Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ૨૬ દિવસમાં ઝાડા-ઉલ્ટીના ૧૦૪૭ કેસો

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. વધતી ગરમી વચ્ચે મે મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ સપાટો બોલાવ્યો છે. પારો અમદાવાદ શહેરમાં ૪૪ની આસપાસ પહોંચ્યો છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે રોગચાળાએ પણ સકંજો મજબૂત બનાવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૨૬ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૧૦૪૭ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૨૬ દિવસમાં ૨૫૩ અને ટાઇફોઇડના ૨૯૭ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૨૬ દિવસના ગાળામાં ૩૭૫ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ૦૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. મે ૨૦૧૭ દરમિયાન લીધેલા ૬૪૨૧૭ લોહીના નમૂના સામે ૨૬મી મે ૨૦૧૮ સુધીમાં ૬૯૪૩૧ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. મે ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૧૩૩૯ સીરમ સેમ્પલ સામે ૨૬મી મે ૨૦૧૮ સુધીમાં ૧૨૮૧ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાના અટકાયતના ભાગરુપે પાણીના મુખ્ય સ્ત્રોત અને ઘરમાંથી ચાલુ માસ દરમિયાન ૩૩૪૧૦ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં હાઈરિસ્ક વિસ્તારો અને કેસો નોંધાયા હોય તેવા વિસ્તારમાંથી ચાલુ માસમાં ૩૨૬૫ પાણીના સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. ચાલુ માસમાં ૭૩૦૧૯૦ ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે. મોબાઈલ મેડિકલ વાન મુકીને સ્થળ ઉપર સારવાર આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલુ માસમાં ૧૨૨ અલગ અલગ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. જે હેઠળ ૯૯૬૯ કિલોગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી ૧૭૪૯ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. એપ્રિલ ૨૦૧૮માં ૧૩૦ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૪ અપ્રમાણિત જ્યારે ૧૧૬ નમૂના પ્રમાણિત જાહેર થયા છે. ૨૬મી મે ૨૦૧૮ સુધીમાં ૧૨૨ નમૂના લેવામાં આવ્યા છે જે પૈકી સાત અપ્રમાણિત જાહેર થયા છે અને ૪૮ નમૂના પ્રમાણિત જાહેર થયા છે. ૬૭ નમૂના તપાસવાના બાકી છે.

Related posts

ભરૂચમાં ઝનોર નજીક બંદુકની અણીએ ૨૦૦ તોલા સોનાની લૂંટ

aapnugujarat

માતા જ બાળકીને ગરનાળામાં મૂકી આવી હતી

aapnugujarat

અમદાવાદમાં વવાતા રોપા-છોડ પૈકી ૪૦ ટકા બચે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1