Aapnu Gujarat
બિઝનેસ

ચંદા કોચરના ભાવિને લઇને બોર્ડ વિભાજિત સ્થિતિમાં છે

આઈસીઆઈસીઆઈ બેંકના મુખ્ય કારોબારી અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર ચંદા કોચરના ભાવિને લઇને આઈસીઆઈસીઆઈ બોર્ડ વિભાજિત સ્થિતિમાં છે. ભારતની બીજી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંકના બોર્ડની બેઠક આ સપ્તાહમાં જ મળનાર છે જેમાં ભાવિ પગલા ઉપર વિચારણા કરવામાં આવનાર છે. તેમના ભાવિને લઇને હાલમાં બોર્ડ વિભાજિત સ્થિતિ છે. આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડે ચંદા કોચરના હાલમાં જ સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિડિયોકોન ગ્રુપને આપવામાં આવેલી લોનના મામલે ગેરરીતિ અંગેના આક્ષેપ બાદ ચંદા કોચરને રાજીનામુ આપવા અપીલ કરવાના મુદ્દે બોર્ડના સભ્યો વિભાજિત દેખાઈ રહ્યા છે. કેટલાક બહારના ડિરેક્ટરો દ્વારા પણ ચંદા કોચર પોતાની ભૂમિકા જાળવી રાખે તેને લઇને વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. નામ જાહેર નહીં કરવાની શરતે કેટલાક અધિકારીઓનું કહેવું છે કે, આ સપ્તાહની શરૂઆતમાં બોર્ડની બેઠક મળનાર છે. ચંદા કોચરની સીઈઓ તરીકેની અવધિ ૩૧મી માર્ચ ૨૦૧૯ના દિવસે પુરી થઇ રહી છે. આઈસીઆઈસીઆઈ બોર્ડમાં ૧૨ સભ્યો રહેલા છે. આ લોકોએ ક્રેડિટ એપ્રુઅલ પ્રોસેસની સમીક્ષા કરી છે. ૨૮મી માર્ચના દિવસે ફાઇલિંગના અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી હતી. ચેરમેન એમકે શર્માના નેતૃત્વમાં બોર્ડે કહ્યું છે કે, હાલમાં કંઇપણ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં. આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ૧.૬ ટકાનો ઘટાડો સોમવારના દિવસે નોંધાયો હતો. આઈસીઆઈસીઆઈ બેંકના બોર્ડમાં છ સ્વતંત્ર ડિરેક્ટરો રહેલા છે જેમાં બેંકના ચેરમેનનો સમાવેશ થાય છે. જાણકાર લોકોનું કહેવું છે કે, હાલમાં તપાસનો દોર ચાલી રહ્યો છે. વિડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધુત અને ચંદા કોચરના પતિ વચ્ચેની કથિત સાંઠગાંઠના મુદ્દે ઉંડી તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં આક્ષેપોમાં તપાસ થઇ રહી છે.
પ્રવક્તાનું કહેવું છે કે, તમામ આક્ષેપો આધારવગરના છે. ચંદા કોચર રાજીનામુ આપે તેવી ઇચ્છા કેટલાક બોર્ડના સભ્યો ધરાવે છે તે અંગે પુછવામાં આવતા આઈસીઆઈસીઆઈ બેંકના પ્રવક્તાએ કહ્યું છે કે, આક્ષેપો આધારવગરના છે. આજે બેંક શેરમાં સવારે કારોબાર શરૂ થતાંની સાથે ૧.૬ ટકાનો ઘટાડો થયો હતો જે છેલ્લા એક સપ્તાહમાં સૌથી મોટો ઘટાડો છે.

Related posts

જીયો ફોનની ડિલિવરી અંતે શરૂ : લોકોમાં ભારે ઉત્સાહ

aapnugujarat

સેન્સેક્સમાં ૩૧૮ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

નિકાસ પોલિસીમાં ફેરફાર કરવા સરકારની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1