Aapnu Gujarat
ગુજરાત

ચાલુ ચકડોળે લોક ખુલતા યુવતી એકાએક નીચે પડી

સરખેજના અંબર ટાવર રોડ પર ઈદના તહેવારના દિવસે ભરાયેલા લોકમેળામાં ચાલુ ચકડોળે લોક ખૂલી જતાં યુવતી નીચે પટકાઈ હોવાની ઘટના બની હતી. યુવતીને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવતીના બનેવીએ આ બનાવ અંગે નોંધાવેલી ફરિયાદના આધારે સરખેજ પોલીસે ચકડોળના સંચાલક વિરુદ્ધ જરૂરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણાના દેલ્લા ગામે આવેલા પઠાણવાસમાં રહેતા જુબેરખાન પઠાણ તા.૧૭ના રોજ ફતેહવાડી-સરખેજ ખાતે આવેલી નૂર મહંમદ સોસાયટીમાં તેમની સાસરીમાં ગયા હતા. ઈદનો તહેવાર હોઈ તેમની બે સાળીઓ સાથે રાતના દસ વાગ્યે સરખેજના અંબર ટાવર રોડના કાદરી પાર્ટી પ્લોટ પાસે ભરાયેલા લોકમેળામાં ફરવા માટે ગયા હતા. લોકમેળામાં આવેલા એક ચકડોળમાં તેઓ બેઠા હતા. દરમ્યાનમાં ચાલુ ચકડોળે અચાનક ઝટકો વાગતાં લોક ખૂલી ગયું હતું અને જુબેરખાનની નાની સાળી હુજેફાબાનુ (ઉ.વ.૧૮) ઊછળીને નીચે પટકાઈ હતી. ટિકિટબારીની આગળની લોખંડની એંગલ પર પટકાતાં હુજેફાબાનુને માથા અને પગમાં ગંભીર ઈજાઓ થઇ હતી.
તાત્કાલિક સારવાર માટે જુહાપુરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્‌યા બાદ વી.એસ. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જુબેરખાનની ફરિયાદના આધારે સરખેજ પોલીસે ચકડોળના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Related posts

વર્ચ્યુઅલ રિયાલિટી મારફતે પણ રથયાત્રાનું પ્રસારણ

aapnugujarat

પહેલા વરસાદ વચ્ચે અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા

aapnugujarat

૩૯,૩૯૨ ખેડૂતો પાસેથી મગફળીની થયેલી ખરીદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1