Aapnu Gujarat
ગુજરાત

સુરત નગરપાલિકાનાં વિવિધ ઝોન વિસ્તારમાં ૫૩૮ કરોડના આવાસોનું ભૂમિ પૂજન-લોકાર્પણ થયું

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આજે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં ૩૭૦.૮૦ કરોડના ખર્ચે લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ૫૩૮.૨૨ કરોડના ખર્ચે આવાસોના ભૂમિપૂજન લોકાર્પણની તકતીઓની અનાવરણવિધિ સંપન્ન થઈ હતી. નાયબ મુખ્યમંત્રીએ અઠવાઝોન વિસ્તારમાં વેસુ ખાતે આવેલા મેટરનિટી હોમ હેલ્થ સેન્ટર, હોસ્પિટલ અને ચોક બજાર ખાતે ઐતિહાસિક કિલ્લો હેરિટેજ સ્કેવરની લોકાર્પણવિધિ તથા જહાગીરાબાદ ખાતે પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત ઈડબ્લ્યુએસ-૧ ટાઈમ સ્કીમના ૧૧૯૪ આવાસો તથા ઈડબ્સ્યુએસ-૨ના ૮૬ આવાસો તથા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત આવાસોના વેઈટીંગમાંથી ફાળવણી લિસ્ટ બનાવવાનો કોમ્પ્યુરાઈઝ ડ્રો સહિત કુલ ૩૭૦.૮૦ કરોડના ખર્ચના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જહાંગીરાબાદ અને સચીન ખાતે ૩૫૬ કરોડના ખર્ચે ૩૧૦૪ મકાનોનું લોકાર્પણ તથા ૧૮૨.૧૭ કરોડના ખર્ચેના ૧૨૪૦ ભવનોનું ભૂમિપૂજન સંપન્ન થયું હતું. ચોકબજાર ખાતે સાંસદ દર્શનાબેન જરદોશની ગ્રાંટમાંથી ગુજરાતમાં સૌપ્રથમવાર ૫૧.૯૮ લાખના ખર્ચે બે અદ્યતન બ્લડ કલેક્શન વાન તેમજ મહાનગરપાલિકાના ત્રણ જેટલા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના વાહનોને નાયબ મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે ફલેગ ઓફ આપવામાં આવ્યું હતું. હવે શહેરમાં ગમે તે સ્થળે બ્લડ ડોનેશનના કેમ્પોમાં આ અદ્યતન વાનમાં કોઈ પણ વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકશે.
ગાંધી સ્મૃતિ ભવન ખાતે યોજાયેલા સભારોહને સંબોધન કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિકાસને વરેલી રાજ્ય સરકાર દ્વારા રોટી, કપડા અને મકાનની સાથે અનેકવિધ સુવિધાઓ પ્રજાજનોને અર્પિત કરવામાં આવી રહી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ઘરનું ઘર હરેક ઘરને વીજળી, પાણી અને ઉજ્જલા યોજનાથી ગેસ કનેક્શન આપીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં પ્રારંભ કરવામાં આવ્યું છે.

Related posts

રૂપાણી સરકાર કુંવરજી બાવળિયા પર આફરિન,ત્રણ ખાતા સોંપાયા

aapnugujarat

ગુજરાતભરમાં આજે ચારે બાજુ કાપ્યો-લપેટની ધૂમ દેખાશે

aapnugujarat

તક્ષશિલા અગ્નિકાંડ મામલે ઉપવાસ યોજે તે પૂર્વે હાર્દિકને સુરત પોલીસે અટકાવી દીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1