Aapnu Gujarat
મનોરંજન

બિગ બોસ-૧૨માં સલમાન સાથે કેટરીના કૈફ પણ રહેશે

ટીવીના રિયાલીટી શો બિગ બોસ શરૂઆતથી જ ખુબ વિવાદમાં છે. આની પાછળ અનેક સિઝનના સુપરસ્ટાર સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવ્યા બાદ પણ ખુબ લોકપ્રિય છે. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી સિઝન પણ ખુબ ધમાકેદાર રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. એમ માનવામાં આવે છે કે, બિગબોસ-૧૨માં જોડીમાં એન્ટ્રી થનાર છે. એટલું જ નહીં વાસ્તવિક જિંદગીમાં દંપત્તિ રહે તે બાબત જરૂરી નથી. એમ માનવામાં આવે છે કે, શો મેકર આ વખતે કેટલીક એવી સેલિબ્રિટીને લઇને આવી શકે છે જે વધારે વિવાદ જગાવી શકે છે. જેના કારણે શોમાં વધારે બોલ્ડનેસ આવશે. રિપોર્ટની વાત માનવામાં આવે તો આ સિઝનમાં વિવાદાસ્પદ પત્રકારો, ડ્રગ એડિક્ટ, ગે કપલ્સને પણ લાવવામાં આવી શકે છે. બીજી બાજુ એવું પણ જાણવા મળ્યું છે કે, ફિલ્મી સેલિબ્રિટી ઉપરાંત કેટલાક એવા લોકોને પણ લાવવામાં આવશે જે ચાર મહિનાથી પણ વધુ સમય સુધી ખેંચી શકે છે. શો હંમેશાથી ચાહકો માટે ખુબ લોકપ્રિય રહ્યો છે. ટોપ ટીઆરપી મળતી રહી છે. બિગબોસ-૧૨ને લઇને હજુ પણ અફવાનો દોર છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ વખતે વધુ પ્રમાણમાં જોડી લાવવામાં આવનર છે જેથી સલમાનની સાથે હોસ્ટ તરીકે કેટરીના કૈફને પણ લાવવામાં આવી શકે છે. આ વખતે ઓડિશન પ્રક્રિયા આ મહિનાના અંતમાં શરૂ થશે. સિઝન બિગબોસ-૧૧માં ખુબ જ લોકપ્રિયતા મળી હતી તેમાં હિના ખાન, વિકાસ ગુપ્તા, શિલ્પા શિંદે અને અરસીખાનના કારણે શોમાં અને મસાલા ઉમેરાયા હતા અને લોકો ખુબ જ રોમાંચિત થઇ ગયા હતા.

Related posts

महेश मांजरेकर की बेटी को लॉन्च करेंगे सलमान

aapnugujarat

भारत के प्रधानमंत्री बनने की प्रियंका चोपड़ा ने जताई इच्छा

aapnugujarat

‘સ્ટારડસ્ટ’ મેગેઝિને સોનુ સૂદને રિજેક્ટ કર્યો હતો, આજે કવરપેજ પર એક્ટરનો ઇન્ટરવ્યુ છાપ્યો

editor

Leave a Comment

UA-96247877-1