Aapnu Gujarat
રમતગમત

મુંબઇને પછડાટ આપવા માટે કિંગ્સ ઇલેવન પંજાબ સુસજ્જ

આજે મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ ખેલાનાર છે. આ મેચ ખુબ જ મહત્વપૂર્ણ છે. બંને ટીમો માટે આ મેચ નિર્ણાયક સાબિત થઇ શકે છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયન્સ હવે વધુ સારા દેખાવ સાથે આગળ વધવા માટે ઇચ્છુક છે. પોઇન્ટ ટેબલમાં હવે પંજાબની સ્થિતી પણ વધારે સારી નથી. છેલ્લી મેચમાં કિગ્સ ઇલેવન પંજાબની કારમી હાર થઇ હતી. આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ માત્ર ૮૮ રન કરીને આઉટ થઇ ગઇ હતી. જવાબમાં બેંગલોરની ટીમે કોઇ પણ વિકેટ ગુમાવ્યા બાદ ૯૨ રન બનાવીને મેચ જીતી લીધી હતી. પોઇન્ટ ટેબલમાં કિગ્સ ઇલેવન પંજાબ હવે રાજસ્થાન રોયલ્સથી પણ પાછળ રહી ગઇ છે. કોલકત્તાની ટીમ હવે ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જોડાયા છે. મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. પંજાબના અશ્વીન પર ભારે દબાણ છે.

Related posts

બેરોજગાર થઇ શકે છે ૨૦૦થી વધુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો

aapnugujarat

સુશીલ કુમાર વિરૂદ્ધ મકોકા લગાવી શકે છે દિલ્હી પોલીસ

editor

धोनी और गिलक्रिस्ट को पछाड़ अकमल बने ‘एशियाई किंग’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1