Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહારાષ્ટ્ર એટીએસનાં પૂર્વ વડા હિમાંશુ રોયે આત્મહત્યા કરતાં સનસનાટી

મહારાષ્ટ્રના સુપરકોપ પૂર્વ એટીએસ પ્રમુખ હિમાંશુ રોયે આજે આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ હતી. ખુબ જ કઠોર પોલીસ અધિકારી તરીકે તેમની ગણતરી કરવામાં આવતી હતી. છેલ્લા ઘણા સમયથી તેઓ બિમારીના સકંજામાં આવી ગયા હતા. રોય લાંબા સમયથી બ્લડકેન્સરથી ગ્રસ્ત હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આજે રોયે પોતાના સરકારી આવાસ ઉપર સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો. ગોળી વાગ્યા બાદ પરિવારના સભ્યો તેમને મુંબઈ હોસ્પિટલમાં લઇને પહોંચ્યા હતા પરંતુ તબીબો તેમને બચાવી શક્યા ન હતા. ટીવી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રોયે પોતાના મો ઉપર રિવોલ્વર રાખીને ગોળી ચલાવી હતી જેના કારણે તેમની બચવાની શક્યતા નહીંવત હતી. ૨૦૧૩ના આઈપીએલ સ્પોટ ફિસ્કિંગ કેસને ઉકેલવા અને દાઉદની સંપત્તિ જપ્ત કરવાના અભિયાનમાં તેમની ભૂમિકા મુખ્ય હતી. આ ઉપરાંત અન્ડરવર્લ્ડના કવરેજ કરનાર પત્રકાર જેડેની હત્યાના રહસ્યને ઉકેલવામાં પણ હિમાંશુ રોયની ચાવીરુપ ભૂમિકા હતી. ૧૯૮૮ની બેંચના આઈપીએસ અધિકારી રોય બિમારીના પરિણામ સ્વરુપે ૨૦૧૬થી ઓફિસ જઇ રહ્યા ન હતા. આ સંદર્ભમાં પરિવારના સભ્યો તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. નજીકના સુત્રોનું કહેવું છે કે, બિમારીના પરિણામ સ્વરુપે તેઓ ડિપ્રેશનમાં ચાલી રહ્યા હતા. પોતાની ફિટનેસ પર રોય હંમેશા ધ્યાન આપતા હતા. એક ખુબ જ કઠોર અધિકારી તરીકે તેમની છાપ રહી હતી. રોય દ્વારા આ રીતે આપઘાત કરી લેવામાં આવતા પોલીસ બેડામાં સનસનાટી મચી ગઈ છે. રોયની આત્મહત્યાના મુદ્દે આજે દિવસ દરમિયાન ચર્ચા રહી હતી. રોય ૨૦૧૬થી રજા ઉપર ચાલી રહ્યા હતા. ક્રાઈમ બ્રાંચમાં એન્ટી ટેરેરિઝમ સ્કવોડ (એટીએસ)ના વડા તરીકે તેઓ રહ્યા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્ર પોલીસના વિશેષ ગ્રુપમાં સેવા બજાવી હતી. રોયે અમેરિકામાં જન્મેલા લશ્કરે તોઇબાના ત્રાસવાદી ડેવિડ હેડલી સાથે સંબંધિત કડીઓ હાસલ કરવામાં મોટી ભૂમિકા અદા કરી હતી. ૨૬-૧૧ આતંકવાદી હુમલા પહેલા રેકી મિશન ઉપર હેડલી ભારત આવ્યો હતો. ૨૦૧૨-૧૪ દરમિયાન રોય ક્રાઈમમાં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે હતા. આઈપીએલ સટ્ટા બેટિંગ કૌભાંડમાં પણ તેમની ભૂમિકા હતી. તેમને રાજ્ય એટીએસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એજન્સીના વડા તરીકેની તેમની અવધિ દરમિયાન સોફ્ટવેર એન્જિનિયર અનિષ અન્સારીની ધરપકડ કરવામાં આવી હતી. અનિષ અન્સારી બાંદરા-કુર્લા સંકુલમાં અમેરિકન સ્કુલને ફૂંકી મારવાની યોજના બનાવી રહ્યો હતો. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર એમએનસિંહે રોયને સાહસી અને હાર્ડવર્કિંગ ઓફિસર તરીકે ગણાવ્યા છે. તેઓ કેન્સરથી ગ્રસ્ત હતા પરંતુ તેની સામે લડત ચલાવી રહ્યા હતા. આ પ્રકારે જીવન ટુંકાવી દીધું છે તે કમનસીબ બાબત છે. રોયના પરિવારને મળ્યા બાદ સિંહે આ મુજબની પ્રતિક્રિયા આપી હતી. રોયની મુંબઈ ક્રાઈમ બ્રાંચના વડા તરીકે અવધિ દરમિયાન પાકિસ્તાની ત્રાસવાદી કસાબને સજા કરવામાં આવી હતી.

Related posts

Canada PR : કેનેડા સેટલ થવાનો વિચાર છે ? PR માટે એક્સપ્રેસ એન્ટ્રી, PNPમાંથી કયો રસ્તો બેસ્ટ રહેશે?

aapnugujarat

चीन से तनाव पर सतर्क रहे सरकार, देश है साथः सलमान खुर्शीद

aapnugujarat

Nagaland declared as “disturbed area” for more 6 months, under controversial AFSPA

aapnugujarat

Leave a Comment

UA-96247877-1