Aapnu Gujarat
ગુજરાત

વિઠ્ઠલાપુર કાંડ : વર્ગ વિગ્રહ કરનાર સામે પગલાં લેવાશે ડીજીપી શિવાનંદ ઝા

વિઠ્ઠલાપુર દલિત કાંડને લઈને રાજકીય ગરમી પણ વધી રહી છે. આ સંદર્ભમાં બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. બીજી બાજુ આ બનાવ બન્યા બાદ દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પહોંચી ગયા છે અને આ સમગ્રના મામલામાં તપાસની માંગ કરી છે. દલિત અત્યાચારના મામલે જીગ્નેશ મેવાણીએ ગુજરાતની સરકાર ઉપર આકરા પ્રહાર પણ કર્યા છે. બીજી બાજુ આ મામલો સપાટી પર આવ્યા બાદ હવે ડીજીપી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે વર્ગ વિગ્રહ કરનાર સામે પગલા લેવામાં આવશે. પીડિત પરિવારને સહાયતાની જાહેરાત પણ કરવામાં આવી છે. અત્રે નોંધનિય છે કે વિઠ્ઠલાપુર ગામમાં દલિત યુવક ઉપર કેટલાક યુવકો ઉપર કેટલાક યુવકોએ કરેલા અત્યાચાર મામલે ડીજીપીએ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારો સાથે વાત કરતા રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ આજે જણાવ્યું હતું કે સમગ્ર મુદ્દે તટસ્થાની તપાસ કરવામાં આવશે. પીડિત પરિવારને ૫૦ હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. હજુ પણ વધારાની સહાય ચુકવવામાં આવશે. ભોગ બનેલા પરિવારજનોનું પોલીસ દ્વારા કાઉન્સેલીંગ કરવામાં આવશે. ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે રાજય સરકાર આ મામલે સંવેદનશીલ છે, સમગ્ર મુદ્દે તપાસમાં કોઈ કચાસ રાખવામાં નહીં આવે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરનાર સામે પણ પગલા લેવામાં આવશે. આ માટે એફએસએલ ટીમની મદદ લેવામાં આવી રહી છે. રાજયમાં જ્યાં પણ આવી ઘટનાઓ બની રહી છે તેવા ગામડાઓની પોલીસ મુલાકાત લેશે અને આવી ઘટનાઓ બનતા અટકાવવાનો પ્રયાસ કરશે. પીડિત યુવકને ૫૦ હજારની સહાય ચૂકવવામાં આવી છે તથા વઘુ ૧.૫૦ લાખની સહાય. ચાર્જસીટ દાખલ થયા બાદ ચુકવવામાં આવશે.

Related posts

ભાનુશાળી કેસ : છબીલ પટેલ ૧૦ દિવસના રિમાન્ડ ઉપર

aapnugujarat

અમદાવાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ, ‘બેટી બચાવો,બેટી પઢાઓ’ દિવસની ઉજવણી

aapnugujarat

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1