Aapnu Gujarat
ગુજરાત

બેંકિંગ સિસ્ટમથી હવે પ્રજાનો ભરોસો ઉઠી ગયો છે : ધાનાણી

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ભાજપના શાસનમાં લોકશાહીનો મૃત્યુઘંટ વાગી ગયો છે. તાનાશાહીનો ઉદય થઇ ગયો છે. ચૂંટણી જીતવામાં ભાજપ સફળ છે પરંતુ સરકાર ચલાવવામાં નિષ્ફળ છે. સરકારના અમુક લોકોએ નાણાની કૃત્રિમ અછત ઉભી કરી છે. બેંકિંગ સિસ્ટમ પરથી પ્રજાનો ભરોસો ઉઠી ગયો છે અને લોકો ડિપોઝિટ ઉપાડવા માંડ્યા છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર તથા મિડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા વર્ષોથી આપણી સાક્ષી રહી છે. લોકશાહીના પ્રતિ સમા વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો માટેના ચર્ચાના દિવસો અને સમય ઘટતો ગયો છે. ચર્ચાનું સ્તર ઉતરતું ગયું છે. પ્રશ્નો પુછવાના દાયરાને પણ સમય અને વિસ્તારની દ્રષ્ટિએ સિમિત કરવાનો પ્રયાસ થયો છે. વિધાનસભાની કાર્યવાહીમાં પણ સરકારી આંકડાઓની વિશ્વસનીયતા ઉપર શંકા ઉી થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને સાચી વાતો લોકો સુધી પહોંચાડવાની મહત્વની ભૂમિકા ભજવતા મિડિયા ઉપર સીધી કે આડકતરીરીતે નિયંત્રણ લાદવાનો પ્રયાસ સત્તામાં બેઠેલા ભાજપે કર્યો છે. આજે લોકસભાની અંદર સામાન્ય માણસોના જવાબ નહીં દેવામાંથી દૂર ભાગતી ભાજપ સરકાર ઉપવાસ આંદોલનના નાટક કરે છે અને આવા અહંકારી કાર્યક્રમોને કારણે તમામ સ્તરે લોકોની અપેક્ષાઓનું યોગ્ય અમલીકરણ કરવામાં પણ ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. અધિકાર માટે સતત ઝઝૂમતો સામાન્ય માણસ સરકારથી હારી થાકીને ન્યાયના દરવાજા ખટખટાવે તો ન્યાયપાલિકા ઉપર પણ અહંકારી શાસકોના કાર્યક્રમોને કારણે ન્યાયની પ્રક્રિયામાં સંદેહ ઉભા થાય એવી સ્થિતિનો આજે સમગ્ર દેશ સામનો કરી રહ્યો છે. તાનાશાહી શાસન વ્યવસ્થામાં સામાન્ય માણસની લાચાર સ્થિતિનો ગેરલાભ લઇ અને શાસકો દ્વારા ભ્રષ્ટાચાર કરનારાઓને પ્રોત્સાહન આપવામાં આળે છે. આજે રાજ્ય સહિત સમગ્ર દેશમાં મહિલાઓ સુરક્ષિત છે, યુવાનો બેરોજગાર છે. વિદ્યાર્થીઓ મોંઘીદાટ ફીનો માર ખાઈ રહ્યા છે. ગૃહિણીઓ મોંઘવારીના મારથી પીસાઈ રહી છે. બહેનોને પીવાના પાણી માટે દર દર ભટકવું પડે છે. ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનું પાણી, સસ્તી અને પુરતી વિજળીના અભાવનો અહેસાસ થાય છે, પરસેવાના ટીપે પેદા કરેલા કૃષિ પાકો પાણીના બાવે વેચાઈ રહ્યા છે.
પાકોના ઊંચા પ્રિમિયમ વસુલનાર સરકાર પાક નિષ્ફળ જતાં પાક વિમો ચુકવવામાં ગુનાહિત વિલંબ કરી રહી છે. સરકારી તાયફાઓ, ઉત્સવો અને કાર્યક્રમોમાં વ્યસ્ત કર્મચારીઓના કારણે તાલુકા અને જિલ્લા સ્તરની કચેરીઓ અધિકારીઓ અને કર્મચારીઓ વિહોણી બની રહી છે. ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારમાં ેઠેલા લોકો સરકારી તંત્રનો ગેરઉપયોગ કરી ભ્રષ્ટાચારી રીત-રસમોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમલમ કાર્યાલયમાં કાળા ધનના કોથળા ઠાલવી ગયા છે. ગત વર્ષે અમોએ આ મુદ્દાને સરકાર અને વિધાનસભા સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો હતો. સરકારના કામચલાઉ હંગામી કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવા માટે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો વ્યવ થઇ રહ્યો છે.

Related posts

શંકરસિંહ વાઘેલાએ એનસીપી સાથે કરી બેઠક

aapnugujarat

ગુજરાત રાજ્ય વિદ્યુત કામદાર સંઘના કર્મચારીઓ ૧ મેના રોજ આંદોલન કરશે

aapnugujarat

રાહુલે અંબાજી અને દાંતામાં બાળકોને ચોકલેટ આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1