Aapnu Gujarat
ગુજરાત

અલ્પેશ ઠાકોરનો સરકાર સામે મોરચો : આંદોલન કરવાની ચિમકી આપી

રાજ્યભરની ગૌશાળામાં ગાયોને સહાય આપવા મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હવે ગાયો અને ગૌચર બચાવવા મેદાનમાં ઉતર્યા છે.
અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારને ગૌચરની જમીન ખાલી કરાવવા ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપી રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. બીજી તરફ નાયબ મુખ્યપ્રધાને કોંગ્રેસ પર ગાય જેવા સંવેદનશીલ મુદ્દે રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો છે.રાજ્યભરની ગૌશાળામાં સહાય આપવા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હવે સરકાર સામે મોરચો માંડ્યો છે. અલ્પેશ ઠાકોરે ઠાકોર સેના અને ઓબીસી સંગઠનના બેનર હેઠળ રાજ્ય સરકાર સામે ગાય બચાવો..ગૌચર બચાવો… આંદોલન શરૂ કરવાની ચિમકી આપી છે.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્યમાં પશુઓની વધતી જતી સંખ્યા સામે ગૌચરની સંખ્યા ઘટી રહી છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા પશુઓ માટે કોઇ સહાય આપવામાં આવતી નથી. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે જો રાજ્યમાં ગૌચરની જમીન ખુલ્લી કરવામાં નહીં આવે તો આગામી ૧૫ દિવસ બાદ ગૌચરની જગ્યાઓ ખુલ્લી કરવા આંદોલન કરવામાં આવશે.અલ્પેશ ઠાકોરે જિલ્લાભરના પાંજરાપોળમાં ગૌવંશ દીઠ ૧૫ કિલો ઘાસચારો આપવાની માંગ કરી છે. સાથે જ ગૌસેવા આયોગના બજેટમાંથી શું કાર્યવાહી કરવામાં આવી છે તેનો પણ હિસાબ માંગ્યો છે. બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અલ્પેશ ઠાકોરના આક્ષેપ સામે પલટવાર કર્યો છે. નીતિન પટેલે જણાવ્યું છે કે જેમને પ્રજાએ જાકારો આપ્યો છે તે કોંગ્રેસના નેતાઓ ગાયોના મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે.લોકસભાની ચુંટણી પહેલા જ ગુજરાતમાં ગાયો મુદે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. ત્યારે ગાયોના મુદ્દાને પકડી રાખવા કરતા ગાયો પ્રત્યે સંવેદના દર્શાવી તેની વહારે ખરેખર કોણ આગળ આવે છે તે જોવું રહ્યું.પંચમહાલ કાલોલ તાલુકાના સાતમણા ગામે નર્મદા કેનાલ પર બે બાઈક સામે સામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો..જેમાં પત્ની નર્મદા કેનાલમાં પડી જતા મોત થયું હતુ. જયારે ઘાયલ પતિને સારવાર માટે ગોધરાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Related posts

૩૯,૩૯૨ ખેડૂતો પાસેથી મગફળીની થયેલી ખરીદી

aapnugujarat

ઉત્તર, પૂર્વ, દક્ષિણ ઝોનની ગટરલાઇનની સફાઈ થશે

aapnugujarat

SBIના મેનેજરને પત્ર લખી પાંચ લાખની ખંડણીની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1