કરવામાં આવેલી રેડકોર્નર નોટિસમાં ઇન્ટરપોલે જો તે સંબંધિત દેશોમાં દેખાય તો તે વ્યક્તિની ધરપકડ કરી લેવા ૧૯૨ સભ્ય દેશોને સૂચના આપી દીધી છે. આની સાથે જ નિરવ મોદીની ધરપકડનો તખ્તો તૈયાર કરી લેવમાં આવ્યો છે. ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ નિરવ મોદીને ભારત લાવવા માટે પ્રત્યાર્પણ અથવા તો દેશ નિકાલ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મુકવામાં આવેલા મની લોન્ડરિંગ આરોપોના મામલામાં ઇન્ટરપોલે નોંધ લીધી છે. આ કેસમાં સીબીઆઈ એફઆઈઆરમાં નિરવ મોદી ઉપરાંત તેમના પત્નિ, ભાઈ અને સંબંધીઓ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. નિરવ મોદી દેશ છોડીને ફરાર થઇ ચુક્યો છે. નિરવ મોદી અને તેમના સંબંધી મેહુલ ચોક્સીએ બિઝનેસ અને આરોગ્યના કારણોસર તપાસમાં સામેલ થવા ભારત આવીને સહકાર કરવા ઇન્કાર કરી ચુક્યા છે. ૧૫મી ફેબ્રુઆરીના દિવસે ઇન્ટરપોલ મારફતે જારી કરવામાં આવેલી ડિફ્યુજન નોટિસ મારફતે નિરવ મોદીની ગતિવિધિ ઉપર ધ્યાન રાખવામાં સીબીઆઈ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ મર્યાદિત સફળતા જ હાથ લાગી છે. બ્રિટને સીબીઆઈની વિનંતીનો જવાબ આપ્યો છે. નિરવ મોદી જુદા જુદા દેશોમાં પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હોવા છતાં ફરી રહ્યો છે. ભારત સરકારે તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો છે. સીબીઆઈએ અગાઉ કહ્યું હતું કે, તેને સકંજામાં લેવા માટે તમામ પ્રયાસ થઇ રહ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા તેના પાસપોર્ટને રદ કરી દેવામાં આવ્યા બાદ જુદી જુદી નોટિસ મારફતે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. તમામ સભ્ય દેશોને હવે ઇન્ટરપોલે તેની ધરપકડ કરી લેવા માટે કહી દીધું છે. તપાસ સંસ્થાઓએ ઇન્ટરપોલની સંસ્થાઓને વારંવાર કેટલીક બાબતો તરફ ધ્યાન અપાયું છે. અમેરિકા, સિંગાપુર, બેલ્જિયમ, યુએઈ, ફ્રાંસ સહિતના દેશોને નિરવ મોદીના સંદર્ભમાં જાણ કરવામાં આવી છે. સરકારી પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી સાથે સંબંધિત નિરવ મોદીનો મામલો રહેલો છે. આશરે ૧૩૦૦૦ કરોડ રૂપિયા અથવા તો બે અબજ ડોલરની રકમની છેતરપિંડી નિરવ મોદી દ્વારા કરવામાં આવી ચુકી છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ આ બંને ફરાર છે. નિરવ મોદી અને ેહુલ ચોક્સી દેશમાંથી ફરાર થવાના પરિણામ સ્વરુપે મોદી સરકારની વ્યાપક ટિકા થઇ રહી છે. ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ જારી કરાતા આગામી થોડાક દિવસમાં જ તેની ધરપકડ કરી લેવામાં આવે તેવી શક્યતા છે.

Related posts

ઓગસ્ટા પ્રકરણ : મિશેલની જ્યુડિશિયલ કસ્ટડી વધારાઈ

aapnugujarat

કર્ણાટક : ચાર કોંગ્રેસી સભ્ય ભાજપમાં જવાની તૈયારીમાં

aapnugujarat

भारत की बड़ी सिद्धि : जीसैट-१७ का सफलतापूर्वक लोन्चिंग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1