Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આવતીકાલે ચેન્નઈ-હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ

પુણેના મેદાન પર આવતીકાલે સનરાઈઝ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેની છેલ્લી મેચ ગુમાવી દીધા ાદ તેના પર પણ હવે જીતવા માટે દબાણ વધી રહ્યુ છે. આઇપીએલની ટોપની બે ટીમો આવતીકાલે રવિવારના દિવસે સામ સામં આવનાર છે. છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સની સામે ચેન્નાઇની ચાર વિકેટે હાર થઇ હતી. પોઇન્ટ ટેબલમાં બે ટોપ ટીમો તરીકે સનરાઇઝ અને ચેન્નાઇ રહેલી છે. સનરાઇઝે પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી છે. સનરાઇઝે હજુ સુધી ૧૧ મેચો રમી છે જે પૈકી તેની નવમાં જીત થઇ છે. તેના ૧૮ પોઇન્ટ છે. ચેન્નાઇએ ૧૧ મેચો રમી છે જેમાં સાતમાં તેની જીત થઇ છે અને ચારમાં હાર થઇ છે. તે ૧૪ પોઇન્ટ ધરાવે છે. આ મેચ સૌથી રોમાંચક બનનાર છે.તેમની વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં સનરાઇઝની ચેન્નાઇની સામે ચાર રને હાર થઇ હતી. હવે સનરાઇઝ બદલો લેવા માટે તૈયાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ બે વર્ષના પ્રતિબંધ આઇપીએલમાં મેદાનમાં ઉતરી છે. મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ટીમનો જુસ્સો આસમાને છે. ધોનીના નેતૃત્વ વોટસન, બ્રાવો, રૈના હાલ ફોર્મમાં ચાલી રહ્યા હોવાથી ચેન્નાઈ સુપર હોટફેવરિટ ઉભરી રહી છે. જ્યારે સનરાઈઝ હૈદરાબાદ ટીમ પણ આ સિઝન દરમિયાન સૌથી આગળ ચાલી રહી છે. કેન વિલિયમસનના નેતૃત્વમાં શિખર ધવન, અગ્રવાલ જેવા ખેલાડીઓ ફોર્મ દેખાઈ રહ્યા છે જેથી તે પણ મેચ જીતવા માટે પ્રબળ દેખાઈ રહી છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી કરવામાં આવનાર છે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બન શકે છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. જે પૈકી ૪૩મેચો રમાઇ ચુકી છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે. સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરાશે આ પહેર્લા ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં મેચો ખુબ રોમાંચક રહી છે.

Related posts

બંગાળમાં કામ કરવા તૃણમૂલ ટેક્સ આપવો પડે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

aapnugujarat

સુરક્ષા દળોને મોટી સફળતા : પાંચ ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારાયા

aapnugujarat

NRC लिस्ट : असम के 41 लाख लोगों की किस्मत का फैसला कल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1