Aapnu Gujarat
ગુજરાત

લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો પકડાયા

સંખ્યાબંધ લૂટ, ઘરફોડ તથા ફોરવ્હીલ ચોરી કરનાર રાજસ્થાનની ગેંગના બે આરોપીઓને ચોરી કરવામાં આવેલી ગાડી સાથે બેંગ્લોરમાંથી ઝડપી પાડવામાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે સફળતા મેળવી છે. ઝડપાયેલા શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે. એક શખ્સની પહેલા ધરપકડ કરવામાં આવ્યા બાદ તેની પુછપરછના આધારે બીજા બેને પકડી પાડવામાં આવ્યા છે. આ બંનેને બેંગ્લોર ખાતેથી પકડી પડાયા છે. ઝડપાયેલાઓની ઓળખ દિનેશગીરી ઉર્ફે બાપજી અને અશોક ઉર્ફે ભોલારામનો સમાવેશ થાય છે. તેમને ચોરીની કાર સાથે પકડી પડાયા છે. ગાડી ચોરીની ફરિયાદ મણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી. આરોપી અરવીદસીગ ૨૦૧૬માં રાજસ્થાન પોલીસ પર ફાયરીંગ કરી કેદી જાપ્તાના કેશના આરોપી સુરેન્દ્રસિંહને ભગાડી ગયો હતો. તે સિવાય ધાનેરામાં ૨૦૧૬-૧૭માં બેંકની લૂંટમાં પકડાયેલ હોય જે ગુન્હામાં ડીસા સબ જેલ ખાતે જેલ તોડી ભાગી ગયો હતો. આરોપી અરવિદસિંહ રાજસ્થાન શીવગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની હત્યા કરીને પોલીસ પર ફાયરીંગ કરીને પણ નાસી છુટ્યો હતો. જ્યારે આરોપી દિનેશ ઉર્ફે બાબજી ૨૦૦૨માં હત્યા કરવાના ગુન્હામાં વડગામ તથા અલગ અલગ ગુન્હામાં નાસતો ફરતો હતો. ત્યારે આરોપી અશોક દેવસી ૨૦૧૩માં કૈલાશ મેઘવાલ તથા મુકેશ માળી સાથે બે ઘરફોડમાં ઝાલોર ખાતે તથા ૨૦૧૪માં કૈલાશ મેઘવાલ તથા મુકેશ તે સિવાય ચોરીના ગુન્હામાં નાસતો ફરતો હતો.

Related posts

રાજ્યનાં શિવાલયો ‘ઓમ નમઃ શિવાય’નાં નાદથી ગુંજ્યા

aapnugujarat

मोर्ग रुम में पत्नी के शव के पास पति ने हत्या को कबूल किया

aapnugujarat

ગુજરાતના સવા બે લાખ શિક્ષકોની હડતાળની ચીમકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1