Aapnu Gujarat
મનોરંજન

નાગિન-૩ સામે સલમાનનો શો ફ્લોપ પુરવાર થયો

એકતા કપુરના શો નાગિન-૩ને કેટલાક લોકો લે રિગ્રેસિવ ગણાવી રહ્યા છે પરંતુ ચાહકોમાં તેની લોકપ્રિયતા અભૂતપૂર્વ રહી છે. સલમાન ખાનના નવા શો દસ કા દમની લોકપ્રિયતા પણ તેની સામે ઓછી દેખાઇ રહી છે. મોની રોય નિકળી ગયા બાદ પણ આ શોની લોકપ્રિયતા અકબંધ રહી છે. નાગિન અને નાગિન-૨ બાદ હવે નાગિન -૩ની લોકપ્રિયતા જારી છે. નાગિન-૩ને પણ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. એટલુ જ નહીં રેટિગ્સના મામલે નાગિન-૩ સૌથી આગળ છે. સલમાન ખાન અને માધુરી દિક્ષિતના લોકપ્રિય શો પણ તેની સામે ફ્લોપ સાબિત થઇ રહ્યા છે. આ તમામ શો ગયા સપ્તાહમાં જ એક સાથે શરૂ કરવામાં આવ્યા હતા. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા એટલે કે બાર્ક તરફથી જારી કરવામાં આવેલા ૨૩માં સપ્તાહની રેટિંગમાં ચોથી જુનથી શરૂ થયેલા નાગિને તમામને પાછળ છોડી દેવામાં સફળતા હાંસલ કરી છે. કલર્સ પર આ શોની શરૂઆત થઇ હતી. કરિશ્મા તન્ના, અનીતા હસનંદાની, સુરભિ જ્યોતિ, પર્લ પુરી જેવા કલાકારો ધરાવતા આ શોએ રોમાંચકતા જગાવી છે. નાગિન-૩ શોએ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જોરદાર લોકપ્રિયતા જગાવી છે. તે શો ટોપ પર છે. માધુરી દિક્ષિતના રિયાલિટી ડાન્સ શોને ઓવર ટેક કરવામાં આ શો સફળ છે. બીજી જુનના દિવસે માધુરીના શોની શરૂઆત થઇ હતી. સલમાન ખાનના દસ કા દમને સફળતા હાથ લાગી નથી. ચોથી જુનના દિવસે સોની ટીવ પર તેની શરૂઆત થઇ હતી. સલમાન ખાનના આ શોએ ટોપ ૨૦ શોમાં સ્થાન હાંસલ કરવામાં પણ સફળતા મેળવી નથી. દસ કા દમને કોઇ વધારે લોકો પસંદ કરી રહ્યા નથી. આ સમાચાર સલમાન ખાનના ચાહકો માટે ચોક્કસપણે નિરાશાજનક છે. સલમાનના આ શોને જોરદાર રીતે લોંચ કરવામાં આવ્યા બાદ આશા હતી.

Related posts

अक्षय कुमार की हाउसफुल ४ का ट्रेलर रिलीज हो गया

aapnugujarat

‘सत्ते पे सत्ता’ के रीमेक में रितिक के ऑपोजिट नजर आएंगी कटरीना

aapnugujarat

‘નાયિકા પ્રધાન’ શબ્દ મને જરાય ગમતો નથી : રિચા ચડ્ડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1